________________
૧૭૩ ૧૫. જે કાર્ય થયું તે જ સમયની પર્યાયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાનકારણ અને તે પર્યાય એ કાર્ય.
તત્સમયની પર્યાયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાનકારણ જ વાસ્તવિકમાં કાર્યનું પરમાર્થ કારણ છે. ૧૬. દ્રવ્યનું સ્વરૂપ પ્રતિ સમય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે. તેથી પરિણમનમાં ઉપાદાનની યોગ્યતા જ
મુખ્ય છે. પરંતુ ઉપાદાનની યોગ્યતાના સદ્ભાવમાં પણ નિમિત્ત વિના કાર્યથતું નથી. યોગ્ય નિમિત્તના સદ્ભાવમાં જ દ્રવ્યનું પરિણમન થાય છે. છતાં નિમિત્તના સદ્ભાવમાં પણ દ્રવ્યનું પરિણમન તો
પોતાથી જ થાય છે. કારણ કે ઉપાદાન પોતાના પરિણમનમાં સ્વતંત્ર છે, નિમિત્ત કાંઈ કરતું નથી. ૧૭. તત્સમયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન જ વાસ્તવમાં સમર્થ ઉપાદાન છે અને તે જ કાર્ય અંગેનું
સાચું નિયામક કારણ છે. ૧૮. પદાર્થનું જેવું પરિણમન થવા યોગ્ય છે તેવી જ બુદ્ધિ થઈ જાય છે, તેવો જ અધ્યવ્યસાય થવા લાગે
છે, તેવું જ નિમિત્ત તે કાળે મળી જાય છે. આ સહજ પ્રક્રિયા છે અને એ સમજવાથી આકુળતા
વ્યાકુળતાનો અભાવ થઈ સમતા-શાંતિ-સુખ પ્રાપ્ત થાય છે. ૧૯. જીવ અને પુદ્ગલ એ બન્ને દ્રવ્યો ક્રિયાવર્તી શક્તિ તેમજ ભાવવર્તી શક્તિ ધરાવે છે. બાકી ચાર દ્રવ્યો
માત્ર ભાવવર્તી શક્તિ ધરાવે છે. પ્રદેશોના હલનચલનરૂપ પરિસ્પંદનને ક્રિયા કહેવાય છે. અને પ્રત્યેક વસ્તુમાં થતાં તેના પ્રવાહરૂપ પરિણમનને ભાવ કહેવાય છે. પ્રદેશ ચલાત્મક યોગ્યતાનું નામ કિયા
છે અને પરિણમનશીલ યોગ્યતાનું નામ ભાવ છે. ૨૦. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ભિન્ન ભિન્નદ્રવ્યની એક જ સમયની પર્યાયમાં હોય છે. બન્ને દ્રવ્યો પોતપોતાની
તત્સમયની યોગ્યતાને કારણે જ સ્વતંત્રરૂપે સ્વયં પરિણમિત થાય છે. ૨૧. પ્રત્યેક કાર્ય પોતાના ઉપાદાનની યોગ્યતા અનુસાર થાય છે એ નિયમ મુજબ એ નિશ્ચિત થાય છે કે
જીવમાં પોતાનામાં જ એવી યોગ્યતા છે કે જેના કારણે તે બંધાય છે. તેની આ યોગ્યતા અનાદિકાળથી છે. આને જ વૈભાવિક શક્તિનું વિભાવરૂપ પરિણમન કહેવામાં આવે છે. અહીંયા આ વિભાવ પરિણમનમાં કારણભૂત (નિમિત્ત) સામગ્રીને જ કર્મ કહેવામાં આવે છે, જે પ્રતિસમય બંધાતા રહે
છે અને અબાધાકાળ સુધી સત્તામાં રહે છે. પછી ઉદયમાં આવી પોતાનું કાર્ય કરી નિવૃત્ત થઈ જાય છે. ૨૨. જીવમાં નિમિત્તબદ્ધ અશુદ્ધ થવાની યોગ્યતા અનાદિકાળથી જ છે. પુદ્ગલમાં પણ સ્વભાવથી જ
એવી યોગ્યતા છે કે જેથી તે જીવની અશુદ્ધતાનું નિમિત્ત પામીને તેના પ્રદેશો સાથે બંધાય છે. મૂળમાં
આવી યોગ્યતાઓ જ ઉભયબંધનું કારણ છે અને એનો કાળ પાકતાં ક્રમબદ્ધ ઉદયમાં આવે છે. ૨૩. પુદ્ગલમાં કર્મરૂપ અવસ્થાને જીવ ઉત્પન્ન નથી કરતો. તે તો પુદ્ગલનું પરિણમન પુગલની પોતાની
તત્સમયની યોગ્યતાથી જ થાય છે. પરંતુ યોગાનુયોગ જીવની પણ તત્સમયની યોગ્યતાથી ત્યાં હાજરી હોવાથી જીવના પરિણમ તે વખતે નિમિત્તભૂત ન હોય તેમ થતું નથી. જીવના પરિણામ ખરેખર બંધનું કારણ નથી. બન્ને દ્રવ્યોનું પરિણમન તત્સમયની યોગ્યતાથી સ્વતંત્રપણે થાય છે. કર્મોના ઉદયથી જીવના પરિણામ બગડે એવું પણ નથી. બન્નેની નિમિત્તરૂપ હાજરી ત્યાં હોય છે.