________________
૨૨૬
૩. પછી સ્વ-પરનું ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારો કર્યા કરવા, કારણ કે એ અભ્યાસથી ભેદજ્ઞાન થાય છે. સ્વ-પરના ભિન્ન શ્રદ્ધાનનું પ્રયોજન તો એટલું જ છે કે પોતાને પોતારૂપ જાણવો.
૪. ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો કારણ કે એ અભ્યાસથી સ્વાનુભૂતિની - આત્માનુભૂતિની - સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્ત્વ વિચારમાં, કોઈ વેળા સ્વ-પરના વિચારમાં તથા કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવાં. સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે આ ચારે લક્ષણો સાથે હોય છે.
૩. પાંચ લબ્ધિઓ દ્વારા ક્રમની સમજણ :
તત્ત્વ વિચાર કરનાર મુમુક્ષુ આત્મા સમ્યગ્દર્શન પ્રાપ્તિનો અધિકારી બને છે. સમ્યગ્દર્શન પ્રકાશે તેની પૂર્વે જીવને પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે; તે લબ્ધિઓનો ક્રમ આ પ્રમાણે છે.
૧. ક્ષયોપશમ લબ્ધિ
૩. દેશના લબ્ધિ
૫. કરણ લબ્ધિ.
૨. વિશુદ્ધિ લબ્ધિ
૪. પ્રાયોગ્ય લબ્ધિ
૧. ક્ષયોપશમ લબ્ધિ ઃ જેથી તત્ત્વનો વિચાર થઈ શકે એવો આત્માનો ક્ષયોપશમ ભાવ પેદા થવો એ ઉપાદાનકારણ હોય અને તેમાં કર્મની યોગ્ય સ્થિતિ પેદા થવી અર્થાત્ તથા પ્રકારના કર્મોનો ક્ષયોપશમ થવો તે નિમિત્ત હોય - એવી પ્રાપ્તિ જે કાળમાં થાય એવી સ્થિતિને ‘ક્ષયોપશમ લબ્ધિ' કહેવામાં આવે છે.
૨. વિશુદ્ધિ લબ્ધિઃ ક્ષયોપશમ લબ્ધિથી ઉત્પન્ન થયેલાં જીવના શુભ પરિણામની પ્રાપ્તિ તે વિશુદ્ધિ લબ્ધિ છે. તેમાં ઉપાદાનકારણ સંકલેશ પરિણામોની હાની અને વિશુદ્ધતાની વૃદ્ધિ અર્થાત્ મંદ કષાયરૂપ ભાવ હોય છે. મોહ કર્મનો મંદ ઉદય થવો તે નિમિત્તકારણ હોય છે.
૩. દેશના લબ્ધિ : ઉપદેશીત નવ પદાર્થો, છ દ્રવ્યો, આત્મસ્વરૂપાદિની ધારણાની પ્રાપ્તિ થવી તે ઉપાદાનકારણ હોય છે અને તેમના ઉપદેશક આચાર્યાદિનો - તેમની દેશનાનો લાભ થવો તે નિમિત્તકારણ છે.
૪. પ્રાયોગ્ય લબ્ધિ : વિશુદ્ધિની વૃદ્ધિ - સત્પુરુષમાં શ્રદ્ધા-પ્રતીતિ અને કર્મની સ્થિતિ અંતઃક્રોડાક્રોડી સાગરોપમ થઈ જાય. આવા જે આત્માના પરિણામો થવાની યોગ્યતા પ્રાપ્ત થાય તે પ્રાયોગ્ય લબ્ધિ છે.
૫. કરણ લબ્ધિ ઃ જેને પૂર્વે ચાર લબ્ધિ થઈ હોય અને જેને અંર્તમુહૂર્તમાં સમકિત થવાનું હોય તેવા સંજ્ઞી પંચેન્દ્રિય કોઈ પણ જીવને આ પાંચમી કરણ લબ્ધિ પ્રાપ્ત થાય છે. તેના ત્રણ ભાગ હોય છે. (૧) અધઃકરણ અથવા યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ આ લબ્ધિ પ્રાપ્ત થતાં ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે.
(૩) અનિવૃત્તિકરણ.