________________
૧૬૩ સમ્યકત્વ પ્રાપ્તિ માટેની પાત્રતા
૧. ભૂમિકા :
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ જ મોક્ષમાર્ગ છે. આ સ્વરૂપની સમજણ અને સ્વરૂપની પ્રાપ્તિ માટે જે જ્ઞાનદશા અને સમ્યફદશા બને એ પૂર્વે જીવે એને યોગ્ય મુમુક્ષુ દશા બનાવવી પડે છે. આ કાર્ય થતાં પહેલાં જીવની યોગ્યતા-પાત્રતા અત્યંત જરૂરી છે.
“પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.” વ્યવહારના દરેક ક્ષેત્રે પણ અમુક પદ પ્રાપ્ત કરવા પાત્રતા જોઈએ તો આવા ભવનો અંત લાવે એવા સમ્યગ્દર્શન માટે શું એવા પ્રકારની પાત્રતા ન જોઈએ ? “મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરૂણા કોમળતા આદિ ગુણ-પ્રથમ ભૂમિકા ધાર.”
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભાવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ" વિશાળ બુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા અને જિતેન્દ્રિયપણું એ ચાર પાત્રતાના ઉત્તમ લક્ષણ છે. “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજા.”
ત્યાગ, વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.” ૨. હવે વિસ્તારથી પંદર ગુણની વ્યાખ્યા જોઈએ. ૧. કષાયની ઉપશાંતતા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે. એ પ્રથમ શાંત થવા જોઈએ.
ઉછાળો ઓછો થવો જોઈએ. એ ઓછો કરવા એના પ્રતિપક્ષીનો વિચાર થવો યોગ્ય છે. ક્રોધ - પ્રતિપક્ષી ક્ષમા,
માન - પ્રતિપક્ષી નમ્રતા, વિનય. માયા - પ્રતિપક્ષી સરળતા, લોભ - પ્રતિપક્ષી પવિત્રતા, સંતોષ ૨. માત્ર મોક્ષ અભિલાષઃ હવે સંસાર સંબંધી બધી જ ઇચ્છાઓનો નિરોધ થઈ ગયો છે અને માત્ર એક
મુક્તિની જ ઇચ્છા છે. ૩. ભવે ખેદ : હવે વધુ ભવ નથી કરવા. બીજા વધુ જન્મ-મરણ નથી કરવા. આ ભવમાં પણ
સાંસારિક પ્રવૃત્તિઓ કરવી પડે તો તેનો ખેદ વર્તે અને મર્યાદિત કરવા ઉદ્યમી થાય. છે. પ્રાણી દયા : જગતના સર્વ જીવો પ્રત્યે દયા, અનુકંપા, જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ. બધા
જ મારા જેવા આત્માઓ છે એવી ભાવના. બધા પ્રત્યે સમદષ્ટિ. ૫. વિશાળ બુદ્ધિ :
૧) સત્યની સ્વકૃતિ માટે તૈયારી. ૨) હંમેશા નવું સત્ય ઝીલવાની શક્તિ.