________________
૨૧૪
૨૦. શુદ્ધ પયાયની અનુભૂતિ તે જ આત્મા છે એમ સ્વયને તું જાણ!
લીંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અથવબોધ સામાન્ય છે જેને નથી તે અલિંગહણ છે.
આ રીતે આત્મા દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્મા ત્રિકાળી જ્ઞાન ગુણ સામાન્યથી નહિ સ્પર્શયલો શુદ્ધ પર્યાય છે. અવિકારી જ્ઞાનની પર્યાય ત્રિકાળી ગુણના આધારે પ્રગટતી નથી. નિશ્ચયથી તેને સામાન્યનો પણ આધાર નથી એમ અહીં સાબિત કરવું છે. સાર: પ્રભુ! તું સર્વને જાણનાર દેખનાર સ્વરૂપે પૂરો છો ને! પણ તારા પૂર્ણ સ્વરૂપને નહિ જાણતા એકલા શેયને જાણવા-દેખવા રોકાઈ ગયો તે તારે અપરાધ છે. પુણ્ય-પાપના ભાવ કરવા અને જાણવા-દેખવાના સ્વભાવને ભૂલી ગયો તે તારો અપરાધ છે. પુણ્ય-પાપ એ જ - એટલું જ મારું શેય છે એમ માનીને તેને જ જાણવામાં રોકાઈ ગયો ને પોતાના પૂરણ જાણવાના સ્વભાવને ભૂલી ગયો એ તારો અપરાધ છે. કર્મના કારણે નારા પૂરણ સ્વભાવને જાણતો નથી એમ નથી, પણ એ તારો પોતાનો જ અપરાધ છે.
જે સ્વરૂપ સમજ્યા વિના પાદુઃખ અનંત' - તો તારું જેવું સ્વરૂપ છે એ જાણ! સુખી થવાનો આ એક જ માર્ગ છે - ઉપાય છે. ૧૧ હું એક જ્ઞાયકમાવ છું: ૧. અહો ! પૈતન્યના વૈભવની શી વાત ! તે સર્વવ્યાપી વિભુ છે. તેનું ક્ષેત્ર ભલે મધ્યમ-મર્યાદિત, પણ
તેના ભાવની તાકાત અચિંત્ય અમર્યાદ છે. પોતાના અનંત ગુણ પર્યાયનો જે અપાર વૈભવ પ્રગટ્યો તે સર્વમાં વ્યાપક થઈને પરિણમે એવી આત્માની વિભુતા છે. આવો ‘વિભુ સૌમાં વસેલો છે. તેનું લક્ષ કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે, પોતાના વિભુનો પોતામાં સાક્ષાત્કાર થાય છે. અતીન્દ્રિય આનંદઘન આત્મા પોતાની પ્રકાશ શક્તિને લીધે અનંત ગુણની શુદ્ધિના સદ્ભાવરૂપે ને રાગાદિના અભાવરૂપે સ્વસંવેદનમાં સ્પષ્ટ પ્રકાશે છે. સ્વસંવદેનમાં ચોથા ગુણસ્થાને પણ આવું પ્રત્યક્ષપણું છે. એના વગર સાચી પ્રતીત થાય નહિ. દ્રવ્ય પર દષ્ટિ કરતાં - લક્ષ કરતાં આવું સ્વસંવેદન
પ્રગટે છે તે અનુભવ સમ્યગ્દર્શન કહેવાય છે. ૩. આ આત્મા અનંત ગુણના વૈભવથી ભરેલો ચૈતન્ય ભગવાન છે. અરે જીવ! એક વાર તારાચૈતન્યબળને
સ્વ તરફ ઉદ્ધસાવીને તારા આવા સ્વભાવની હા તો પાડ, તેનું લક્ષ તો કર ! પુરુષાર્થની તીખી ધારાએ રવભાવનો અપૂર્વ ઉલ્લાસ લાવીને યથાર્થ નિર્ણય કરતાં તેનું સ્વસંવેદન થયા વગર રહે નહિ;
આત્મઅનુભવ થાય જ. ૪. હે ભાઈ ! આ શરીર તો ધૂળનું ઢીંગલું છે; આત્માનું સુખ તેમાં ક્યાંય નથી; તેના ઉપરથી દષ્ટિ,
મમતા હટાવીને દેહથી જુદા પોતાના ચૈતન્ય સ્વભાવમાં પરમ પ્રેમથી એકાગ્ર થતાં તેમાંથી અતીન્દ્રિય