________________
૨૮૭
(૫) તેને અકર્તાપણું થયું. (૬) તણે સમસ્ત જૈન શાસનને જાણ્યું. (૭) તેણે દેવ-ગુરુ-શાસ્ત્રને ખરેખર ઓળખ્યા. (૮) તેને નિશ્ચય-વ્યવહાર બન્ને એક સાથે આવ્યા. (૯) તેની પર્યાયમાં પાંચેય સમવાય આવી ગયા. (૧૦) યોગ્યતા જ નિયામક કારણ છે તેને નિર્ણય થયો એટલે ઇષ્ટ ઉપદેશ પણ તેનામાં આવી ગયો.
પોતે પોતાના જ્ઞાયક સ્વભાવ સન્મુખના પુરુષાર્થ વડે નિર્મળ પર્યાયપણે ઉપજ્યો ત્યાં કેવળી ભગવાને ક્રમબદ્ધ પર્યાયમાં જે નિર્મળ પર્યાય થવાનું જોયું હતું તે જ પર્યાય આવીને ઊભી રહી. આ રીતે જ્ઞાયક સ્વભાવનો પુરુષાર્થ કરનારને પર્યાયમાં મિથ્યાત્વ ટળીને સમ્યગ્દર્શનના અપૂર્વ સંસ્કાર પડ્યા વગર રહે નહિ, અને ક્રમબદ્ધ પર્યાયનો ક્રમ પણ તૂટે નહિ - આવો મેળ જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિ વગર સમજાશે નહિ.
કમબદ્ધ પર્યાયનો નિર્ણય પણ જ્ઞાયક સ્વભાવની દષ્ટિ વડે જ થાય છે, તેથી તેમાં જૈન શાસન આવી જાય છે.
જ્ઞાયકભાવનો ક્રમબદ્ધ પ્રવાહ!! જ્ઞાનીને પોતાના જ્ઞાયક સ્વભાવમાં એકતા વડે સમ્યગ્દર્શનથી શરૂ કરીને ઠેઠ કેવળજ્ઞાન સુધી એકલા જ્ઞાયકભાવની ક્રમબદ્ધ ધારા ચાલી જાય છે. ૩૬) ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં સાતતત્ત્વોની શ્રદ્ધા જીવ અને અજીવ બન્નેની અવસ્થા, તે તે કાળ ક્રમબદ્ધ સ્વતંત્ર થાય છે, તેમને એક બીજા સાથે કાર્ય-કારકપણું નથી. જીવનો જ્ઞાયક સ્વભાવ છે, તે જ્ઞાયકને જાણવાની મુખ્યતાપૂર્વક ક્રમબદ્ધ પર્યાયનો જાણનાર છે - આવી પ્રતીતમાં સાતે તત્ત્વોની શ્રદ્ધા પણ આવી જાય છે. એટલે તવાર્ય શ્રદ્ધાનમ્ સ નમ્ આમાં આવી જાય છે. (૧-૨) જીવ અને અજીવ મારા જ્ઞાનાદિ અનંત ગુણોના ક્રમબદ્ધ જ્ઞાતા-દષ્ટ પરિણામપણે હું ઊપજું ને તેમાં હું તન્મય છું. આવી સ્વસમ્મુખ પ્રતીતમાં જીવ તત્વની પ્રતીતિ આવી ગઈ; જ્ઞાતા-દષ્ટપણે ઊપજતો થતો હું જીવ છું, અજીવ નથી, એ રીતે અજીવથી ભિન્નપણું – કર્મના અભાવ વગેરેનું જ્ઞાનપણું આવી ગયું, એટલે અજીવ તત્ત્વની પ્રતીત થઈ ગઈ. (૩-૪-૫-૬) આસવ-બંધ-સંવર-નિર્જરા જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિથી શ્રદ્ધા-જ્ઞાન નિર્મળ થયા છે, ચારિત્રમાં પણ અંશે શુદ્ધતા પ્રગટી છે, તેમ જ હજી સાધક દશા હોવાથી અમુક રાગાદિ પણ થાય છે. ત્યાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રનું જેટલું નિર્મળ પરિણમન છે તેટલા સંવર-નિર્જરા છે. તથા જેટલા રાગાદિ થાય છે તેટલા અંશે આસવ-બંધ છે. તે સાધકને તે શુદ્ધતા અને અશુદ્ધતા બન્નેનું જ્ઞાન વર્તે છે, તેથી તેને આસવ-બંધ-સંવર-નિર્જરા તત્ત્વોની પ્રતીત પણ આવી ગઈ.