________________
૨૮૮ ધર્મ કરવો હોય -આત્માનું કાંઈ પણ હિત કરવું હોય તેણે બીજુ બધું એક કોર મુકીને આ સમજવું પડશે. ભાઈ ! તારા ચૈતન્યનો પ્રકાશ સ્વભાવ છે, તે નવી નવી ક્રમબદ્ધ પર્યાયે ઊપજતો થકો, જ્ઞાયક સ્વભાવના ભાનપૂર્વક રાગાદિને કે નિમિત્તોને પણ જ્ઞાતાપણે જાણે જ છે, જ્ઞાતાપણે ઊપજે છે પણ રાગના કર્તાપણે ઊપજતો નથી. ૪૦) નિમિત્ત અકિંચિત્કર હોવા છતાં સમાં સત્ જ નિમિત્ત હોય. નિમિત્ત અકિંચિકર હોવા છતાં, સમ્યજ્ઞાન પામનારને નિમિત્ત કેવું હોય તે જાણવું જોઈએ. આત્માનું અપૂર્વ જ્ઞાન પામનાર જીવને સામે નિમિત્ત તરીકે પણ જ્ઞાની જ હોય. ત્યાં, સમ્યજ્ઞાનરૂપે પરિણમેલો સામા જ્ઞાનીનો આત્મા તે “અંતરંગ નિમિત્ત છે અને તે જ્ઞાનીનો ઊપદેશ તે બાહ્ય નિમિત્ત છે. એ રીતે સમ્યજ્ઞાન આપવામાં જ્ઞાની જ નિમિત્ત હોય છે, અજ્ઞાની નિમિત્ત ન હોય, તેમ જ એકલી જડ વાણી પણ નિમિત્ત ન હોય. સમાં કેવું નિમિત્ત હોય તેના ઓળખે તો અજ્ઞાની-મૂઢ છે, ને નિમિત્ત કાંઈ આપી દે એમ માને તો પણ મૂઢ -મિથ્યાષ્ટિ છે. વસ્તુનું સ્વરૂપ તો આવું છે, તેમાં બીજું કાંઈ થાય તેમ નથી. ૪૧) કમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય ક્યારે થાય?: ક્રમબદ્ધ પર્યાયમાં અમારે મિથ્યાત્વ આવવાનું હશે તો?' એમ શંકા કરનારને ક્રમબદ્ધ પર્યાયનો ખરો નિર્ણય થયો જ નથી. સાંભળ રે સાંભળ અરે મૂઢ! તેંકમબદ્ધ પર્યાય કોની સામે જોઈને માની? તારા જ્ઞાયક દ્રવ્ય સામે જોઈને માની કે પરની સામે જોઈને ? જ્ઞાયક દ્રવ્યની સન્મુખ થઈને ક્રમબદ્ધની પ્રતીત કરી તેને તો મિથ્યાત્વ હોય જ નહિ. અને જો એકલા પરની સામે જોઈને તું ક્રમબદ્ધની વાત કરતો હોય તો તારો ક્રમબદ્ધનો નિર્ણય જ ખોટો છે. તારી ક્રમબદ્ધ પર્યાયપણે કોણ ઊપજે છે? -જીવ, જીવ કેવો? -કે જ્ઞાયક સ્વભાવી; તો આવા જીવા તત્વને તેલક્ષમાં લીધું છે? જો આવા જ્ઞાયક સ્વભાવી જીવ તત્ત્વને જાણીને ક્રમબદ્ધ પર્યાય માને તો તો જ્ઞાતાપણાની જ ક્રમબદ્ધ પર્યાય થાય, ને મિથ્યાત્વ થાય જ નહિ, મિથ્યાત્વપાગે ઊપજે એવો જ્ઞાયકનો સ્વભાવ નથી. ૪૨) જો નિમિત્ત કાંઈ કરતું ન હોય તો તેની ઉપયોગીતા શું છે? ભાઈ ! આત્મામાં પરની ઉપયોગીતા છે જક્યાં? ઉપયોગીતા તો ઉપયોગ સ્વભાવરૂપ આત્માની જ છે, નિમિત્તની ઉપયોગીતા નિમિત્તમાં છે, પણ આત્મામાં તેની ઉપયોગિતા નથી. ‘આત્મામાં નિમિત્તની ઉપયોગિતા નથી' એમ માનવાથી કાંઈ જગતમાંથી નિમિત્તના અસ્તિત્વનો લોપ થઈ જતો નથી, તે જ્ઞાનનું શેય છે. જગતમાં શેયપણે તો ત્રણ કાળ ત્રણ લોક છે; તેથી કાંઈ આત્મામાં તેની ઉપયોગિતા થઈ ગઈ? અજ્ઞાનીઓ એમ કહે છે કે “નિમિત્તની ઉપયોગિતા માનો એટલે કે નિમિત્ત કાંઈ કરી દે એમ માનો, તો નિમિત્તને માન્યું કહેવાય.” પણ ભાઈ! નિમિત્તને નિમિત્તમાં જ રાખ; આત્મામાં નિમિત્તની ઉપયોગિતા નથીએમ માનવામાં જ નિમિત્તનું નિમિત્તપણું રહે છે. પણ નિમિત્ત ઉપયોગી થઈને આત્મામાં કાંઈ કરી દે એમ માનતા નિમિત્ત નિમિત્તપણે નથી રહેતું, પણ ઉપાદાન-નિમિત્તની એકતા થઈ જાય છે; એટલે કે મિથ્યાત્વ થઈ જાય છે. નિમિત્તનું અસ્તિત્વ જેમ છે તેમ જાણવું જોઈએ. પણ જેને શુદ્ધ ઉપાદાનરૂપ જ્ઞાયક સ્વભાવની દષ્ટિ નથી ને એકલા નિમિત્તને જાણવા જાય છે તેને નિમિત્તનું યથાર્થ