________________
૨૬૨
(૧૬) અંતરમાં જ્ઞાન અને રાગ વચ્ચેની સાંધ પકડવા માટે ઉપયોગમાં ઘણી સૂક્ષ્મતા જોઈએ. ઇન્દ્રિયો અને મન બન્નેથી છૂટીને અતીન્દ્રિય ઉપયોગ વડે રાગથી જુદો આત્મા અનુભવાય છે. આમાં અંતર્મુખ ઉપયોગનો ઘણો પ્રયત્ન છે.
(૧૭) અંદરમાં જીવની પર્યાય સાથે એક પ્રદેશે રહેલાં જે રાગાદિ ભાવો, તેનાથી ભિન્ન શુદ્ધ જીવનો અનુભવ કઠણ છે પણ અશક્ય નથી, થઈ શકે તેવું છે. અનંતા જીવો એવો અનુભવ કરીને મોક્ષ પામ્યા છે.
(૧૮) આત્માનો અનુભવ કરવામાં પ્રવીણ છે તે જીવો નિપુણ છે, મોક્ષને સાધવાની કળા તેમને આવડે છે. આવા ભેદજ્ઞાન નિપુણ જીવો પ્રજ્ઞાછીણી વડે બંધથી ભિન્ન શુદ્ધાત્માને સાધે છે. આવું ભેદજ્ઞાન જીવને આનંદ ઉપજાવે છે. ભેદજ્ઞાન થતાં વેત જ આનંદસ્વરૂપ શુદ્ધાત્મા અનુભવમાં આવે છે ને બંધ ભાવો શુદ્ધ સ્વરૂપથી બહાર જુદા રહી જાય છે. સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય છે. (૧૯) અનાદિથી આત્માના અખંડ રસને સમ્યગ્દર્શન વડે જાણ્યો નથી એટલે પરમાં અને વિકલ્પમાં જીવ રસ માની રહ્યો છે; પણ હું અખંડ એકરૂપ સ્વભાવ છું તેમાં જ મારો રસ છે; પરમાં ક્યાંય મારો રસ નથી - એમ સ્વભાવદષ્ટિના જોરે એકવાર બધાને નિરસ બનાવી દે ! શુભ વિકલ્પ ઉઠે તે પણ મારી શાંતિનું સાધન નથી, મારી શાંતિ મારા સ્વરૂપમાં છે. આવી અપૂર્વ શાંતિનો અનુભવ પ્રગટ થશે. તેનો ઉપાય સમ્યગ્દર્શન જ છે.
(૨૮) આવા સમ્યક્ત્વ પ્રગટ કરવાની આ સરસ મજાની વાત આ સમયસાર શાસ્ત્રમાં કરી છે. બધા એનો અભ્યાસ કરી એ સમ્યગ્દર્શન પ્રગટ કરે !
૧૨ જિજ્ઞાસુએ ધર્મ કેવી રીતે કરવો ? (સમ્યગ્દર્શન કેવી રીતે પ્રગટ કરવું ?) :
૧. જે જીવ જિજ્ઞાસુ થઈ સ્વભાવ સમજવા માંગે છે તે સુખ લેવા અને દુઃખ ટાળવા માંગે છે. સુખ પોતાનો સ્વભાવ છે અને વર્તમાનમાં જે દુઃખ છે તે ક્ષણિક છે તેથી તે ટળી શકે છે. આત્માએ પોતાના ભાવમાં પુરુષાર્થ કરી વિકાર રહિત સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. વર્તમાન વિકાર હોવા છતાં વિકાર રહિત સ્વભાવની શ્રદ્ધા કરી શકાય છે એટલે આ વિકાર અને દુઃખ મારું સ્વરૂપ નથી એમ નક્કી થઈ શકે છે.
૨. પાત્ર જીવનું લક્ષણ ઃ સ્વરૂપનો નિર્ણય કરવા માટે બીજુ કાંઈ દાન, પૂજા, ભક્તિ કે વ્રત-તપાદિ કરવાનું કહ્યું નથી, પણ જ્ઞાનક્રિયા બતાવી છે. શ્રુતજ્ઞાનથી આત્માનો નિર્ણય કરવાનું જ કહ્યું છે. પાત્રતામાં કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર તરફનો આદર અને તે તરફનું વલણ તો ખસી જવું જોઈએ તથા વિષયાદિ પરવસ્તુમાં સુખબુદ્ધિ ટળી જવી જોઈએ, આ બધા તરફથી રુચિ ટળીને પોતાની તરફ રુચિ વળવી જોઈએ. આ બધું જો સ્વભાવના લક્ષે થયેલ હોય તો તે જીવને પાત્રતા થઈ કહેવાય.
૩. સમ્યગ્દર્શનના ઉપાય માટે જ્ઞાનીઓએ બતાવેલી ક્રિયા ઃ ‘‘પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પરપદાર્થની પ્રસિદ્ધિના કારણો