________________
૨૯૩
જ આખી ફરી જાય છે. જ્ઞાનસ્વભાવ છું એમ નિર્ણય કર્યો ત્યાં બધું જેમ છે તેમ છે, ફેરવવું અને ન ફેરવવું શું ? જેમ છે તેમ છે. નિયતનો નિશ્ચય કરવા જાય ત્યાં જ સ્વભાવનો પુરુષાર્થ સાથે જ છે અને ૧ રાગ પણ મંદ પડી ગયો છે. જ્ઞાનસ્વભાવમાં છું એમ નક્કી થઈ ગયું પછી બધું જેમ છે તેમ છે. ગ્રહવા યોગ્ય બધું ગ્રહાઈ ગયું ને છોડવા યોગ્ય બધું છૂટી ગયું. જ્ઞાતાનો પુરુષાર્થ ચાલુ જ છે. રાગ ઘટતો જાય છે એટલે પૂર્ણ વીતરાગતા થઈ જશે.
૧૨) કરવા-ફરવાનું છે જ ક્યાં ? કરું કરુંની દૃષ્ટિ છોડવાની છે. રાગને કરવાનું તો છે જ નહિ પણ આત્મામાં અનંત ગુણ છે તેનું પરિણમન પણ સમયે સમયે થઈ રહ્યું છે તેને પણ કરે શું ? ફક્ત તેના ઉપરથી દૃષ્ટિ છોડીને અંદરમાં જવાનું છે.
૧૩) જે પર્યાય થવાવાળી છે તેને કરવું શું ? અને જે નહિ થવાવાળી છે તેને પણ કરવું શું ? એવો નિશ્ચય કરતાં જ કર્તૃત્વબુદ્ધિ તૂટીને સ્વભાવ સન્મુખ થઈ જાય છે. એવા ત્રિકાળી સ્વભાવનો નિશ્ચય કરવો એ જ સમ્યગ્દર્શન છે.
૧૪) કરવાની બુદ્ધિ છૂટી જાય એ ક્રમબદ્ધનું પ્રયોજન છે. પરમાં તો કાંઈ કરી જ શકતો નથી, પોતામાં પણ જે રાગ થવાનો છે તે થાય છે એને કરવો શું ? રાગમાંથી પણ કર્તૃત્વ બુદ્ધિ છૂટી ગઈ, ભેદ અને પર્યાય ઉપરથી પણ દષ્ટિ છૂટી ગઈ ત્યારે ક્રમબદ્ધની પ્રતીતિ થઈ. ક્રમબદ્ધની પ્રતીતિમાં તો જ્ઞાતા-દૃષ્ટા થઈ ગયો. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ છે.
૧૫) સર્વજ્ઞ ભગવાન પણ પોતાની ક્રમસર જે પર્યાય થવાની છે તેના કર્તા નથી, જાણનાર છે. જેમ માળામાં મણકા જે સ્થાને છે તે સ્થાને જ છે, આગળ-પાછળ થઈ જાય તો માળા એકરૂપ અખંડ નથી રહેતી. જે સમયે જે પર્યાય થવાની છે તેને કાળલબ્ધિ કહેવામાં આવે છે. ભાઈ ! સર્વજ્ઞની જેમ તું પણ જ્ઞાયક જ છો એમ નિર્ણય લાવ !
૧૬) વિકલ્પનો ભાવ પણ ક્રમસર થાય છે, પણ જ્યાં તેના કાળક્રમે નીકળે છે ત્યાં મેં કર્યો એમ તેને ભ્રમ પડી જાય છે. આકુળતામય શુભાશુભ ભાવથી ભિન્ન તારો નિરાકુળ જ્ઞાયક સ્વભાવ છે. તેને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શે નહિ, પદાર્થની દરેક સમયની પર્યાય ક્રમબદ્ધ થાય - એ વાત સમજવામાં મહા પુરુષાર્થ છે. પ્રભુ ! આ એક જ કરવા જેવું છે.
૧૭) શ્રદ્ધા એવી હોય કે રાગને ઘટાડે, જ્ઞાન એવું હોય કે રાગને ઘટાડે, ચારિત્ર એવું હોય કે રાગને ઘટાડે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. ક્રમબદ્ધની શ્રદ્ધા પણ એને કહેવાય કે જે રાગને ઘટાડે. ક્રમબદ્ધની શ્રદ્ધામાં અકર્તાપણું આવે છે. જે થાય તેને કરે શું ? જે થાય તેને જાણે છે. જાણનાર રહેતાં, જ્ઞાતા રહેતાં રાગ ટળતો જાય છે ને વીતરાગતા વધતી જાય છે.
૧૮) સિદ્ધાંત તો એમ કહે છે કે છ એ દ્રવ્યની પર્યાયનો જન્મક્ષણ હોય છે. જે સમયે પર્યાય થવાનો કાળ છે તે જ સમયે પર્યાય થાય છે. એ પર્યાય પરદ્રવ્યથી ન થાય, નિમિત્તથી ન થાય, પોતાના