________________
૨૮૮ (૭) મોક્ષ: પરનો અકર્તા થઈને જ્ઞાયક સ્વભાવમાં એકાગ્ર થતાં ક્રમબદ્ધ પર્યાયમાં અંશે શુદ્ધતા પ્રગટી છે, ને હવે આ જ ક્રમે જ્ઞાયક ભાવમાં પૂર્ણ એકાગ્ર થતાં પૂર્ણ જ્ઞાતા-દષ્ટાપણું (કેવળજ્ઞાન) પ્રગટી જશે ને મોક્ષ દશા થઈ જશે - એવી શ્રદ્ધા હોવાથી મોક્ષ તત્ત્વની પ્રતીત પણ તેમાં આવી ગઈ.
આ રીતે જ્ઞાયક સ્વભાવની સન્મુખ થઈને ક્રમબદ્ધ પર્યાયની પ્રતીત કરતાં તેમાં તવાર્ય શ્રદ્ધાનમ્ સ નમ્ આવી જાય છે. ૩૭) જ્ઞાયક સ્વભાવી જીવરાગનો પણ અકર્તા છે. આત્મા જ્ઞાયક છે; અનાદિથી તેના જ્ઞાયકભાવનો સ્વ-પરપ્રકાશક પ્રવાહ છે, જ્ઞાન તો સ્વ-પરને જાણવાનું જ કામ કરે છે; પણ આવા જ્ઞાયકભાવની પ્રતીત ન કરતાં અજ્ઞાની જીવ રાગના કર્તાપણે પરિણમે છે એટલે કે મિથ્યાત્વપણે ઊપજે છે. આત્મા તો સ્વ-પરપ્રકાશક જ્ઞાયક સ્વભાવી છે, તેનો જ્ઞાયકભાવ ઊપજીને રાગને ઉત્પન્ન કરે, કે મિથ્યાત્વાદિ કર્મોને બંધાવામાં નિમિત્ત થાય એમ નથી; તેમ જ તે કર્મોને નિમિત્ત બનાવીને તેના આશયે પોતે વિકારપણે ઊપજે એવો પણ તેનો સ્વભાવ નથી; પણ જ્ઞાયકના અવલંબને ક્રમબદ્ધ જ્ઞાયકભાવપણે એવો આત્માનો સ્વભાવ છે. પોતે નિમિત્તપણે થઈને બીજાને નહિ ઊપજાવતો, તેમજ બીજાના નિમિત્તે પોતે નહિ ઉપજતો એવો જ્ઞાયક સ્વભાવ તે જીવ છે. સ્વ સન્મુખ રહીને પોતે સ્વ-પરપ્રકાશક જ્ઞાનપણે ક્રમબદ્ધ ઊપજતો થકો રાગને પણ શેય બનાવે છે. અજ્ઞાની રાગને શેય ન બનાવતાં, તે રાગની સાથે જ જ્ઞાનની એકતા માનીને મિથ્યાદષ્ટિ થાય છે, ને જ્ઞાની તો જ્ઞાન સ્વભાવમાં જ જ્ઞાનની એકતા રાખીને, રાગને પૃથ્થકપણે શેય બનાવે છે, એટલે જ્ઞાની તો જ્ઞાયક જ છે, કાગનો પણ તે કર્તા નથી. ૩૮) કઈ દૃષ્ટિથી કમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય? : ક્રમબદ્ધના વર્ણનમાં જ્ઞાયકની જ મુખ્યતા છે, રાગાદિની મુખ્યતા નથી. જીવ પોતાની ક્રમબદ્ધ પર્યાયપણે ઊપજે છે, તેમાં જ્ઞાન, શ્રદ્ધા વગેરે ગુણોનું પરિણમન ભેગું જ છે. તે પરિણમનપણે કોણ ઊપજે છે? કે જીવ ઊપજે છે. તે જીવ કેવો છે? કે જ્ઞાયક સ્વભાવી, આવો નિર્ણય કરનાર પોતાના જ્ઞાયક સ્વભાવના અવલંબને જ્ઞાનભાવે જ એટલે કે શ્રદ્ધા, જ્ઞાન, આનંદવગેરેની કમબદ્ધ પર્યાયપણે ‘કાગ’ નથી ઊપજતો પણ જ્ઞાયક સ્વભાવી જીવ ઊપજે છે. માટે જ્ઞાયક સ્વભાવ ઉપર જેની દષ્ટિ છે તેને જ ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય છે, ને તેની ક્રમબદ્ધ પર્યાયો નિર્મળ થતી જાય છે. ૩૯) આત્મહિતને માટે ભેદજ્ઞાનની સીધી સાદી વાત: જુઓ, આ તો સીધી સાદી વાત છે કે દરેક દ્રવ્ય પોતે જ પોતાની ક્રમબદ્ધ પર્યાયપણે પરિણમે છે, તો બીજો તેમાં શું કરે ? ભગવાન આત્મા જ્ઞાયક છે, તે ક્રમબદ્ધ પોતાના જ્ઞાયકભાવપણે ઊપજતો થકો જ્ઞાયકભાવની જ રચના કરે છે, રાગપણે ઊપજ કે રાગને રચે એવું જીવ તત્ત્વનું ખરું સ્વરૂપ નથી, તે તો આસવ અને બંધ તત્ત્વમાં જાય છે. અંતરમાં રાગ અને જીવનું પણ ભેદજ્ઞાન કરવાની આ વાત છે. નિમિત્ત કાંઈ કરે એમ માનનારને તો હજી બહારનું ભેદજ્ઞાન પણ નથી -પરથી ભિન્નતાનું પણ જ્ઞાન નથી, તો પછી ‘જ્ઞાયકભાવ તે રાગના કર્તાનથી' એવું અંતરનું (જ્ઞાન અને રાગ વચ્ચેનું) ભેદજ્ઞાન તો તેને ક્યાંથી હોય? પણ જેને