________________
૪. આત્મસ્વરૂપ ને ધ્યાનહેતુ ભૂમિકાનો ક્રમ :
આમાં આ પ્રમાણે ક્રમ પડે છે.
૧) પાત્રતા
૨) મુમુક્ષુતા
૩) જિજ્ઞાસા ૪) આત્માર્થી
૨૨૭
૫) સ્વભાવ સન્મુખ મિથ્યાદષ્ટિ ૬) અનુભવાર્થી.
૧. વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન એટલે આગમ - અધ્યાત્મનો સુમેળ(સંતુલન) હોય એવી પ્રથમ સમજ હોય અર્થાત્ વૈચારિક ભૂમિકામાં અસમાધાન ન હોય.
૨. સહજ વૈરાગ્ય એટલે રાગથી વિરક્ત. રાગમાં દુઃખનો અનુભવ થાય એટલે જેથી નિરસતા વર્તતી હોય.
૩. મન-ઇન્દ્રિયોની પરાધીનતા ન હોય.
૪. સ્વભાવ તરફ ઢળવાનું વલણ-ઉપયોગની ચંચળતા ઘટી અર્થાત્ અચંચળ ચિત્તવાળો થઈ ગયો હોય.
૫. શીઘ્રતાથી પોતાનું કાર્ય(શ્રેય) કરવાની વૃત્તિ ઉત્પન્ન થતાં હવે એ કાર્યમાં પ્રમાદ ન હોય.
૬. ધૈર્યવાન હોય અને અધીરજ અથવા ઉતાવળથી કાર્ય કરવાને જે ઉત્સુક ન હોય, સહજ સ્વભાવનો ખ્યાલ હોય.
૭. એક માત્ર મુક્તિનો ઇચ્છુક - જેનું લક્ષ પૂર્ણતાનું હોય.
૮. સ્વક્ષેત્રમાં વ્યાપ્ય-વ્યાપકભાવથી અસ્તિત્વપણાનું જોર(સંવેગ) હોય.
૯. જેને નિજ પરમ પદની અત્યંત અત્યંત મહિમા હોય.
૧૦. આ વાત પાંચ ‘૫’માં આવે છે - સ્વભાવનો પ્રમોદ (મહિમા), પરિચય, પ્રીતિ, પ્રવૃત્તિ અને પ્રાપ્તિ. ‘પરમપદનું ધ્યાન જ પરમપદની પ્રાપ્તિનું કારણ છે.’
પૂર્ણતાના લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે.
૫. સ્વભાવની પ્રાપ્તિ માટે ક્રમબદ્ધ ઉપદેશ પ્રધાન વચનો ઃ
(શમ)
( સંવેગ)
(નિર્વેદ)
૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો; અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. (અનુકંપા)
(સર્વ આત્મામાં સમદષ્ટિ દો. દ્રવ્ય સ્વભાવથી બધા આત્મા એકરૂપ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ...)
૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને શમાવો. (કષાયની ઉપશાંતતા.....)
૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા કરો.
(માત્ર મોક્ષ અભિલાષ.)
૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાઓ. એ કરતાં હવે અટકો. (જેને ભવનો ભય લાગ્યો હોય.....)