________________
૨૫૨ ૫ સત્સમાગમે આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા ગુરુઓનો ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા
તત્વનો નિર્ણય કરવો યોગ્ય છે. જિનવચન તો અપાર છે. માટે જે મોક્ષમાર્ગની પ્રયોજનભૂત રકમ
છે તે તો નિર્ણયપૂર્વક અવશ્ય જાણવા યોગ્ય છે. ૬. આગમમાં જે પદ્ધતિ બતાવવામાં આવી છે એ પદ્ધતિનો સારી રીતે સમજણપૂર્વક અંગીકાર કરી એ
' જ પદ્ધતિથી અધ્યયન કરવાથી યથાર્થ માર્ગની પ્રાપ્તિ થાય છે. ૭. વર્તમાન કાળમાં ઘણા બધા મતો હોવાને લીધે શાસ્ત્રોની સમજણમાં પૂર્વાપર ઘણી બધી વિરોધતા
જણાય છે. એ દૂર કરવા માટે શાસ્ત્રોના અર્થ કરવાની આગમમાં જે પદ્ધતિ બતાવવામાં આવી છે તે જ પદ્ધતિથી આગમનો અધ્યયન કરવો જોઈએ. શાસ્ત્રોનો અધ્યયન કરવાનો ઉદેશ્ય-તાત્પર્ય એકમાત્ર વીતરાગતા છે. જે કોઈ શાસ્ત્ર અથવા મત રાગ-દ્વેષની ઉત્પત્તિ અને વૃદ્ધિને પોષણ કરતો હોય તો
આ વાત યથાર્થ નથી. ૮. આત્મહિત માટે પ્રથમમાં પ્રથમ સર્વજ્ઞનો નિર્ણય કરવો. હે જીવો! તમારે જો પોતાનું ભલું કરવું છે
તો સર્વ આત્મહિતનું મૂળ કારણ જે ‘આમપુરુષ” તેનો સાચો સ્વરૂપ નિર્ણય કરી જ્ઞાનમાં લાવો”. જે
આત્મજ્ઞ તે સર્વજ્ઞ. ૯. સર્વ જીવોને સુખ પ્રિય છે. માટે જે પોતાનું કલ્યાણ ઇચ્છે છે તેમણે સર્વ સુખનું મૂળ કારણ જે આત
- અહંત સર્વજ્ઞ પરમાત્મા તેમનો યુક્તિપૂર્વક સારી રીતે સર્વથી પ્રથમ નિર્ણય કરી આશ્રય લેવો યોગ્ય
છે. સૌથી પ્રથમ સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર કરી, તેમાં શ્રદ્ધા લાવી તેનું શરણું સ્વીકારો. ૧૦. સાચા શ્રુતજ્ઞાનના અવલંબન વિના અને શ્રુતજ્ઞાનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા વિના
આત્મઅનુભવમાં આવે નહિ. પ્રથમ આજ્ઞાદિ વડે વા પરિક્ષા વડે કુદેવાદિની માન્યતા છોડી અરિહંત દેવાદિનું સ્વરૂપ જાણી તેનું શ્રદ્ધાન કરવું. જીવનું મુખ્ય કર્તવ્ય આગમજ્ઞાન જ છે, એ થતાં તત્ત્વોનું શ્રદ્ધાન થાય છે. સર્વ કાર્યની પહેલાં દઢતા સહિત સ્વાત્મ બોધ કરવો જોઈએ કે હું છું જ'. જ્યાં
સુધી પોતાની સત્તાનો નિર્ણય ન થાય ત્યાં સુધી બધું નિરર્થક છે. ૧૧. સૌથી પહેલાં આત્માનો નિર્ણય કરીને પછી અનુભવ કરવાનું કહ્યું છે. પહેલાંમાં પહેલાં હું નિશ્ચય
સ્વરૂપ છું, બીજુ કાંઈરાગાદિમારું સ્વરૂપ નથી' એવો નિર્ણય કરવો. અથવા હું જ્ઞાનાનંદસ્વભાવી
ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું' એમ નિશ્ચય કરવો. ૧૨. એવો નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાચા શ્રુતજ્ઞાનને ઓળખીને તેનો પરિચય કરવો. સત્કૃતના
પરિચયથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો. ૧૩ આત્માના નિર્ણય પછી તેના પ્રગટ અનુભવ માટે શું કરવું? નિર્ણય અનુસાર જ્ઞાનનું આચરણ તે
અનુભવ છે. પ્રગટ અનુભવમાં શાંતિનું વેદન લાવવા માટે એટલે આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે પર પદાર્થોની પ્રસિદ્ધિના કારણો છોડી દેવા જોઈએ. પરપદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિયો અને મન દ્વારા પર લક્ષે પ્રવર્તતું જ્ઞાન તેને સ્વ તરફ વાળવું.