________________
૧૭૬ ઉદય પ્રસંગોમાં જોડાવવાનો રાગ દુઃખરૂપ લાગતો હોવાથી સંસાર બળ ઘટતું જ જાય છે. અભિપ્રાયમાં સ્વરૂપની પ્રાપ્તિ સિવાય જગતના બધા પદાર્થો હીન લાગે છે. “આત્માથી સૌ હીન”. નિજ સ્વરૂપનો એટલે બધો મહિમા, પ્રમોદ આવે છે કે તેનો જેમ જેમ પરિચય થતો જાય છે તેમ તેમ તેની પ્રીતિ વધતી જાય છે અને તેની પ્રવૃત્તિ સિવાય બીજી મુખ્યતા રહેતી નથી. જેની પ્રવૃત્તિ થાય તેની પ્રાપ્તિ થાય જ છે. મારું સુખ મારા આત્મામાં જ છે એ વાત નિશ્ચિત થઈ હોવાથી પરમાંથી સુખ
બુદ્ધિ અભિપ્રાયમાં નીકળી જાય છે. ૬. સપુરુષની શોધઃ નિજ હિતના દષ્ટિકોણને લીધે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અંતરસૂઝ ઉત્પન્ન થાય છે.
જેને લીધે આત્મજ્ઞાની પુરુષના ચરણકમળના સાનિધ્યમાં રહેવાનો અભિપ્રાય થઈ આવે છે. સત્સંગની મુખ્યતાને લીધે તે જીવ વિવેકપૂર્વક માત્ર પુરુષને જ ઇચ્છે છે, તેનો સતત સમાગમ જ ઝંખે છે અને તેની શોધ કરે છે. જો ખરી મુમુક્ષતા પ્રગટી હોય તો મુમુક્ષના નેત્રો પુરુષને ઓળખી લે છે એવી એક અદ્ભુત સહજ વ્યવસ્થતા છે. જ્યારે એવી યોગ્યતા હોય તો તથારૂપ નિમિત્ત હાજર પણ થઈ જાય છે. અને એની જો ઓળખાણ પડી જાય તો પરમ પ્રેમે તેને ચાહે છે. પૂર્ણઆજ્ઞાકારિતામાં રહીને સ્વચ્છંદ નિરોધપણે ભક્તિભાવે સત્સંગને ઉપાસે છે. તેમના ગમે તેવા વચનોમાં સમ્યક પ્રતીતિ રહે છે. આ ભૂમિકામાં દર્શનમોહ અત્યંત મંદપણાને પામે છે. પુરુષના પ્રત્યક્ષ યોગનું મહત્ત્વ અનુભવથી સમજાય છે. તેને અન્ય વિકલ્પ કરીને માર્ગ પ્રાપ્ત કરવાનો અવિચારી અભિપ્રાય
થતો નથી. પુરુષનું શરણ હોવાથી સ્વચ્છંદતા અને કર્તુત્વબુદ્ધિનો અભાવ થઈ જાય છે. ૭. યથાર્થતાઃ હવે સમજણની યથાર્થતા ઉત્પન્ન થાય છે. તેથી પુરુષના વચનોના મર્મ અને શાસ્ત્રના
વીતરાગતા ભરેલા વચનો પ્રયોજન સિદ્ધ થાય તે પ્રકારે સમજાય છે. અધ્યાત્મ તત્ત્વનો રસ અને રુચિ વૃદ્ધિગત થતાં જાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટતાં મુમુક્ષુને યોગ્ય જ્ઞાનની નિર્મળતા પ્રાપ્ત થાય છે. “હું જ્ઞાન-આનંદસ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું' એ તત્ત્વનિર્ણય યથાર્થ રીતે સમજાતા દૃઢ થતો જાય છે. ભેદજ્ઞાનનો અભ્યાસ યથાર્થપણે શરૂ થાય છે. અવલોકનઃ સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના ઉત્પન્ન થઈ હોવાથી હવેની ભૂમિકામાં એક નવી જાગૃતિ આવી જાય છે. જેથી પોતાના સર્વ પરિણામોમાં - ખાસ કરીને પોતાના દોષ જોવામાં મધ્યસ્થતા, અપક્ષપાતપણું હોવાથી સૂક્ષ્મ અવલોકન એટલે ચાલતા પરિણામોમાં અનુભવ દેખાય છે. અવલોકનના અભ્યાસપૂર્વક ભાવો જ્યારે અનુભવ પદ્ધતિએ સમજાય છે ત્યારે તે ભાવોનું ઊંડાણ હાથમાં આવે છે. ઉદય ભાવોમાં આવતો વિભાવ રસ અવલોકન કાળે પકડવાથી તે યથાર્થપણે એકદમ મોળો પડે છે. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ પણ અંતર અવલોકનપૂર્વક ચાલે છે. આ રીતે પ્રયોગપૂર્વક નિર્ણય થાય છે તે યથાર્થ જ હોય છે. ૯. વૈરાગ્ય સત્ સ્વરૂપની ઊંડી જિજ્ઞાસાને લીધે પોતાના પ્રયોજનભૂત વિષયને તો સૂક્ષ્મ ઉપયોગથી,
ઊંડી રુચિથી અને ઊંડા મંથનપૂર્વક પકડતો હોય છે. વૈરાગ્ય સાથે મુમુક્ષતાનો વિકાસ સહજ થાય