________________
૩૦૧ છે. સમ્યગ્દર્શન થતાં દ્રવ્યના બધા નિર્મળ પરિણામ દ્રવ્ય તરફ ઢળે છે, એકલી શ્રદ્ધાની પર્યાય જ ઢળે
છે એમ નહિ. ફક્ત મલિન પરિણામ બહાર રહી જાય છે. ૨૮. સિદ્ધોના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાનું સ્વરૂપ બાવીને - એટલે કે
‘સિદ્ધ સમાન સદા પદ મેરો” એમ પોતાનું સ્વરૂપ જે ચૈતન્યઘન, આનંદકંદ એનું ધ્યાન કરીને
પૂર્ણતાની પ્રાપ્તિ કરે છે. ૨૯. બધા સંસારી જીવો (નિશ્ચયનયના બળે) સિદ્ધ સમાન જ છે, અષ્ટગુણથી પુષ્ટ છે. આ સ્વભાવની
વાત છે. દ્રવ્ય પોતાનું સિદ્ધ સ્વરૂપ છે એને ધ્યાવીને, પોતાના ત્રિકાળી સ્વરૂપનું ધ્યાન કરીને તેના જેવો થઈ જાય છે. અહા! નિર્મળ પર્યાયમાં ધ્યાન કોનું છે? દ્રવ્યનું, કે જે સ્વરૂપે પૂર્ણ, આનંદસ્વરૂપ, એકરૂપ છે, એને પર્યાય વિષય બનાવીને ધ્યાન કરે છે. પર્યાય દ્રવ્ય તરફ વળી એ દ્રવ્યનું ધ્યાન છે. સિદ્ધનું ધ્યાન - એટલે જેવો પોતે સિદ્ધ સમાન સ્વભાવથી છે - તેનું ધ્યાન કરતાં સિદ્ધ સમાન થઈ
જાય છે. ૩૦. ધ્રુવ છે એટલે પકડવા લાયક, આશ્રય કરવા લાયક, અનુકરણ કરવા લાયક, અનુરસણ કરવા લાયક
- જે ધ્રુવ છે તે. શુદ્ધ આત્માનું સ્વરૂપ તે ધ્યેય-અભિધેય છે. દષ્ટિમાં લેવા યોગ્ય શુદ્ધ આભા ધ્રુવ છે.
તે સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શનની પર્યાયનો આ વિષય છે. ૩૧. ધ્રુવ દ્રવ્ય જે બેય તેને જ્ઞાનની પર્યાય જાણે છે, શ્રદ્ધાની પર્યાય ધ્રુવને ધ્યેય બનાવીને શ્રદ્ધે છે, પર્યાય
જે ભેદ અને વ્યવહાર છે તે અભેદને જાણે છે. આ તો અનાદિ સનાતન સત્ય છે. એય તો ધ્યેય છે, પણ જ્યારે પર્યાય ધ્યેયને જાણે છે, તેને ધ્યેય બનાવે છે, ત્યારે ધ્યેય ખરેખર થયું કહેવાય. અભિધેય
એટલે શું? કે શુદ્ધ આત્મા. પણ કોને ? જે જાણે એને ! ૩૨. શુદ્ધ આત્માની પ્રાપ્તિ થવી એ પ્રયોજન છે. એટલે જે શુદ્ધ, ધ્રુવ આત્મા છે તેનો પર્યાયમાં અનુભવ
થાય એ પ્રયોજન છે. વસ્તુ પોતે જે છે -જીવતી જ્યોત. તેને જ્ઞાનમાં કબૂલવી એ પ્રયોજન છે. જેવો આત્મા છે એવો કબૂલ્યો, ત્યારે જીવની જ્યોતને જીવતી રાખી -કે આવો હું શુદ્ધ, ધ્રુવ ચૈતન્યજ્યોતિ છું. આત્માના સ્વરૂપને આ સિવાય બીજી રીતે માને એણે શુદ્ધ આત્માનું (માન્યતામાં) મૃત્યુ કર્યું
છે. તેથી વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ માનવું અને અનુભવવું એ વાસ્તવિક પ્રયોજન છે. ૩૩. દર્શન કહેતાં સમ્યગ્દર્શનની વાત છે. શુદ્ધ, અભેદ ચૈતન્ય પૂર્ણાનંદસ્વરૂપ ભગવાનની રુચિ તે
સમ્યગ્દર્શન, તેનું જ્ઞાન તે જ્ઞાન અને તેમાં રમણતા - સ્થિરતા તે ચારિત્ર. તે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં
સ્થિત થવાથી યુગપ સ્વને એકત્વપણે જાણતો અને પરિણમતો - તે સ્વસમય જાણ! ૩૪. સર્વ પર દ્રવ્યોથી ભિન્ન પડી દર્શન-જ્ઞાનસ્વભાવમાં નિયતવૃત્તિ એટલે ત્રિકાળ જે આત્મતત્ત્વ તેની
સાથે એકત્વપણે વર્તવાપણું છે તે ભેદજ્ઞાન છે. આવું ભેદજ્ઞાન સમ્યગ્દર્શનની ઉત્પત્તિનું કારણ છે. ૩૫. દર્શન-જ્ઞાનસ્વભાવ એ ત્રિકાળ ઉપયોગ છે. ઉપયોગ તે આત્મા છે ને? આવો ત્રિકાળ ઉપયોગરૂપ
જે સ્વભાવ એની હયાતીરૂપ જે આત્મતત્ત્વ તેની રુચિ, જ્ઞાન અને રમણતા એ સમ્યક રત્નત્રયરૂપ