________________
૨૨૯ માત્ર મોક્ષ અભિલાષ “હવે મારે આ જગતમાંથી કાંઈ પણ જોઈતું નથી - એક મારો આત્મા જ
જોઈએ છેએવી દઢ વૃત્તિથી જ અંતઃકરણની શુદ્ધિ થાય છે. ૪. સંવેગપૂર્વકલગની હવે સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વભાવના અંતરના ઊંડાણમાંથી જાગે છે. જીવ સંવેગપૂર્વક
પોતાના ધ્યેય પ્રત્યે પૂરી લગનથી લાગે છે. ૫. નિજ હિતની દૃષ્ટિઃ પૂર્ણતાનું લક્ષ નિરંતર રહેતું હોવાથી નિજ હિતના પ્રયોજનની દષ્ટિ અહીંથી
પ્રાપ્ત થાય છે. ૬. પુરુષની શોધઃ નિજ હિતના દષ્ટિકોણથી એક અત્યંત મહત્વપૂર્ણ અંતરસૂઝ ઉત્પન્ન થાય છે. જેને
લીધે આત્મજ્ઞાની પુરુષના ચરણકમળના સાનિધ્યમાં રહેવાનો અભિપ્રાય થઈ આવે છે. ૭. યથાર્થતાઃ હવે સમજણની યથાર્થતા ઉત્પન્ન થાય છે. ૮. અવલોકનઃ હવે એક નવી જાગૃતિ ઉત્પન્ન થાય છે. જેથી પોતાના સર્વ પરિણામોમાં અપક્ષપાતપણે - અવલોકન શરૂ થાય છે. ૯. વૈરાગ્ય હવે વૈરાગ્યનો સહજ પુરુષાર્થ શરૂ થાય છે. જ્ઞાનમાં નિર્મળતા અને મધ્યસ્થતા કેળવાતી
જાય છે. ૮. સ્વાનુભૂતિની વિધિનો ક્રમ (સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પ્રથમ શું કરવું?)
૧. પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ, નિજ આત્માનો નિર્ણય કરવો. ૨. દરેક જીવ સુખ ઇચ્છે છે, તો પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે તેવા પુરુષ કોણ છે, તેની ઓળખાણ
કરવી. ૩. તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે જાણવું. તે સર્વજ્ઞ પુરુષે કહેલી વાણી તે આગમ છે, માટે
પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુગને બરાબર જાણવું ૪. જ્ઞાનસ્વરૂપ આત્માનો યથાર્થ નિર્ણય કરવામાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો નિર્ણય કરવાનું વગેરે બધું
આવી જાય છે. ૫. આગમનું અવલંબન કરી જ્ઞાનસ્વભાવ આત્માનો નિર્ણય કરવો. ૬. નિર્ણય તે પાત્રતા છે. આ છે સ્વરૂપની સાચી સમજણ. આ છે જ્ઞાન દશાનું પ્રથમ પગથીયું. ૭. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જાય છે. આ છે ઉપશમ
દશા. ૮. હવે આત્મઅનુભવ માટે રુચિનો પુરુષાર્થ ઉપડવો જોઈએ. એકાગ્રતાનો પ્રથમ અભ્યાસ કરવો પડે.
ઉપયોગને સીમીત કરવાનો મહાવરો કરવો જોઈએ. ૯. હવે શરીરાદિ અને રાગાદિથી અલગ આત્માનો અનુભવ કરવા ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. આ રીતે નવ પગથિયાના ક્રમમાં સ્વાનુભૂતિની વિધિનો ક્રમ બતાવવામાં આવ્યો છે.