________________
૨ પર્યાય પોતાથી જાણી છે. અને તે પર્યાય પોતાથી થઈ છે. એટલે કે જાણવાની પોતાની પર્યાય પોતાથી થઈ છે અને તે જાણે છે. પ્ર.: બીજો કોઈ નથી' એમ કહ્યું છે તો બીજો એટલે કોણ? ઉ. બીજો એટલે કે તે રાગ નથી, રાગનું જ્ઞાન નથી. પણ એ જ્ઞાનનું જ્ઞાન છે. એ રાગ છે તો રાગનું જ્ઞાન અહીં થયું છે એમ નથી. પણ એ તો રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાને થયું છે તેને તે જાણે છે. આવી વાત છે! પ્ર.: જ્ઞાયક પણ આત્મા અને શેય પણ આત્મા? ઉ. જ્ઞાયક ને શેય તરીકે અહીં તો પર્યાય લેવી છે. અત્યારે તો તેની પર્યાય લેવી છે. કેમ કે જણાયો છે તે પર્યાય પોતાની છે. અને તેને તે જાણે છે પરંતુ પરને તે જાણે છે એમ નથી. તથા વળી જે જ્ઞાયકપણે જણાયો’ એમ આવ્યું છે ને ? તો તે પર્યાય છે.
અહા !અહીંયા તે જ છે, બીજું કોઈ નથી' એમ છે ને? “બીજો કોઈ નથી' એટલે કે તે પરનું રાગનું જ્ઞાન નથી. અર્થાત જાણનાર જાણે છે માટે જાણનારે પરને જાણ્યું છે કે પરને જાણનારું જ્ઞાન છે એમ નથી. ટીકા વિશેષ: જ્ઞાયક કેવો છે? ૧. જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી અનાદિસત્તારૂપ છે. જ્ઞાયકભાવ ધ્રુવ પોતે પોતાથી જ હોવાપણે
છે. વળી કોઈ દિવસ વિનાશ પામતો નથી માટે અનંત છે. વસ્તુ અનાદિસ્વરૂપ છે - જે છે તે છે.
છે...એટલે ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે, બસ છે એ છે જ. ૨. “નિત્ય ઉધોતરૂપ હોવાથી ક્ષણિક નથી.” એટલે વર્તમાનમાં છે એવો ને એવો ત્રિકાળ છે. આમ
રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવી શુદ્ધ વસ્તુ - ચીજ વર્તમાન પ્રગટરૂપ હોવાથી ‘ક્ષણિક
નથી પરંતુ એ તો ધ્રુવ છે. ૩. “અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે.” સ્પષ્ટ છે. સ્પષ્ટ પ્રગટ, પ્રત્યક્ષ એ તો પ્રત્યક્ષ પ્રકાશમાન છે.
વર્તમાનમાં પ્રત્યક્ષ જણાય એવી જ્યોતિ છે. પરની અપેક્ષા રાખ્યા વિના પોતે પોતાને જ્ઞાનમાં સ્પષ્ટ
પ્રત્યક્ષ જણાય એવી ચૈતન્ય જ્યોતિ પોતે છે. ૪. તે ચૈતન્ય જ્યોતિ ચેતન ચેતન..એમ પ્રત્યક્ષ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. તો “એવો જે જ્ઞાયક,
એક ભાવ છે.” જ્ઞાયક એક ભાવ છે કહેતાં એક સ્વરૂપ છે. ઉપશમ ભાવ, ક્ષાયિક ભાવ આદિ પર્યાય
ભાવો તો અનેક છે. આ તો ત્રિકાળ એકરૂપ, સદશ-દશ સામાન્ય જ્ઞાયક તે પોતે એક ભાવ છે. ૫. હવે જ્ઞાયકભાવ તો અનાદિ અનંત નિત્ય છે. તેમજ તે વર્તમાનમાં એટલે કે પર્યાયમાં સ્પષ્ટ પ્રકાશમાન
જ્યોતિરૂપ ચીજ છે, પણ તેની અવસ્થામાં અનાદિની ભૂલ છે તેની હવે વાત કરે છે. ૬. સંસારની અવસ્થામાં અનાદિબંધ પર્યાયની અપેક્ષાથી જોઈએ તો કર્મયુગલો સાથે દૂધ અને પાણીની