________________
૨૪૪ ૩. કરણ કોનાથી કર્યું? આત્મા દ્વારા અનુભવ કર્યો. ૪. સંપ્રદાન કોના માટે કર્યું? આત્મા માટે અનુભવ કર્યો. ૫. અપાદાન કોનામાંથી કર્યું? આત્મામાંથી અનુભવ કર્યો. ૬. અધિકરાગ કોના આધારથી? આત્માના આધારથી પોતાના આત્માને જાણ્યો. બધે જ આત્મા, એક શુદ્ધાત્મા જ. આના પરથી “સત્ આત્માની સ્વતંત્રતા-સ્વાધીનતા-સ્વાવલંબીતા સમજવી. આવું આત્માનું સ્વરૂપ સમજવું. આરાધ્ય દેવ - આત્મા - શુદ્ધાત્મા જ - દષ્ટિનો વિષય જ્ઞાયક. આરાધક - નિર્વિકલ્પ ભાવસ્વરૂપ - અતીન્દ્રિય જ્ઞાન. આરાધના - તેનું જ ધ્યાન-દષ્ટિ-લક્ષ-એકાગ્રતા-તલ્લીનતા, મગ્નતા - સતત તેનું જ સ્મરણ - તેનું જ ચિંતવન - તેની જ અનુભૂતિ.
આ જ આત્માનુભૂતિની - સમ્યગ્દર્શનની સરળ પદ્ધતિ છે. ૪. જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા વાક્યો (પ્રેરણાત્મક):
૧. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. ૨. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થયું તે જ
સહજ સ્વરૂપે સ્થિતિ છે. ૩. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન
પ્રગટે છે. ૪. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મ
સાધન રહ્યાં છે. ૫. સર્વ જિનાગમમાં કહેલા વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમ કે તે થવાને અર્થે જ તે
સર્વ વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડીચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશી અવસ્થા
પર્વતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. ૬. સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિશ્ચયપણે સિદ્ધ થવું
અત્યંત દુષ્કર છે, એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે
સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. ૭. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયાં છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમ
કે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે એમ કહ્યું છે. આ અમે કહ્યું તે