________________
૨૭૯ ગાથાર્થ : જ્યારે આ જીવ આત્મા અને આસ્રવોના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. વિશેષઃ અનાદિથી અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા-કર્મની પ્રવૃત્તિ છે. તે ભેદજ્ઞાન થતાં જીવ એનાથી નિવૃત્ત થાય છે. જ્ઞાનમાં ક્રોધાદિ નથી અને ક્રોધાદિમાં જ્ઞાન નથી એવો બન્નેનો સ્વભાવભેદ અને વસ્તુભેદ જાણીને જ્યાં અંતર્દષ્ટિ સહિત ભેદજ્ઞાન થયું ત્યાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા-કર્મની પ્રવૃત્તિથી જીવ નિવૃત્ત થાય છે. ભેદજ્ઞાનનો મહિમા જુઓ!
જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે અને જે કોઈ બંધાયા છે તે ભેદવિજ્ઞાનના અભાવથી બંધાયા છે. જીવને અજ્ઞાન અનાદિનું છે. તે વડે કર્તા-કર્મની પ્રવૃત્તિ છે. ભેદવિજ્ઞાન થતાં તે કર્તા-કર્મથી નિવૃત્ત થાય છે. અને તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌગલિક દ્રવ્યકર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતાં જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. ક્રોધ અને આત્માનુ ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટી જાય છે અને નવું કર્મ પણ બંધાતું નથી. આ પ્રમાણે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. અહીં જ્ઞાન એટલે એકલું (બહારનું) જાણપણું એમ નહિ, પણ રાગથી ભિન્ન પડી સ્વભાવની પ્રતીતિ, સ્વભાવનું જ્ઞાન અને એમાં જ રમણતા એવી જે જ્ઞાનની ક્રિયા તેનાથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. એટલે કે નવું કર્મ બંધાતું નથી. હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છે :
“અશુચિપણું, વિપરીતતા એ આગ્નવોના જાણીને,
વળી જાણીને દુઃખ કારણો, એથી નિવર્તન જીવ કરે.” ગાથાર્થ આસવોનું અશુચિપણું અને વિપરીત પણું તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. ભાવાર્થ: ૧) આસવો અશુચિ છે, આત્મા પવિત્ર છે. ૨) આસવો વિપરીત છે - જડ છે, આત્મા ચૈતન્ય જ્ઞાતા છે. ૩) આસવો દુઃખરૂપ છે, આત્મા સુખરૂપ છે.
એ રીતે લક્ષણભેદથી બન્નેને ભિન્ન જાણીને આસ્રવોથી આત્મા નિવૃત્ત થાય છે અને તેને કર્મનો બંધ થતો નથી. ૧) ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ ચૈતન્યમાત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ જ છે. (પવિત્ર જ છે, ઉજ્જવળ જ છે.) ૨) ભગવાન આત્મા તો પોતાને સદાય વિજ્ઞાનઘન સ્વભાવપણું હોવાથી, પોતે જ ચેતક છે (જ્ઞાતા. છે)-પોતાને અને પરને જાણે છે. માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે.