________________
૧૯૮ કરતાં જ્ઞાયક જ છે. “આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી' એવો પોતાનો પોતાને અભેદરૂપે અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. એવો એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે. આ શુદ્ધ નયનો વિષય છે. અન્ય પરસંયોગજનિત ભેદો છે તે બધા ભેરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક નય પણ શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિમાં પર્યાયાર્થિક નય જ છે. તેથી વ્યવહાર નય જ છે એમ આશય જાણવો.
અહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે તેથી અશુદ્ધ નયને સર્વથા અસત્યાર્થ ન માનવો; કારણ કે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બન્ને વસ્તુના ધર્મ છે અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્વ છે; અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. અશુદ્ધ નયને અહીં હેય કહ્યો છે કારણ કે અશુદ્ધ નયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા કલેશ ભોગવે છે; જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર માટે અને ત્યારે કલેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધ નયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ધ નયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફુલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે; માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધ નયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ નયનું પણ આલંબન રહેતું નથી. જે વસ્તુસ્વરૂપ છે તે છે - એ પ્રમાણદષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવા યોગ્ય છે. ગાથાર્થ વિશેષ: આ જે જ્ઞાયકભાવ છે તે પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત પણ નથી. પહેલાં ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાનને પ્રમત્ત કહે છે. સાતમાં ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાન સુધીને અપ્રમત્ત કહે છે. જ્ઞાયકભાવ કે જે અંદર વસ્તુ પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુદ્ધ આત્મા છે તે વિકલ્પના વિકારથી તદ્ન જુદો છે અને પોતાના પરિપૂર્ણ સ્વભાવથી એકત્વ અથવા અભેદ છે. જ્ઞાયકભાવ કે જે એકરૂપ વસ્તુ છે તે શુભાશુભ ભાવરૂપે થઈનથી તેથી પ્રમત્ત-અપ્રમત્ત એવા ગુણસ્થાનના ભેદો જ્ઞાયકભાવમાં નથી. એટલે કે ચૈતન્યની એકરૂપરસ - જાણક સ્વભાવની એકરૂપરસ - બીજારૂપે, એ શુભાશુભ ભાવપણે થયો નથી. પરંતુ એ જ્ઞાયકરૂપે, એકરૂપરસે રહ્યો છે. અનાદિ અનંત અને એકરૂપ એવો જે જ્ઞાનમયરસ, ચૈતન્યધામમયને ચૈતન્યરસકંદમય પ્રભુ આત્મા છે તે કોઈ દિ' શુભાશુભપાણે થયેલ નથી. તેથી પ્રમત્ત-અપ્રમત્ત એવા ગુણસ્થાનના ભેદ તેમાં નથી. તે દષ્ટિનો વિષય છે. તેમ જ તે જ્ઞાયકને અહીંયા ભૂતાર્થ છત્તો પદાર્થ કહ્યો છે. અહા ! જ્ઞાયકભાવમય વસ્તુ એકરૂપ ને નિત્યાનંદ છે. તથા તે જ્ઞાયકભાવ.... જ્ઞાયકભાવ....જ્ઞાયકભાવ.... એમ ધ્રુવ પ્રવાહરૂપ છે, ચૈતન્યપુરના ધ્રુવ પ્રવાહરૂપ છે. આ પૂર ધ્રુવ ધ્રુવ ઊર્ધ્વ ઊર્ધ્વ ચાલે છે.
હવે કહે છે એ રીતે એને શુદ્ધ કહે છે. જ્ઞાયકભાવમય આત્મા છે તો ત્રિકાળ શુદ્ધ, પણ કોને ? જે અન્ય દ્રવ્યના ભાવનું લક્ષ છોડીને સ્વદ્રવ્યની પર્યાયમાં તેનું સેવન કરે છે ત્યારે તેને શુદ્ધ કહેવાય છે. એનો અર્થ એ થયો કે અન્ય દ્રવ્યોના ભાવોથી લક્ષ છૂટ્યું એટલે સ્વદ્રવ્યના તરફ ઉપાસના થઈ. એટલે વિકારનું લક્ષ પણ તેમાં સાથે છૂટી ગયું. મૂળ રકમ છે એ પવિત્ર અને શુદ્ધરૂપ જ્ઞાયક છે. અર્થાત્ છે એ તો છે. પણ એ છે તે કોને ખ્યાલમાં આવે ? “છે તે કોને પ્રતીતમાં આવે? છે એનું જ્ઞાન કોને થાય? કે જે અન્ય દ્રવ્ય અને અન્ય દ્રવ્યના ભાવનું લક્ષ છોડે. અર્થાત્ અન્ય દ્રવ્યના ભાવમાં જે અસ્તિત્વપણાનું જોર છે તેને