________________
૧૭૯ ૩. વિશેષ પાત્રતા :
આત્માર્થી જીવને આત્માર્થિતાને બાધક એવા પરિણામોના પ્રકાર ન હોય એવી કેટલીક વાતો લક્ષ લેવા યોગ્ય છે. ૧. અસરળતા, હઠાગ્રહ, જીદ, પૂર્વાગ્રહ અને મતાગ્રહ વગેરે પ્રકારના ભાવોનો અભાવ, મધ્યસ્થ વિચાર - ધારાને લીધે વ્યક્તિગત પૂર્વાગ્રહનો અભાવ. ૨. જ્ઞાનના ક્ષયોપશમની વિશેષતાને લીધે પોતાને માન મળે તેવું ઇચ્છે નહિ. ૩. પરંપરા અને બાહ્ય ક્રિયાના આગ્રહનો અભાવ. ૪. શાસ્ત્રના કથનને અને જ્ઞાનીના વચનોનું કલ્પિત અર્થધટન ન કરે કે જેથી વસ્તુસ્વરૂપનું અન્યથાપણું
થાય અથવા પરમાર્થથી દૂર જવાનું થાય. ૫. પુરુષથી વિમુખ થવાનું કોઈ પણ ભોગે સ્વીકારે નહિ અને તે માટે અપકિત, અપમાન અને
સમાજને ગૌણ કરે. ૬. પ્રમાદનો અભાવ હોવાથી સ્વકાર્યમાં ઉલ્લાસીત વીર્યથી આગળ વધે. ૭. શાસ્ત્ર અધ્યયન, તત્ત્વ શ્રવણ, તત્ત્વ ચર્ચા વગેરેમાં એવો પ્રકાર ન હોય કે જેથી અધૂરો નિશ્ચય થાય,
વિચારોની અપરિપકવતા રહે, શંકાશીલતા રહે, તેથી વિકલ્પ વૃદ્ધિ થાય અથવા વિભ્રમ ઉત્પન્ન થઈ
વિચારોમાં કુતર્ક અને ડામાડોળપણું રહે. ૮. લૌકિક અભિનિવેશ એટલે કે લોકમાં જે જે વસ્તુ અને વાતનું કે પ્રસંગનું મહત્ત્વ ગણાય છે તેવી
માહાભ્ય બુદ્ધિનો અભાવ. ૯. પ્રત્યક્ષ સન્દુરુષના સત્સંગને ગૌણ કરી તેની સરખામણીમાં પોતાના શાસ્ત્ર અધ્યયનની ગણત્રી
કરવી અથવા શાસ્ત્રને ઊંચા ગુણસ્થાન સ્થિત પુરુષના વચનો ગણી તેના ઉપર વધારે ભાવ દેવો. આવો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ તેવા જીવને ઉપજે કે જે લૌકિક પ્રયોજનવશ શાસ્ત્રવાંચન
કરતો હોય. ૧૦. નિશ્ચય-અભેદ આત્મસ્વરૂપની રુચિનો અભાવ. જેને લીધે જ્ઞાનમાં ભેદ-પ્રભેદની રુચિ રહ્યા કરે કે
જેથી ગુણભેદ, પર્યાયભેદ, અનેક પ્રકારના ન્યાયો, નય જ્ઞાન, કર્મના બંધ, ઉદય અને સત્તાના ભેદ
પ્રભદોના જાણપણામાં રુચિ અને રસ રહે - એવા પ્રકારનો અભાવ. ૧૧. અતિ પરિણામીપણાનો અભાવ. અતિ પરિણામીપણાને લીધે શાસ્ત્રના બાહ્ય જ્ઞાનમાં જ્ઞાન પ્રાપ્તિ
મનાઈ જવી અને વિકલ્પવાળા સમાધાનથી મંદ કષાય થવાથી જ્ઞાનથી પ્રાપ્ત લાભ મનાઈ જવો. તેમજ પરિણમનના અભાવમાં પણ પોતાને કોઈ માનાદિ આપે તેનું ગમવાપણું; તેજ જાણવારૂપ
પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવાના ભાવ. આવા પ્રકારના ભાવનો અભાવ. ૧૨. બાહ્ય પ્રવૃત્તિ સંબંધી મિથ્યા આગ્રહન હોય કે જેથી અસત્ અભિમાન થાય અથવા દેહાત્મ બુદ્ધિદઢ