________________
૪.
૨૮૧
પોતાના અપરાધથી પરદ્રવ્યના નિમિત્તે થાય છે. તે પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતાં જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આ ચૈતન્યસ્વરૂપને જ અનુભવું છું.
પરદ્રવ્યનું લક્ષ છોડી સ્વરૂપ ભણી ઢળતાં જ નિજ ચૈતન્ય સ્વરૂપને અનુભવતો હું જે આ ક્રોધાદિ ભાવો તે સર્વને ક્ષય કરું છું. જ્ઞાનદર્શન સ્વરૂપ પરિપૂર્ણ એક શુદ્ધ વસ્તુ જે આત્મા તેનો અનુભવ કરતાં આસવોથી હું નિવર્ત છું.
પહેલાં પરમાર્થરૂપ વસ્તુસ્વરૂપ કહ્યું કે હું એક જ છું, શુદ્ધ છું, રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો નિર્મમ છું, જ્ઞાનદર્શન પૂર્ણ છું, પરમાર્થ વિશેષવસ્તુ છું. હવે પર્યાયમાં જે રાગ(વિકાર) થાય છે તે સર્વના નિરોધ વડે ચૈતન્યસ્વરૂપને અનુભવતો તે આસવોનો ક્ષય કરું છું. મિથ્યાત્વને છોડવાની આ રીત છે. જુઓ આ છે તત્વનિર્ણયનો અને ભેદજ્ઞાનનો મહિમા ! આ રીતે જ આસવોથી નિવૃત્ત થવાની વિધિ છે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે.
શાયકમાત્ર શુદ્ધાત્મા અને ક્રમબદ્ધ પર્યાય જેમ છે તેમ જાણ !
૧) ભગવાન આત્માનો જ્ઞાયકસ્વભાવ છે, તે જ્ઞાતા-દૃષ્ટાપણાનું જ કાર્ય કરે છે. ક્યાંય ફેરફાર કરે તેવો તેનો સ્વભાવ નથી, ને રાગને પણ ફેરવવાનો તેનો સ્વભાવ નથી, રાગનો પણ તે જ્ઞાયક છે. જીવ અને અજીવ બધા પદાર્થોની ત્રણે કાળની પર્યાયો(અવસ્થા) ક્રમબદ્ધ થાય છે, આત્મા તેનો જ્ઞાયક છે. આવો આત્મા તે સમ્યગ્દર્શનનો વિષય છે.
૨) દરેક પર્યાયનો સ્વકાળ નિયમિત છે, ને બધાય દ્રવ્યો ક્રમબદ્ધ પર્યાયે પરિણમે છે. ત્યાં ધર્મી જાણે છે કે હું તો જ્ઞાયક છું.
૪
૩) સર્વજ્ઞ ભગવાને ત્રણ કાળ ત્રણ લોકની પર્યાયો જાણી છે. સર્વજ્ઞ ભગવાન જ્ઞાયક પ્રમાણ છે, તેમનો જ્ઞાનસ્વભાવ પૂર્ણ ખીલી ગયો છે અને મારો આત્મા પણ એવો જ જ્ઞાનસ્વભાવી છે. સર્વજ્ઞ પદાર્થોના કારક નથી, માત્ર જ્ઞાયક છે. દરેક પદાર્થ પોતે જ પોતાના છ કારકરૂપે થઈને પરિણમે છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ.
૪) દ્રવ્યમાં જે સમયે જે પર્યાય નિયમિત છે તે ક્રમબદ્ધ પર્યાયને તે સમયે તે દ્રવ્ય પ્રાપ્ત કરે છે - પહોંચી વળે છે.
૫) જેને જ્ઞાનની શ્રદ્ધા નથી, કેવળીની પ્રતીત નથી, અંતરમાં વૈરાગ્ય નથી, કષાયની મંદતા પણ નથી, સ્વચ્છંદતા છૂટી નથી એવા સ્વચ્છંદી જીવને -તેને- ક્રમબદ્ધ પર્યાયની વાત સમજાય એમ નથી. જો તારા જ્ઞાયક સ્વભાવનો નિર્ણય ન કર તો તું ક્રમબદ્ધ પર્યાયને સમજ્યો જ નથી.
૬) (૧) જીવ અને અજીવ પર્યાયો ક્રમબદ્ધ છે એ જાણ્યું કોણે ? સર્વજ્ઞદેવે.
(૨) ‘‘સર્વજ્ઞદેવે આમ જાણ્યું’’ એમ સર્વજ્ઞતાનો નિર્ણય કોણે કર્યો ? પોતાની જ્ઞાન પર્યાયે. (૩) વર્તમાન પર્યાય અલ્પજ્ઞ હોવા છતાં તેણે સર્વજ્ઞતાનો નિર્ણય કોની સામે જોઈને કર્યો ? જ્ઞાનસ્વભાવની સામે જોઈને કર્યો.