________________
૨૪૯ ૨૫. “આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે!” નિરંતર આત્મભાવના ભાવવી. આત્મજ્ઞાન પ્રાપ્ત
થશે જ. સ્વની ઓળખાણથી સમ્યગ્દર્શન પ્રગટે છે. ૬. હું કોણ છું? - સ્વને ઓળખો: ૧. મુમુક્ષુનું સર્વ પ્રથમ કર્તવ્ય: મૂળભૂત પાત્રતા, યોગ્યતા જોઈએ. સર્વ પ્રથમ નીતિ, વૈરાગ્ય, ઉપશમ
આદિમાં પ્રવર્તવું ઘટે. જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું
જ નામ નીતિ છે. ત્યારે જ ખરા સ્વરૂપમાં વૈરાગ્ય પ્રગટે અને વૃત્તિઓનું, કષાયોનું ઉપશમ થાય. ૨. “હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા; તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા.” ૩. આ પ્રશ્નોનો વિચાર કરી જો યથાર્થ સ્વરૂપ સમજાઈ જાય અને તેની પ્રતીતિ-શ્રદ્ધા થાય તો સમ્યગ્દર્શન
પ્રગટે. ૪. હું કોણ છું? હું એક આત્મા ચૈતન્ય પદાર્થ છું. અનંત જ્ઞાન-અનંત દર્શન-અનંત વીર્ય-અનંત સુખ
એવી અનંત શક્તિઓ-ગુણોનો ભંડાર છું. હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા
સર્વથી ભિન્ન છું” આવું મારું શુદ્ધ સ્વરૂપ છે. ૫. ક્યાંથી થયો? મારી ઉત્પત્તિનું કારણ ક્યાં છે? કયા સંજોગોથી હું ઉત્પન્ન થયો છું? હું અત્યારે
વિદ્યમાન છું એનો અર્થ પહેલાં ક્યાંક હતો અને ભવિષ્યમાં ક્યાંક હોઇશ. મારી ઉત્પત્તિ કોઇ બાહ્ય સંયોગોથી નથી થઈ. હું નિત્ય છું, અનાદિ કાળથી મારું અસ્તિત્વ છે અને અનંત કાળ સુધી હું મારું અસ્તિત્વ ધરાવીશ. હું નિત્ય છું...છું ને છું...! મારા અસ્તિત્વ માટે મને કોઈ બીજા દ્રવ્યની મદદ કે
અપેક્ષાની જરૂર નથી. ૬. શું છે સ્વરૂપ મારું ખરું? હું ચૈતન્ય ભગવાન આત્મા, અજર, અમર, અવિનાશી છું. જ્ઞાન મારો મુખ્ય
ગુણ છે અને જાણવું મારું કાર્ય છે. હું કોઈ પર પદાર્થોનો હર્તા-કર્તા નથી, હું ચેતના સ્વરૂપ છું. ૭. કોના સંબંધે વળગણ? આ જે પુદ્ગલ પરમાણુઓનો દેહ – જડ દેહ તેમજ અન્ય સામગ્રી જે
સંયોગરૂપે જોડાયેલી દેખાય છે તેનાથી હું સંપૂર્ણ ભિન્ન છું. એક પણ પુદ્ગલ પરમાણુ મારા ચૈતન્યસ્વરૂપમાં નથી. આ જે કામણ શરીર - કર્મો છે તે પણ મારું સ્વરૂપ નથી, તે જડ છે, મારાથી
ભિન્ન છે. મને લાભ-નુકસાનનું કારણ નથી. ૮. રાખું કે પરિહરું? રાખવાનો કે પરિહરવાનો પ્રશ્ન જ નથી. તેઓ મારા છે જ નહિ પછી રાખવાનો
ક્યાં પ્રશ્ન છે. બધા પોતપોતાની યોગ્યતાથી એક ક્ષેત્રે આવી ગયા છે અને એનો કાળ પૂરો થતાં પોતાની યોગ્યતા પ્રમાણે સ્વતંત્ર રીતે છૂટા પડી જશે. હું કોઇને દૂર કરી શકું એવી મારી યોગ્યતા નથી. હું તો માત્ર જાણનાર છું. દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે, ક્રમબદ્ધ છે, ઉપાદાનની યોગ્યતા પ્રમાણે છે.