________________
૩૦૮
૮૨. સમ્યગ્દર્શન એ નિર્વિકલ્પ દશા છે તે કેમ પ્રગટ થાય તેની અદ્ભૂત વાત છે. આત્મા શુદ્ધ જ્ઞાયક છે. તેની સાથે જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધ પર્યાયના ભેદ પણ અખંડ જ્ઞાયક દષ્ટિથી બહાર રહી જાય છે. અભેદ દૃષ્ટિમાં પર્યાયભેદ નજરમાં આવતો નથી.
૮૩. ભગવાન આત્મા જે અખંડ એકરૂપ જ્ઞાયક છે તેને જાણવા - અનુભવવાની વિઘા અનંત કાળમાં એકવાર પણ પ્રાપ્ત કરી નથી. એકવાર પણ જ્ઞાયકમાં ડોકિયું કરે તો ભવોભવના દુઃખ મટી જાય છે. ૮૪. પરમાર્થથી એટલે વસ્તુદષ્ટિથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી એકરૂપ
છે. વળી તે અનંત ગુણોના સ્વાદો એકમેક મળી ગયેલા અભેદ છે. અહા ! અશુદ્ધતાનું લક્ષ છોડી, ભેદનું લક્ષ છોડી એકલા જ્ઞાયક ઉપર દૃષ્ટિ પડતાં અભેદ એક મળી ગયેલાં આસ્વાદવાળું એકસ્વભાવી તત્ત્વ અનુભવમાં આવે છે.
૮૫. જેને આત્મકલ્યાણ કરવું હોય, સુખી થવું હોય, જન્મ-મરણથી છૂટવું હોય તેણે શું કરવું ? તો કહે છે કે જે એક જ્ઞાયકભાવ અભેદ વસ્તુ છે તેને અનુભવમાં લેવો.
૮૬. એક શુદ્ધ જ્ઞાયક જ છે, એકલો અભેદ છે. અહાહા....! એકલો ચૈતન્ય જ્ઞાયકભાવ, અભેદ સ્વભાવ, એકભાવ, સામાન્ય સ્વભાવ, નિત્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, સદશ એકરૂપ સ્વભાવ એ જ એક સમ્યગ્દર્શનનો વિષય છે. આ તો સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરે કહેલું અલૌકિક વીતરાગ દર્શન છે.
૮૭. જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. જેમ ગુણીમાં ગુણ છે, ને ગુણભેદને ગૌણ કહ્યો તેમ કોઈ કહે કે દ્રવ્યમાં પર્યાય છે અને તેને ગૌણ કરી તો તે બરાબર નથી. પર્યાયમાં પર્યાયને ગૌણ કરી છે. પર્યાય તો દ્રવ્યથી ભિન્ન છે. પર્યાય દ્રવ્યમાં નથી. પર્યાય ભિન્ન રહીને દ્રવ્યને વિષય કરે છે, દ્રવ્યમાં પર્યાય નથી. વસ્તુમાં ગુણ છે પણ તેનું લક્ષ છોડાવવા ગુણભેદને ગૌણ કરીને અભેદ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવે છે. તેમ વસ્તુમાં પર્યાય છે એમ કોઈ કહે તો બરાબર નથી. પર્યાય તો પર્યાયમાં છે. પર્યાયને ગૌણ કરી એટલે કે દ્રવ્યમાં પર્યાય છે, પણ ગૌણ કરી એમ કોઈ કહે તો એમ નથી. ભાઈ ! આ ચોખવટ બરાબર સમજવી જોઈએ.
૮૮. સર્વજ્ઞદેવનું ફરમાન છે કે તારી દયા તું પાળ. એટલે કે જેવડો તું છે, જેવો તું છે, તેવડા અને તેવો તું તને માન. ત્યારે તે યા પાળી કહેવાય.
૮૯. નિર્મળ પર્યાય બહિર્તત્ત્વ છે, તે અંતઃતત્ત્વ નથી. તેને ગૌણ કરી દ્રવ્યસ્વભાવનો આશ્રય લેતાં નિર્વિકલ્પ અનુભવ થાય તે ધર્મ છે. શુદ્ધ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે. અશુદ્ધનું લક્ષ છોડી પર્યાય ત્રિકાળી દ્રવ્યની દૃષ્ટિ કરે છે.
૯૦. પર્યાય આ બાજુ જે અભેદ છે તે તરફ ઢળી તે અપેક્ષાએ એ અભેદ કહેવાય. બાકી પર્યાય તો દ્રવ્યથી ભિન્ન રહે છે. પર્યાય તો ભિન્ન રહી અભેદની દૃષ્ટિ કરે છે - અભેદ જેવી સામર્થ્યવાન થઈ જાય છે તેથી અભેદ કહેવાય છે. દ્રવ્યમાં પર્યાય ભેળવી દે તો વ્યવહાર થઈ જાય, ભેદ દષ્ટિ થઈ જાય. પર્યાય તો