________________
૨૬૯ વિસ્તારપૂર્વક અભ્યાસ આગમ દ્વારા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. તેમાં પોતાના પૂર્વ ગૃહીત અભિપ્રાય અને માન્યતાથી વિરુદ્ધ પ્રકારોનું ઘણું મંથન ચાલે અને તે મંથનને અંતે સત્ય સમંત થાય - પદાર્થનો
યથાર્થ નિર્ણય થઈ જાય - તે જ્ઞાનદશાનું પ્રથમ ચરણ છે. ૫. હવે જે જાણકારી થઈ છે તે સંદર્ભમાં વિચારતાં પોતાના પરિણામોનું અવલોકન થવું-પ્રયોગમાં
મૂકીને તેને સમંત કરવાની - સ્વાનુભૂતિ કરવાની પદ્ધતિ એ ધ્યાનના પ્રયોગ વડે સિદ્ધ થઈ શકે એ
જ્ઞાનદશાનું બીજું ચરણ છે. આ અત્યંત જરૂરી છે. ૬. અવલોકન થયા વિના પરિણામમાં ઉત્પન્ન રસને જીવ પોતે સમજી શકતો નથી. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ
માત્ર ધારણારૂપે પરલક્ષી થઈ જાય છે. પરલક્ષી ધારણા કાર્યકારી નથી. ખરેખર તો સ્વલક્ષી
આત્મલક્ષી તત્ત્વનો અભ્યાસ હોવો ઘટે છે. ૭. ૧) સ્વલક્ષી જ્ઞાન જ પ્રતીતિને ઉત્પન્ન કરી શકે છે.
૨) સ્વલક્ષી જ્ઞાન જ ગુણને-સ્વભાવને સાધી શકે છે. ૩) સ્વલક્ષી જ્ઞાન જ અનુભવમાં આવતા ભાવના ઊંડાણમાં જાય છે તેથી સ્વભાવ વિભાવ જાતિની પરખ આવવાની ક્ષમતા ઉત્પન્ન થાય છે. ૪) સ્વલક્ષી જ્ઞાન સાથે પ્રતીતિ ભળે છે જેને લીધે સ્વરૂપ સ્થિરતાનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. ૫) સ્વલક્ષી જ્ઞાનમાં ઉત્પન્ન થયેલો આત્મસ્વરૂપનો નિર્ણય સ્વરૂપની અનન્ય રુચિ, અંતરમુખી
પુરુષાર્થનું જોર અને અપૂર્વ ચૈતન્યરસ ઉત્પન્ન કરે છે. ૮. જીવના પરિણામના વિજ્ઞાન અનુસાર પરિણામની શકિત તેમાં રહેલાં રસમાં મૌજુદ છે. તેથી વિભાવ
રસ તૂટીને સ્વભાવરસ ઉત્પન્ન થાય તે જીવનું કર્તવ્ય છે. વિભાવરસ - શુભ અને અશુભ બન્ને સમાનપણે આત્માને પ્રતિબંધક છે-તેવું અવલોકન વગર કોઈ બીજી રીતે સમજમાં (અનુભવમાં) આવી શકે નહિ. વૈજ્ઞાનિક પરિસ્થિતિ એવી છે કે પ્રથમ રુચિ પલટયા વિના ઉપયોગ ન પલટે, રુચિ અનુસાર
વીર્ય સ્કુરાયમાન થાય છે. ૯. નિજહિતની તીવ્ર ભાવનાને લીધે મુમુક્ષુ જીવ જ્યારે અવલોકન પદ્ધતિમાં આવે છે ત્યારે પોતાના
જ ચાલતાં પરિણામોનો જે અનુભવ, તેને સમજવાનો અભ્યાસ ચાલે છે. ૧૦. વાંરવારના અવલોકનના દીર્ઘકાલીન અભ્યાસથી અવગુણ ટાળવાના લક્ષવાળા જીવને અનેક પ્રકારના
વિભાવ ભાવોમાં આકુળતાનો અનુભવ થાય છે - તેમ અનુભવ પદ્ધતિથી સમજે છે. ૧૧. વિભાવ ભાવોમાં નિજ હિત નથી છતાં વ્યક્ત મલિનતાને સમજે છે તેથી તે તે ભાવોની અરુચિ
જન્મે છે અને ત્યાંથી ખસવાની સહજ વૃત્તિ ઉદ્ભવે છે. આમ વિભાવ રસ મંદ પડે છે. ૧૨. સામાન્યતઃ સંસારી જીવો અનુકૂળતા-પ્રતિકૂળતાની મુખ્યતામાં સંયોગોને વળગીને પ્રવર્તતા રહે છે,
પરંતુ આત્માર્થી જીવ તે પ્રકારથી અટકી જઈને ઉદયમાં ઇષ્ટ-અનિષ્ટપણાથી નિવર્તવાના પુરુષાર્થમાં