________________
૨૭૮ આત્મા અને આસવ તાણ જ્યાં ભેદ જીવ જાણે નહિ,
ક્રોધાદિમાં સ્થિત ત્યાં લગી અજ્ઞાની એવા જીવની.” “જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે,
સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને.” ગાથાર્થ જીવ જ્યાં સુધી આત્મા અને આસ્રવ એ બન્નેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આસવોમાં પ્રવર્તે છે; ક્રોધાદિમાં વર્તતા તેને કર્મસંચય થાય છે. ખરેખર એ રીતે જીવનો કર્મોનો બંધ સર્વજ્ઞદેવોએ કહ્યો છે.
જીવના વિકારી ભાવને નિમિત્તમાત્ર કહીને કર્મ પોતે પોતાથી જ પરિણમતું ત્યાં એકઠું થાય છે. આ રીતે જીવ અને પુગલનો પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. અહીં ત્રણ પ્રકારના સંબંધ વિચારવા જેવા છે. (૧) જ્ઞાન અને આત્માનો તાદાત્મ સંબંધ (૨) રાગ અને આત્માનો સંયોગસિદ્ધ સંબંધ (૩) કર્મ અને આત્માનો પરસ્પર અવગાહસિદ્ધ સંબંધ. -હવે (૧) વસ્તુનો સ્વભાવ જ્ઞાન અને વસ્તુ ધ્રુવ આત્મા એ બે નો તાદાત્મ સંબંધ છે અને તેમાં અભેદ ભાવે પરિણમવું તે ધર્મ છે. (૨) રાગ અને આત્માનો સંયોગસિદ્ધ સંબંધ છે છતાં બે ને એક માનીને પરિણમવું તે અજ્ઞાન છે. (૩) કર્મ અને આત્માનો એક ક્ષેત્રાવગાહ સંબંધ છે. એટલે કે કર્મ અને આત્મા પરસ્પર એક ક્ષેત્રમાં વ્યાપીને સંનિકટ રહે એવા સંબંધરૂપ બંધ છે. જીવના પરિણામનું નિમિત્ત પામીને કર્મના પુગલો એકક્ષેત્રે અવગાહીને રહે છે તો પણ ભાવથી તદ્ન જુદા છે. એક ક્ષેત્રે રહે છે તેને પરસ્પર એવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ કહેવાય છે. - કર્તા-કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત અજ્ઞાન છે. અને અજ્ઞાનનું નિમિત્ત પૂર્વના જૂના કર્મનો બંધ છે. અજ્ઞાન કાંઈ આત્માનો મૂળ સ્વભાવ નથી. અજ્ઞાન પર્યાય સ્વયં (અશુદ્ધ) ઉપાદાન છે. અને તેનું નિમિત્ત પૂર્વનો કર્મબંધ છે. કર્મ છે તે કાંઈ અજ્ઞાન કરાવી દે છે એમ નથી, પરંતુ પોતે જ્યાં લગી રાગ-દ્વેષ અજ્ઞાન કર્યા કરે છે ત્યાં લગી કર્મ નિમિત્ત થાય છે.
નિજ ચૈતન્ય સ્વભાવના લક્ષે જેને અજ્ઞાન ટળી જાય છે તેને કર્તા-કર્મની પ્રવૃત્તિ મટે છે અને કર્મના બંધ પણ ટળી જાય છે. આ રીતે કર્તા-કર્મની પ્રવૃત્તિનો અભાવ થાય છે. હવે પૂછે છે કે આ કર્તા-કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે? તેનો ઉત્તર કહે છે :
“આ જીવ જ્યારે આસવોનું તેમ જ નિજ આત્મા તણું,
જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું.”