________________
૧૬૬ ૪. આત્મસ્વરૂપને ધ્યાનહેતુ કેવી ભૂમિકા હોવી જોઈએ? ૧. વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન એટલે કે આગમ-અધ્યાત્મનો સુમેળ(સંતુલન) હોય એવી સમજ હોય
અર્થાત્ વૈચારિક ભૂમિકામાં અસમાધાન ન હોય. ૨. સહજ વૈરાગ્ય અર્થાત્ રાગથી વિરક્ત એટલે રાગમાં દુઃખનો અનુભવ હોય જેથી નિરસતા વર્તતી
હોય. ૩. ભેદજ્ઞાનના પ્રયોગના કારણે જેને મન-ઇન્દ્રિયોની પરાધીનતા ન હોય એટલે કે જેના મન-ઇન્દ્રિયો
વશમાં હોય. ૪. જેનું સ્વભાવ તરફ ઢળવાનું વલણ અને તેને લીધે સહજ પ્રયત્ન થતો હોય તથા ભય, કૌતુહલ, વિસ્મયાદિ ન હોવાથી જેના ઉપયોગની ચંચળતા ઘટી ગઈ હોય અર્થાત્ એ ચંચળ ચિત્તવાળો ન
હોય. ૫. જેને શીઘ્રતાથી પોતાનું કાર્ય(શ્રેય) કરવાની વૃત્તિ અને ઉત્કંઠતા હોય જેના કારણે તેને પ્રમાદન હોય. ૬. પૈર્યવાન હોય અને ઉતાવળથી અથવા અધીરજથી કાર્ય કરવાને જે ઉત્સુક ન હોય. ૭. એક માત્ર મુક્તિનો ઇચ્છુક અને ઉદ્યમી હોય અર્થાત્ જેનું લક્ષ પૂર્ણતાનું જ હોય. ૮. સ્વક્ષેત્રમાં વ્યાપ્ય-વ્યાપકભાવથી અસ્તિત્વપણાનું જોર(સંવેગ) હોય. ૯. જેને નજ પરમપદની અત્યંત અત્યંત મહિમા હોય. ૧૦. આ બધામાં નિજ પરમપદ મુખ્ય છે.
“પરમપદનું ધ્યાન જ પરમપદની પ્રાપ્તિનું કારણ છે.” “પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે.”
“સમ્યગ્દર્શનનું ધ્યાન જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ છે.” ૫. મુમુક્ષુતાની શ્રેણીઓ: ૧. “મુમુક્ષુતા” તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર
મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. ૨. કોઈ પણ સાધક જ્યારે એવું જીવન જીવે કે અંતરંગમાં મોક્ષ સિવાય તેને બીજી કોઈ ઇચ્છા ન હોય
ત્યારે એ સાધક ખરેખર મુમુક્ષુ કહેવાય. મતલબ કે અભિપ્રાયમાં મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈન રહે ત્યારે જીવનમાં મુમુક્ષુતા પ્રગટે છે. ૩. અંતરંગ પરિણામોની વિશુદ્ધિ, સાચા દેવ-ગુરુ-ધર્મની ભક્તિની તરતમ્યતા, મુમુક્ષતાજનક સદ્ગારોની સંખ્યા અને પ્રમાણ, આત્મજાગૃતિનું સાતત્ય આદિ અનેક માપદંડોને અનુરૂપ મુમુક્ષતાના જો કે અનેક ભેદો છે, પરંતુ સામાન્યપણે નીચેના ત્રણ ભેદો પાડી શકાય.