________________
૧૬૫
૧૨. ક્ષમા નિમિત્તોના ઉદયથી આત્મામાં રાગ-દ્વેષના પરિણામ થાય, ક્રોધાદિ ઉદય આવે તને ક્ષમાગુણ
દ્વારા સમાવે. ક્ષમા એ ધર્મનું લક્ષણ છે. ક્ષમા એ વીરનું ભૂષણ છે. ૧૩. સત્ય: આ જગતમાં એક આત્મા જ સત્ વસ્તુ છે. હું આત્મા છું એ સત્નો સ્વીકાર દ્રવ્યદૃષ્ટિનો
સ્વીકાર અને પર્યાયદષ્ટિનો અસ્વીકાર. આત્મા સિવાય મને બીજું કાંઇ ન ખપે એ જ સત્ છે એવી
દઢ શ્રદ્ધા. મારું સુખ મારા આત્મા સિવાય બીજા ક્યાંય નથી એવી દઢ શ્રદ્ધા અને જ્ઞાન. ૧૪. ત્યાગ : આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ નિવવો તેને શ્રી જિન ત્યાગ
કહે છે. નિશ્ચયથી આત્મા પરવસ્તુને ગ્રહતો નથી અને ત્યાગતો પણ નથી છતાં જે ગ્રહણની મિથ્યા
માન્યતા, ભ્રમણા ઉત્પન્ન થઈ છે તે મિથ્યા ભ્રમણાનો ત્યાગ. ૧૫. વૈરાગ્યઃ ગૃહ-કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. ગૃહ-કુટુંબ-સ્ત્રી-પુત્રને
પોતાના માનવા તે સંસાર છે અને નિશ્ચયથી એકપણ પુદ્ગલ પરમાણુ મારું નથી એ દહતા અને એ મારાપણા વિષે રાગનો ત્યાગ એ વૈરાગ્ય છે. રાગ-દ્વેષરહિતપણાનું નામ વીતરાગતા છે. જે સર્વ શાસ્ત્રોનો સાર છે.
આ વીતરાગ માર્ગમાં પ્રવેશ કરવા માટે આવી પાત્રતા પ્રથમ ભૂમિકામાં બતાવવામાં આવી છે. જ્યાં સુધી એવી દશા જીવ પામે નહિ ત્યાં સુધી મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય. ૩. આવી પાત્રતામાં સગુરુના પ્રત્યક્ષ યોગનું મહત્વ:
“દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જગ્ય; મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રોગ. આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદનિર્વાણ.” જ્યાં સુધી એવી યોગ્યતા જીવ પામે નહિ ત્યાં સુધી મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય અને આત્મભ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતર રોગ ન મટે. એવી દશા જ્યાં આવે તો સદ્ગુરુનો બોધ પરિણામ પામે અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચાર દશા પ્રગટે છે. સુવિચારણામાં આત્માનો તત્ત્વ વિચાર મુખ્ય છે. જ્યાં સુવિચાર દશા પ્રગટે છે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે જ્ઞાનથી મોહનો ક્ષય થતાં જીવ નિર્વાણ પદ પામે છે.
“પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના ઊગે ન આત્મવિચાર. સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ.”
પ્રત્યક્ષ સદ્ગુરુના સમાગમમાં પરોક્ષ જિનના વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જેન જાણે તેને આત્મજ્ઞાન ઉત્પન્ન ન થાય. પ્રત્યક્ષ સદ્ગુરુના ઉપદેશ વગર જિનનું સ્વરૂપ સમજાય નહિ અને તે સ્વરૂપ સમજ્યા વિના તેનો ઉપકાર શો થાય? જો સદ્ગુરુના ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનાર જિનદશાને પામે. આવો સગુરુનો ઉપકાર છે.