________________
૩૩૭
૪) પ્રજ્ઞાછીણી સમયસારની સ્તુતિમાં આવે છે તે પ્રજ્ઞા છીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા” જ્ઞાન એટલે આત્માનો સ્વભાવ અને ઉદય એટલે બંધ ભાવ. સ્વભાવ અને બંધ ભાવની સંધિને છેદવા માટે આત્માની પ્રજ્ઞાછીણી તે જ સાધન છે. ૫) પ્રજ્ઞા જ મોક્ષનું સાધન છે: ત્રિકાળી જ્ઞાતા સ્વભાવ અને વર્તમાન વિકાર વચ્ચે સૂક્ષ્મ અંતઃ સંધિ જાણીને આ સંધિને તોડવાનો જ ઉપદેશ છે. હે ભવ્ય! એક પ્રજ્ઞા છીણી જ મોક્ષનું સાધન છે. અન્ય કોઈ ભાવો મોક્ષનું સાધન નથી. ૬) ભેદવિજ્ઞાનનો મહિમા : જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે, જે કોઈ બંધાયા છે તે તેના અભાવથી જ બંધાયા છે. ૭) જ્ઞાનનું કાર્ય સાધક દશામાં રાગ થાય છતાં જ્ઞાન તેનાથી જુદું છે. રાગ વખતે રાગને રાગ તરીકે જાણી લીધો ત્યાં તે જાણનારું જ્ઞાન રાગથી જુદું જ રહ્યું છે. દષ્ટિનું જોર સ્વભાવ તરફ વળતાં જ્ઞાન સંપૂર્ણ ખીલી જાય છે અને રાગ સર્વથા તૂટી જાય છે. આ જ મુક્તિનો ઉપાય છે. ૮) જ્ઞાનનું સામર્થ્ય: “હું તો જ્ઞાયકભાવ છું એમ જ્ઞાયકભાવની દષ્ટિના જોરે વૃત્તિને તોડીને જ્ઞાન પોતાના સ્વભાવમાં લીન થાય છે અને જીવ મુક્તિ પામે છે.. ૯) પ્રજ્ઞારૂપી તીણ છીણી પ્રવીણ પુરુષે સાવધાનીપૂર્વક પટકવાથી આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરતી પડે છે. જ્ઞાન સ્વમાં એકાગ્ર થતાં રાગનો વિકલ્પ તૂટી જાય છે. આ રીતે મોક્ષનો ઉપાય ભગવતી પ્રજ્ઞા જ છે. ક્રિયાનું સ્થાપન અને ઉત્થાપનઃ પ્ર. અધ્યાત્મને જાણનારા જ્ઞાનીઓ ક્રિયાને ઉથાપે છે એ વાત સાચી છે? ઉ.? ના. જ્ઞાનીઓ જ ક્રિયાનું સાચું સ્થાપન કરે છે. જ્ઞાનીઓ જ (૧) શુદ્ધ જીવને (૨) રાગાદિ વિકારને અને (૩) શરીરાદિ જડને યથાર્થ સ્વરૂપે જાણે છે. તેથી તેઓ જ - ૧) સાચી સમજણ - જ્ઞાન, સમ્યક શ્રદ્ધા વગેરે જીવની શુદ્ધ ક્રિયા તરીકે; ૨) અજ્ઞાન, પુણ્ય-પાપાદિને જીવની વિકાર ક્રિયા તરીકે; ૩) શરીરના હલન-ચલનાદિને જડની ક્રિયાપણે બરાબર સ્થાપે છે. આ ત્રણ પ્રકારની ક્રિયામાં - ૧) સાચી સમજણ - જ્ઞાન, શ્રદ્ધા વગેરેની ક્રિયા તે ધર્મક્રિયા છે. ૨) અજ્ઞાન પુણ્ય-પાપાદિ વિકારી ક્રિયા તે અધર્મક્રિયા છે. ૩) શરીરાદિ જડની ક્રિયા તે પરવસ્તુની ક્રિયા છે; પરવસ્તુની ક્રિયા સાથે જીવના ધર્મ-અધર્મને સંબંધ નથી -