________________
૨૨૮
૫. કોઈ પણ એક સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. (આસ્થા)
આ પાંચે અભ્યાસ ક્રમસર યોગ્યતાને આપે છે. પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે. એમ અવશ્ય માનો. ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. ૬. તત્ત્વના યથાર્થ નિર્ણયનો ક્રમ ઃ
૧. અનંત અનંત કાળમાં મુખ્યપણું મળવું મોંઘુ છે. મનુષ્યપણામાં પણ વીતરાગ પ્રભુએ કહેલી સત્ય ધર્મની વાત સાંભળવા કોઈક વાર જ મળે છે. આ થયું ‘સત્ય ધર્મનું શ્રવણ’.
૨. આવી વાત સાંભળ્યા પછી બુદ્ધિમાં તેનું ગ્રહણ થવું દુર્લભ છે. ‘આ શું કહેવા માંગે છે’ એમ જ્ઞાનમાં પકડાવું તે દુર્લભ છે. માટે શ્રવણ પછી ‘સત્ય ધર્મનું ગ્રહણ.’
૩. ગ્રહણ થયા પછી તેની ધારણા થવી દુર્લભ છે. શ્રવણ કરી, તેને ગ્રહણ કરી પછી વિચારે કે મેં આજે શ્રવણ કર્યું ? કેટલું યાદ રહ્યું ? કેટલું ગ્રહણ થયું ? નવું શું સમજ્યો ? એમ અંતરમાં પ્રયત્ન કરીને સમજે તો આત્માની રુચિ જાગે ને તત્ત્વ સમજાય. તેને વારંવાર વિચારી સ્વભાવમાં ધારી રાખે તે થઈ ધારણા.
૪. શ્રવણ - ગ્રહણ - ધારણા કરીને પછી એકાંતમાં પોતે પોતાના અંતરમાં વિચારે, અંતરમાં મંથન કરીને સત્યનો નિર્ણય કરે એ દુર્લભ છે. અંતરમાં યથાર્થ નિર્ણય કરીને રુચિને પરિણમાવવાની આ વાત છે. આ અતિ દુર્લભ છે.
૫. યથાર્થ નિર્ણય કરીને - તેને રુચિમાં પરિણમાવીને - તેનું ભેદજ્ઞાન કરીને - તેનું સત્ય શ્રદ્ધાન કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું તે મહાન દુર્લભ અપૂર્વ છે.
આ રીતે નવ તત્ત્વનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ.
‘‘હું જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.'' એ નિર્ણયની શ્રદ્ધાથી સમ્યગ્દર્શન પ્રગટે છે.
૭. સમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર આત્માર્થીનો ક્રમ ઃ
જીવને યોગાનુયોગ અથવા પ્રયત્નપૂર્વક યથાર્થ સત્સંગનો યોગ હોય છે. તેમાંથી આત્મઉન્નતિની પરિણામ શ્રેણી શરૂ થાય છે. આ પરિણામ શ્રેણીની વિશેષતાએ છે કે પરિણામોની પ્રત્યેક ભૂમિકામાં દર્શનમોહ અધિક અધિક મંદ થઈ જ્ઞાનમાં નિર્મળતા વધતી જાય છે. આનો ક્રમ આ પ્રમાણે છે.
૧. ચિંતના ભવભ્રમણના નાશ કરવાની ચિંતના શરૂ થાય છે અને તે ચિંતના ઉગ્ર થઈને વેદના અને ઝરણા ઉત્પન્ન કરે છે. સહજ જ પરિભ્રમણથી મુક્ત થવાની જિજ્ઞાસા વેદનાપૂર્વક ઉત્પન્ન થાય છે. ૨. ઉદાસીનતા ઃ સમસ્ત ઉદયના કાર્યોમાં સહજ જ નિરસપણું થઈ જાય છે. સહજ ઉદાસીનતાનો ક્રમ આ સ્તરે શરૂ થાય છે.