________________
૧૭૧
૧૦ પાત્રતા સારભૂત : ૧. પૂર્વના તથા પ્રકારના મહત્ત પુણ્યયોગથી સન્દુરુષનો યોગ જીવને અનંતકાળમાં દુર્લભ હોવા છતાં
પણ અનેકવાર થયો છે. તો પણ તે યોગનું મહત્વ નહિ સમજાતું હોવાને લીધે તેમજ પોતાની બોધબીજ યોગ્ય ભૂમિકા અને પાત્રતા' નહિ હોવાને લીધે તે સત્સંગનું નિષ્ફળપણું ગયું છે. તેથી ધર્મક્ષેત્રમાં(આત્મક્ષેત્રમાં) પ્રવેશ કરવા માટે નિજઅવલોકનાર્થ પાત્રતા અને મુમુક્ષુની યથાર્થ ભૂમિકા
બહુ જ જરૂરી છે. ૨. કોઈ બાહ્ય ક્રિયાકાંડ કે શાસ્ત્ર ભણતરથી જીવ માર્ગને પામી શકતો નથી. એકમાત્ર પાત્રતાથી જ પામે
છે. તેથી પાત્રતાનું મહત્ત્વ સમજવું યોગ્ય છે. ૩. તેથી મુમુક્ષુ જીવે - વિચારવાન જીવે સર્વ પ્રથમ આ અતિ મહત્ત્વના વિષય અંગે ગંભીરપણે વિચાર
મનન-મંથન કરીને એનું યથાતથ્ય મુલ્યાંકન કરી સર્વ ઉધમથી પોતામાં આવવું યોગ્ય છે; તો જ
માર્ગ પ્રાપ્તિ સુલભ થશે. માર્ગ પામવા માટે અન્ય કોઈ ઉપાય નથી. ૪. કોઈ પણ જીવ જ્યારે નિજહિત માટે તત્પર થાય ત્યાં પાત્રતા શીધ્ર પ્રગટે છે. તે માટે અમુક પૂર્વક્રમ
નિયત નથી. આ માર્ગની સુવિધા છે. નિજહિતની જેટલી ગરજ તેટલી પાત્રતા વિશેષ. આ પાત્રતાના
માપનું ધોરણ છે. ૫. અનંતકાળથી સ્વરૂપનો પરિચય ન હોવાથી વિભાવ સહજ થઈ ગયો છે. તેથી સુદીર્ઘ કાળ સુધી
સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન થતાં વિભાવની સાધારણતા ટળે અને સ્વરૂપની(સ્વભાવની)
સાવધાની આવે. મુમુક્ષુ જીવે પોતાનું યોગ્યપણું થાય તેની વિચારણા કરવી. “યોગ્યતા” :
૧) શબ્દાર્થ સામર્થ્ય, શક્તિ, લાયકાત, તાકાત, પાત્રતા. ૨) યોગ્યતા જ વિષયનું પ્રતિનિયામક કારણ છે. ૩) ખરેખર કોઈ કાર્ય થવામાં કે ન થવામાં તેની યોગ્યતા જ સાક્ષાત્ સાધક હોય છે. ૪) યોગ્યતા એટલે સ્વાભાવિક શક્તિ.
૫) દ્રવ્યના પરિણમનમાં તેની સ્વભાવગત યોગ્યતા જ કારણ છે. ૬. અમુક વખતે અમુક પર્યાય કેમ થઈ? “એવી જ તે ઉપાદાનની યોગ્યતા'. ૭. આ ‘ઉપાદાનની યોગ્યતા” તે ત્રિકાળી શક્તિરૂપ નથી. પણ એક સમયની પર્યાયરૂ૫ છે. એકેક
સમયની પર્યાયમાં પોતાની સ્વતંત્ર તાકાત છે. તેને ‘ઉપાદાનની યોગ્યતા કહેવામાં આવે છે. ૮. સમય સમયની પર્યાયના સ્વતંત્ર ઉપાદાનની લોકોને ખબર નથી. એટલે નિમિત્ત આવે તો પર્યાય