________________
જીવના અનાદિકાળથી ચાલી આવેલા દુઃખોના ત્રણ કારણ છે. (૧) મિથ્યા દર્શન (૨) મિથ્યા જ્ઞાન (૩) મિથ્યા ચારિત્ર.
હવે જે જીવનો અનાદિ પુરુષાર્થ છે તે સુખ પ્રાપ્ત કરવાનો. સુખ પ્રાપ્તિના ત્રણ કારણો ભગવંતોએ બતાવ્યા છે. (૧) સમ્યગ્દર્શન (૨) સમ્યજ્ઞાન (૩) સમ્યક ચારિત્ર. જીવને જો સાચું સુખ જોઈતું હોય તો સૌથી પ્રથમ ‘મિથ્યા દર્શન’ ટાળી ‘સમ્યગ્દર્શન' પ્રગટ કરવું જોઈએ. વસ્તુના સ્વરૂપ સંબંધી ખોટી માન્યતા ટળી - યથાર્થ સમજણ થાય તો મિથ્યાત્વ ટળી સમ્યગ્દર્શન પ્રગટ થાય. ૩. મિથ્યાત્વ શું છે? સામાન્ય સ્વરૂપ
૧. મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા કે વિપર્યસ બુદ્ધિ. ૨. અસને સત સમજવું; સત્ ને અસત્ સમજવું, માનવું ૩. દેહમાં આત્મબુદ્ધિ - દેહ તે હું છું એવી માન્યતા. ૪. આત્મામાં દેહ બુદ્ધિ, રાગાદિ પર્યાયમાં પોતાપણું. ૫. અસત્ પદાર્થોમાં કે દેહાદિમાં સુખ બુદ્ધિ. ૬. સત્ આત્માથી વિમુખતા કે તેનું વિસ્મરણ. ૭. અસત્ દેવ-ગુરુ-શાસ્ત્રમાં આસ્થા કે આદર. ૮. સત્ દેવ-ગુરુ-ધર્મમાં અનાસ્થા કે અનાદર, ૯ તત્ત્વ સંબંધી એકાંત માન્યતા. ૧૦. છ દ્રવ્ય અને સાત તત્ત્વોને જેમ છે તેના કરતાં ઓછું, અધિક કે વિપરીત માનવું તે મિથ્યાત્વ. ૧૧. ઇશ્વરને જગતના હર્તા-કર્તા માનવું તે મિથ્યાત્વ. ૧૨. આત્મા દેહ વ્યાપક છે છતાં સર્વ વ્યાપક માને અને ઈશ્વર અમુક સ્થાને બિરાજે છે છતાં સર્વ વ્યાપક
માને એમ અધિક માનવું તે મિથ્યાત્વ. ૧૩. પાપ અને પુણ્યને ધર્મ માનવો તે મિથ્યાત્વ. ૧૪. આત્માનું સ્વરૂપ - ‘દ્રવ્ય-ગુણ-પર્યાયત્મક’ જેવી રીતે તીર્થકર ભગવંતો એ જાણ્યું છે, અનુભવ્યું છે
અને બતાવ્યું છે તેનાથી વિપરીત માનવું તે મિથ્યાત્વ. ૧૫. આત્મા ચૈતન્ય સ્વભાવવાળો છે છતાં અન્ય જડ આલંબનથી આત્માનો ધર્મ માનવારૂપ વિપરીત
ભાવ તે મિથ્યાત્વ. ૧૬. સમ્યગ્દર્શનનું ઉલટું તે મિથ્યાત્વ. યથાર્થ વસ્તુના સ્વરૂપના શ્રદ્ધાનનો અભાવ અને અયથાર્થ વસ્તુના
સ્વરૂપનું શ્રદ્ધાન તે મિથ્યાત્વ.