________________
૨૧૦ ૨. કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ભાવકભાવ એટલે
શું? કર્મ જે વિકાર થવામાં નિમિત્ત છે તેને ભાવક કહે છે અને વિકારને ભાવકભાવ કહે છે. વિકાર એ ભગવાન આત્માનો ભાવ નથી. અજ્ઞાન દષ્ટિમાં જીવ ભાવક અને વિકાર એનો ભાવ બને છે અને સ્વભાવદષ્ટિ થતાં કર્મ જે નિમિત્ત તે ભાવક છે અને વિકાર તેનો ભાવ છે. આવો ભાવકભાવ તે
વ્યક્ત છે, બાહ્ય છે, શેય છે અને તેનાથી ભગવાન આત્મા અન્ય છે માટે અવ્યક્ત છે. ૩. ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે માટે આત્મા અવ્યક્ત છે. જે પર્યાય ભવિષ્ય
વ્યક્ત થવાની છે અને જે વ્યક્ત થઈ ગઈ તે બધી પર્યાયો ચૈતન્ય સામાન્યમાં અંતર્લીન છે. વર્તમાન પર્યાય ચૈતન્યમાં નિમગ્ન નથી. વર્તમાન પર્યાય પણ તેમાં નિમગ્ન હોય તો જાણવાનું કાર્ય કોણ કરે? વર્તમાન પર્યાય સિવાયની ભૂત-ભવિષ્યની સઘળી પર્યાયો ચૈતન્યમાં અંતર્લીન છે. માટે તું આત્માને અવ્યક્ત જાણ. જાણનારી વર્તમાન પર્યાય તો ચિત્ત સામાન્યની બહાર રહી. એ વ્યક્ત પર્યાયમાં આ
જ્ઞાયક વસ્તુ અવ્યક્ત છે. ૪. ક્ષણિક વ્યક્તમાત્ર નથી માટે આત્મા અવ્યક્ત છે. એક સમયની પર્યાય જે વ્યક્ત પ્રગટ છે તે ક્ષણિક
છે. જ્યારે આત્મા શુદ્ધ ચૈતન્ય સામાન્ય ત્રિકાળ છે તેથી ક્ષણિક વ્યક્તમાત્ર એટલે પ્રગટ પર્યાય
જેટલો આત્મા નથી માટે અવ્યક્ત છે. આત્મા એનાથી અન્ય અવ્યક્ત છે. ૫. વ્યક્તપણે તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતપણે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો
નથી માટે અવ્યક્ત છે. એક સમયની પર્યાયમાં પર્યાય અને દ્રવ્ય બન્ને સાથે પ્રતિભાસે છે છતાં ભગવાન દ્રવ્યસ્વભાવ પર્યાયને અડતો નથી, સ્પર્શતો નથી, એટલે દ્રવ્ય પર્યાયમાં વ્યાપતું નથી. અવ્યક્ત વ્યક્તમાં આવતો નથી, વ્યાપતો નથી એટલે કે પર્યાય પર્યાયરૂપે રહે છે અને દ્રવ્ય દ્રવ્યરૂપે રહે છે. પોતે પોતાથીજ બાહ્ય અત્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે માટે અવ્યક્ત છે. પોતે પોતાથી જ બાહ્ય એટલે પર્યાય, અત્યંતર એટલે દ્રવ્ય - એમ દ્રવ્ય અને પર્યાય બન્નેને પ્રત્યક્ષપણે અનુભવે છે. (વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ). આમ દ્રવ્ય-પર્યાયપણે પોતે પોતાથી જ પ્રત્યક્ષ જણાઈ રહ્યો હોવા છતાં વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે અર્થાત્ પર્યાયના વેદન પ્રત્યે ઉદાસીન છે. વેદનની પર્યાય દ્રવ્ય ભણી નજર કરે છે. દ્રવ્ય તરફ જ વળે
છે પણ પર્યાયમાં અટકતી નથી. ૧૦ અલિંગ ગ્રહણના વીસ બોલ :
છે ચેતના ગુણ ગંધ રૂ૫ રસ શબ્દ વ્યકિતન જીવને,
વળી લિંગ ગ્રહણ અને સંસ્થાન ભાંખ્યુંન તેહને” -પ્રવચનસાર ગાથા ૧૭૨ જીવમાં રસ નથી, ગંધ નથી, સ્પર્શ ગુણની વ્યક્તતા નથી, તે ચેતન ગુણવાળો છે. આત્મા શબ્દ બોલતો નથી તેમજ શબ્દનું કારણ નથી. લિંગથી ગ્રાહ્ય થઈ શકે તેવો નથી અને પરના આકાર વિનાનો છે એમ તું જાણ.