________________
૨૭૭ ૩) જે જીવ પોતાના શુદ્ધભાવને વિકારથી અને પરથી જુદો જાણીને ઉપાદેય માને છે તે ધર્માત્મા સમ્યગ્દષ્ટિ છે. ૪) વિકાર જેટલો જ આત્માને માનવો તે અજ્ઞાન છે; ને વિકલ્પથી ભિન્ન શુદ્ધ આત્મસ્વરૂપને જાણવું તે સમ્યજ્ઞાન છે. ૫) સમ્યગ્દર્શન અંતર સ્વભાવના અવલંબને પ્રગટે છે અને જિનસૂત્ર પણ તે સ્વભાવનું અવલંબન કરવાનું બતાવે છે. સમ્યગ્દર્શનનું બાહ્ય નિમિત્ત જિનસૂત્ર છે. ૬) જિનસૂત્રોને યથાર્થ જાણનારા એવા સમ્યગ્દષ્ટિ જીવો જ બીજા જીવોને સમત્વ પરિણમનના અંતરંગ હેતુ છે. ૭) અંતરંગ શુદ્ધાત્મા કારણ તત્વ એવો મારો જ આત્મા ઉપાદેય છે - એવી નિર્વિકલ્પ શ્રદ્ધા તે નિશ્ચય સમ્યકત્વ છે. સમ્યકત્વનું ખરું (પરમાર્થ) અંતરંગકારણ તો પોતાનો શુદ્ધ કારણપરમાત્મા જ
૮) અભેદ આત્મસ્વભાવના આશ્રયે જ વીતરાગી ધર્મ પ્રગટે છે. ૯) ધર્મની શરૂઆતથી પૂર્ણતા સુધી પોતાના શુદ્ધ આત્મદ્રવ્ય સિવાય બીજા કોઈનું અવલંબન નથી.
જ્યાં સુધી નિમિત્ત, રાગ, ભેદ કે પર્યાય ઉફર દષ્ટિ રહે ત્યાં સુધી આત્માનું સમ્યગ્દર્શન થતું નથી. ૧૦) આત્માની આરાધના, આત્માની પ્રસન્નતા, આત્માની કૃપા, આત્માની ભક્તિ, આત્માની સિદ્ધિ તે શુદ્ધ રત્નત્રય વડે જ થાય છે. ત્રિકાળી શક્તિથી પરિપૂર્ણ દ્રવ્ય તે કારણપરમાત્મા - જે
પર્યાય પ્રગટે તે કાર્યપરમાત્મા છે. ધ્રુવ આત્મા જ મોક્ષનું નિશ્ચય કારણ છે. ૩. કર્તા-કર્મની પ્રવૃત્તિનો અભાવ કેમ થાય??
જ્ઞાનથી કર્તા-કર્મની પ્રવૃત્તિનો અભાવ થાય છે. જ્ઞાનના મહિમાનું કાવ્ય “આ લોકમાં હું ચૈતન્યસ્વરૂપ આત્મા તો એક કર્તા છું, અને આ ક્રોધાદિ ભાવો મારા કર્મ છે” એવી અજ્ઞાનીઓની કર્તા-કર્મની પ્રવૃત્તિ છે તેને બધી તરફથી શમાવતી (મટાડતી) જ્ઞાનજ્યોતિ સ્કુરાયમાન થાય છે. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? જે પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી, જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી અને પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી જે સમસ્ત લોકાલોકને સાક્ષાત કરે છેપ્રત્યક્ષ જાણે છે.
આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે પરદ્રવ્ય તથા પર ભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે.
હવે, જ્યાં સુધી આ જીવ આસવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો આસ્રવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે.