________________
[૩૧૬ ૧૩૭ વ્યવહાર નય પણ પ્રયોજનવાન છે તેની વ્યાખ્યા આ એક જ છે કે જાણેલો પ્રયોજનવાન છે,
આદરેલો નહિ. કથન શૈલી ગમે તે આવે પણ અર્થ તો આ જ છે કે ત્રિકાળી નિશ્ચય આદરેલો
પ્રયોજનવાન છે અને આ રાગ જે વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે. ૧૩૮ પ્રતિ સમય સાધકને શુદ્ધતા વધે છે, અશુદ્ધતા ઘટે છે. જે જે સમયની, જેટલી શુદ્ધતા-અશુદ્ધતા
છે તેને જેમ છે તે તે સમયે જાણવી તે પ્રયોજનવાન છે. ૧૩૯ વસ્તુ જે અખંડ એક જ્ઞાયકભાવ છે તે પરિપૂર્ણ છે, કૃતકૃત્ય છે. એને કરવાનું કાંઈ છે નહિ. પણ
એની દષ્ટિ કરનાર સાધકને જ્યાં સુધી પર્યાયમાં કૃતકૃત્ય પૂર્ણ દશા પ્રગટ ન થાય ત્યાં સુધી સ્થિરતા કરવાની છે, અને અસ્થિરતા છોડવાની છે. આ એને કરવાનું છે. માટે તેને વ્યવહાર જાણેલો
પ્રયોજનવાન છે - એમ કહેવા માંગે છે. ૧૪૦ મોક્ષમાર્ગની પર્યાયને તીર્થ કહ્યું છે અને વસ્તુ જે છે તેને તત્ત્વ કહ્યું છે. ત્રિકાળી ધ્રુવ ચૈતન્યઘન વસ્તુ
તે નિશ્ચય છે. તે વસ્તુને ન માનો તો તત્ત્વનો નાશ થઈ જશે અને તત્ત્વના અભાવમાં તત્ત્વને આશ્રયે ઉત્પન્ન થતું જે મોક્ષમાર્ગરૂપ તીર્થ એ પણ રહેશે નહિ. આમ નિશ્ચય વસ્તુને ન માનતાં તત્ત્વનો અને
તીર્થનો બન્નેનો નાશ થઈ જશે. માટે વસ્તુસ્વરૂપ જેવું છે તેવું યથાર્થ માનવું. ૧૪૧ જેમાં સમ્યગ્દર્શનાદિ વીતરાગતાનું પ્રયોજન પ્રગટ હોય તે યથાર્થ ઉપદેશ છે. શાસ્ત્રનું તાત્પર્ય
વીતરાગતા છે. મુનિઓ વારંવાર વીતરાગ ભાવનો ઉપદેશ આપે છે. એટલે કે નિમિત્ત, રાગ અને પર્યાયથી લક્ષ ફેરવી ત્રિકાળી જ્ઞાયકભાવનું લક્ષ કરો જેથી સમ્યગ્દર્શનાદિ વીતરાગતારૂપ ધર્મ થાય.
આવો ઉપદેશ તે યથાર્થ ઉપદેશ છે, કેમ કે વીતરાગ ભાવ એકમાત્ર સ્વદ્રવ્યના જ આશ્રયે થાય છે. ૧૪૨ ઉપદેશ સંભળાવનાર ગુરુ પણ વીતરાગી સપુરુષ જ હોવા જોઈએ. જ્યાં ત્યાં માથા ફોડેતો મિથ્યાત્વની
જ પુષ્ટિ થાય છે. ઉપદેશ અને ઉપદેશક બન્ને વીતરાગતાના પોષક હોવાં જોઈએ. વીતરાગના વચનો
એવા હોય છે કે એકદમ આત્માનો આશ્રય કરાવી પરનો આશ્રય છોડાવે છે. ૧૪૩ ભૂતાર્થના આશ્રયે એટલે ત્રિકાળી ધ્રુવ નિજ જ્ઞાયકભાવના આશ્રયે સમ્યગ્દર્શનાદિ ધર્મ થાય છે,
સાંભળવાથી નહિ, નિમિત્તથી નહિ. અરેરે! ક્ષણે ક્ષણે નિમિત્તના અને રાગના પ્રેમમાં આ અનાકુળ
સ્વભાવી આત્માનો આનંદ લૂંટાઈ જાય છે! ૧૪૪ ભગવાન આત્મા આનંદનું દળ છે. અમાપ આનંદ, અમાપ દર્શન, અમાપ સ્વચ્છતા એમ અનંત
શક્તિઓ ભરેલી છે. પોતે પૂર્ણ ઇશ્વર છે. આવો ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ છે. એમાં જા ને ! એમાં પ્રવેશી ઊંડો ઉતરી જા ને! સમ્યગ્દર્શન પામતા પહેલાં આવો એનો વ્યવહાર ભાવ) હોય છે. નિશ્ચય પ્રગટે તેને એ વ્યવહાર કહેવાય છે, અન્યથા નહિ. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યના આશ્રયે ધર્મ પ્રગટ થાય છે એવા જિનવચન તે સાંભળે છે. સાંભળવાથી સમકિત થાય એમ નહિ, પણ સમકિત
સન્મુખ જીવને આવા જ જિનવચનના ઉપદેશનું નિમિત્ત હોય છે. ૧૪૫ દિવ્યધ્વનિએ જે શુદ્ધ જીવ વસ્તુને ઉપાદેય કહી છે તેમાં સાવધાનપણે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ કરે -