________________
૨૯૪ દ્રવ્યથી પણ ન થાય, પણ પર્યાયની યોગ્યતારૂપ જન્મક્ષણે સ્વકાળથી પર્યાય થાય છે એમ ભગવાનનો પોકાર છે ને અનંત દ્રવ્યોનો આવો જ સ્વભાવ છે. ૧૯) જગતની જે ચીજ જે કાળે જેમ પરિણમવાની છે તે તેમ જ પરિણમશે, તેનો તો જીવ કર્તા નથી, પરંતુ જે પર્યાય થાય - નિર્મળ પર્યાય થાય તેનો પણ કર્તા નથી, તે પણ ક્રમબદ્ધ થાય છે. ચૈતન્યને જાણતું જે જ્ઞાન પ્રગટ થાય છે તે પણ ક્રમબદ્ધ થાય છે, તેનો કર્તા પણ ધ્રુવ તત્વ નથી. પોતે જ્ઞાનસ્વરૂપ છે એવી દષ્ટિ થતાં તે કાળે બાહ્યમાં જગતના જે પરિણામ થાય છે તેમ તે જાણે છે અને તે જાણવાની પર્યાય પણ ક્રમબદ્ધ થાય છે તેમ સમ્યજ્ઞાની જાણે છે. ૨૦) સ્વ કે પર કોઈ દ્રવ્યને, કોઈ ગુણને કે કોઈ પર્યાયને ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી ગયું. એકલો વીતરાગી જ્ઞાતાભાવ જ રહી ગયો. તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ! બસ ! જ્ઞાનમાં જ્ઞાતા-દાપણું રહેવું તે જ સ્વરૂપ છે, તે જ બધાનો સાર છે. જ્ઞાતાભાવને ચૂકીને
ક્યાંય ફેરફાર કરવાની બુદ્ધિ તે મિથ્થાબુદ્ધિ છે. ૬. શ્રી સમયસારજીની ૪૭ શક્તિ
૧) જીવત્વ શક્તિ આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત્
સ્વરૂપ છે એવી જીવત્વ શક્તિ. ૨) ચિતિ શક્તિઃ અજડત્વ સ્વરૂપ ચિતિ શક્તિ. ચેતનત્વ જેનું સ્વરૂપ છે એવી સ્થિતિ શક્તિ, ૩) દેશિ શક્તિ અનાકાર ઉપયોગમયી દેશિ શક્તિ. જેમાં શેયરૂપ આકાર અર્થાત્ વિશેષ નથી એવા દર્શનોપયોગમયી દશિ શક્તિ. ૪) જ્ઞાન શક્તિ સાકાર ઉપયોગમયી જ્ઞાન શક્તિ. જે શેય પદાર્થોના વિશેષ રૂપ આકારોમાં ઉપયુક્ત થાય છે એવી જ્ઞાનોપયોગમયી જ્ઞાન શક્તિ. ૫) સુખ શક્તિ અનાકુળતા જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી સુખ શક્તિ. ૬) વીર્ય શક્તિ આત્મસ્વરૂપની રચનાના સામરૂપ વીર્ય શક્તિ. ૭) પ્રભુત્વશક્તિઃ જેનો પ્રતાપ અખંડિત છે અર્થાત્ કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વાતંત્ર્યથી શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વ શક્તિ. ૮) વિભુત્વ શક્તિ સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વ શક્તિ. (જેમ કે જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપે છે.) ૯) સર્વદર્શિત્વ શક્તિ સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવારૂપે (અર્થાત્ સર્વ પદાર્થોના સમૂહરૂપ લોકાલોકને સત્તામાત્ર ગ્રહવારૂપે) પરિણમતા એવા આત્મદર્શનમયી સર્વદર્શિત્વ શક્તિ. ૧૦) સર્વજ્ઞત્વ શક્તિઃ સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વ શક્તિ.