________________
૨૩૯ માનીને અભિમાનને સેવે છે; કદી તે જીવ સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્રનું બાહ્ય સ્વરૂપ સમજે તો પણ પોતાનું ખરું સ્વરૂપ સમજવા જીવ યથાર્થ પ્રયાસ કરતો નથી, તેથી તે ફરીને સંસારચક્રમાં રખડી પોતાનો ' મોટામાં મોટો કાળ નિગોદ - એકેન્દ્રિયપણામાં કાઢે છે.
ઉપર કહ્યું તે બધાનું મૂળ કારણ પોતાના સ્વરૂપની જીવને ભ્રમણા છે. પરનું હું કરી શકું, પર મારું કાર્ય કરી શકે, પરથી મને લાભ નુકસાન થાય એવી મિથ્યા માન્યતાઓનું અપરિમિત મહાપાપ દરેક ક્ષણે જીવ સેવા કરે છે તે મહા પાપને ‘મિથ્યાદર્શન' કહેવામાં આવે છે. તેના ફળરૂપે ક્રોધ, માન, માયા, લોભ જે પરિમિત પાપ છે તેને તીવ્ર કે મંદપણે સેવે છે.
વસ્તુસ્વરૂપ કહો કે જૈન દર્શન કહો તે બન્ને એક જ છે. તેની વિધિ એવી છે કે પહેલાં મોટું પાપ છોડાવી પછી નાનું પાપ છોડાવે છે. મિથ્યાત્વ એ મોટું પાપ છે અને સાત વ્યસનો - (૧) જુગાર (૨) માંસ ભક્ષણ (૩) મદિરાપાન (૪) વેશ્યાગમન (૫) શિકાર (૬) પરવારીનો સંગ (૭) ચોરી - એ નાનું પાપ છે.
આ સ્થિતિમાં મહાપાપ મિથ્યાત્વ’ ટાળવાનો ઉપદેશ પ્રયોજનભૂત છે. ‘પુણ્ય’ને ધર્મમાં સહાયક માની તેના ઉપદેશની મુખ્યતા કરી ધર્મને નામે મહા મિથ્યાત્વરૂપી પાપને પોષવું નહિ. “પુણ્યથી ધર્મ - આત્માનું હિત ન થાય' - એ વિકારી ભાવ હોવાથી બંધનું કારણ છે એનાથી મુક્તિ ન થાય.
તે સિવાય ગચ્છ-મતની જે કલ્પના છે - સાંપ્રદાયિક જે ભાવના છે તે રાગ-દ્વેષને પોષનારી છે - તેનાથી વીતરાગ ધર્મની પ્રાપ્તિ ન થાય. માટે એવી ભાવના કે આગ્રહથી નિવૃત્ત થવું.
પરમાં પોતાના સુખની કલ્પના એ મોટું મિથ્યાત્વ છે. પોતે અનંત સુખનો ભંડાર છે, અને પોતાનું સુખ પોતાના આત્મામાંથી પ્રગટ થાય છે એ સાચી સમજણ છે. સંયોગી પદાર્થોમાં એક્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ અને શેયત્વ બુદ્ધિ કરી જીવ અનાદિથી દુઃખ ભોગવી રહ્યો છે.
હવે આ કોઈ ક્રિયાની ભૂલ નથી. આ અભિપ્રાયની ભૂલ છે. જીવની માન્યતા, અભિપ્રાય ખોટો છે. આ માન્યતાની ભૂલ પ્રથમ સુધારી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું જોઈએ. પોતાની આ સ્વરૂપ સંબંધી ભૂલ યથાર્થ સમજણથી – યથાર્થ જ્ઞાનીના બોધથી ટળી શકે છે. માટે પોતાનું સ્વરૂપ સમજી પ્રથમ આ ભૂલ ટાળી
સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપદેશ છે. ૨. સ્વરૂપની સાચી સમજણ (સમ્યગ્દર્શન માટે પ્રથમ ઉપાય) ૧. પ્રત્યેક જીવ સુખ ઇચ્છે છે અને તેનો પ્રત્યેક પ્રયત્ન પણ સુખ પ્રાપ્તિ માટે જ થાય છે, પરંતુ દુઃખ
સિવાય તેને કાંઈ પણ પ્રાપ્ત થતું નથી, કારણ કે તે ઉપાય સાચા નથી. ૨. જે સુખની કલ્પનાની પાછળ દુઃખ આવે છે તે વાસ્તવિક સુખ નથી. પશ્ચાત દુઃખ તે સુખ નહિ. ૩. સુખનું વાસ્તવિક સ્વરૂપ સમજ્યા વિના માત્ર સુખની ઇચ્છાનો કોઈ અર્થ નથી. ૪. મોટે ભાગે સામાન્ય માનવી ભોગ-સામગ્રીને જ સુખની સામગ્રી માની રહ્યો છે અને તેની પ્રાપ્તિ