________________
૨૮૪ પણ તુ - આમ બધું કમબદ્ધ અને વ્યવસ્થિત સત્ છે. તેનો નિર્ણય કર્યો ત્યાં પોતાને જ્ઞાતાપણું જ રહ્યું ન કર્તાપણાની મિથ્યા બુદ્ધિ મટી. ૨૭) જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં પાંચે ય સમવાય આવી જાય છે. (૧) જે શુદ્ધતા પ્રગટી છે તે સ્વભાવમાંથી જ પ્રગટી છે - તે ‘સ્વભાવ”. (૨) તે સમયે જે નિર્મળ પર્યાય પ્રગટવાની હતી તે જ પ્રગટી છે - તે નિયતિ', (૩) તે વખતે નિમિત્તરૂપ કર્મના ઉપશમાદિ સ્વયં વર્તે છે - તે નિમિત્ત”. (૪) જે નિર્મળ દશા પ્રગટી તે જ તે વખતનો સ્વકાળ છે - તે કાળ'. (૫) સ્વભાવ તરફનો સમ્યક પુરુષાર્થ - તે થયો પુરુષાર્થ'. ઉપર પ્રમાણે સ્વભાવ સન્મુખ પુરુષાર્થમાં પાંચેય સમવાય એક સાથે આવી જાય છે. ૨૮) કર્મની ઉપશમ-ઉદીરણા, સંક્રમણ વગેરે અવસ્થાઓનું શાસ્ત્રમાં વર્ણન આવે છે તે બધી અવરથા પણ ક્રમબદ્ધ છે. બધે જ ઠેકાણે એક જ અબાધિત નિયમ છે કે પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ છે ને આત્મા જ્ઞાયક છે, ફેરફાર કરનાર નથી. ર૯) “જીવ બધું છોડીને ચાલ્યો ગયો’ એમ લોકો કહે છે, પણ ત્યાં કંઈ જીવપણું તેણે થોડું છોડ્યું છે? જીવ જીવપણે રહીને બીજે ગયો છે ને! જેમ જીવપણે સત્ રહ્યો છે તેમ જીવની એકેક સમયની પર્યાય તે તે સમયનું સત્ છે, તે પલટીને બીજા સમયની પર્યાયપણે થઈ જતી નથી. ૩૦) હું જ્ઞાન છું-જ્ઞાયક છું એમ ન માનતા પરમાં ફેરફાર કરવાનું માને છે તે બુદ્ધિ જ મિથ્યા છે. ભાઈ! આત્મા જ્ઞાન છે-એ વાતના નિર્ણય વિના તારું બધું જ ભણતર ઊંધું છે, તારા તર્ક અને ન્યાય પણ ઊંધા છે. ૩૧) બધા જીવોની પર્યાય ક્રમબદ્ધ છે તો હું કોને ફેરવું? બધાય અજીવની પર્યાય પણ ક્રમબદ્ધ છે તો હું કોને ફેરવું? હું તો જ્ઞાયક છું, જ્ઞાયકપણું જ મારો સ્વભાવ છે. હું જ્ઞાતા જ છું, કોઈનો ફેરવનાર નથી કોઈનું દુઃખ મટાડી દઉં કે સુખ કરી દઉંએ વાત મારામાં નથી - આમ પોતાના જ્ઞાયક આત્માનો નિર્ણય કરવો તે સમ્યગ્દર્શન છે. ૩૨) અત્યાર સુધી ઘૂંટેલું બધું ફેરવવું પડે છે. પણ તે બધું ફેરવીને ક્રમબદ્ધ પર્યાય જે રીતે કહેવાય છે તેનો નિર્ણય કર્યા વગર કોઈ રીતે શ્રદ્ધા-જ્ઞાન સાચા થાય તેમ નથી. ૩૩) આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, જ્ઞાન તેનો પરમ સ્વભાવ છે, ને જ્ઞાન સાથે શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્ય વગેરે અનંત ગુણો રહેલા છે. દ્રવ્ય પરિણમતાં તે બધા ગુણોનું ક્રમસર પરિણમન થાય
આત્મા જ્ઞાયક છે એટલો તેનો સ્વભાવ સ્વ-પરને જાણવાનો છે; પરને કરે કે રાગ વડે પરનું