________________
સમ્યગ્દર્શનને માન્ય છે. અભેદ વસ્તુનું લક્ષ કરતાં જે નિર્મળ પર્યાય પ્રગટ્યો તે સામાન્ય વસ્તુ સાથે અભેદ થઈ પરિણમી જાય છે. પર્યાયમાં તેવા પ્રકારનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. તે જ રામ્યગ્દર્શનની પર્યાય છે. જો વ્યવહારનું લક્ષ કરે તો દષ્ટિ ખોટી ઠરે છે અને જો વ્યવહારને જાણે નહિ તો જ્ઞાન ખોટું ઠરે. જ્ઞાન નિશ્ચય-વ્યવહારનો વિવેક કરે છે ત્યારે તે સમ્યક છે. અને દષ્ટિ વ્યવહારનું લક્ષ છોડીને નિશ્ચય અંગીકાર કરે તો તે સમ્યફ થાય છે.
ત્રિકાળી અખંડ વસ્તુ તે જ મોક્ષનું નિશ્ચય કારણ છે. એકરૂપ અભેદ વસ્તુ જ રામ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શન એ મોક્ષની પ્રથમ સીડી છે. સાચા સુખની શરૂઆત એ અનુભૂતિથી જ થાય છે. ૨૬ અનુભવમાં ચૈતન્ય વસ્તુનો સીધો સ્વાદ આવે છે. ત્યાં કોઈ કલ્પના રહેતી નથી, વિકલ્પ રહેતા
નથી. ઝીણું કહો કે સરળ કહો - વસ્તુસ્વરૂપ આવું જ છે. ૨૭ આત્માને પરમાત્મા થવામાં પોતાથી ભિન્ન બીજું સાધન નથી. પોતે પોતામાં જ નિર્વિકલ્પ લીનતા
વડે પોતાના ધ્યાનથી જ પરમાત્મા થઈ જાય છે. નિજ સ્વરૂપને ધ્યાવી બાવીને જ અનંત જીવો સિદ્ધપદ પામ્યા છે. ધર્મધ્યાનથી ધર્મની શરૂઆત થાય છે. ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધખતી
ધૂણી, ધીરજ અને ધગશથી ધખાવતો એ ધર્મનો ધારક ધર્મી ધન્ય છે !” ૨૮ આત્માનો દ્રવ્યસ્વભાવ ત્રિકાળ મોક્ષરૂપ જ છે, ને પર્યાયમાં મોક્ષ નવો પ્રગટે છે; એટલે દ્રવ્ય મોક્ષ'
ત્રિકાળ છે એના આશ્રયે ભાવ મોક્ષ પ્રગટી જાય છે. શક્તિના ધ્યાન વડે મુક્તિ થાય છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક થઈ જાય છે. જ્ઞાતા, જ્ઞાન અને શેય એક થઈ જાય છે. આત્મા પોતે જ ધ્યેય અને શેય, પોતામાં જ એકાગ્રરૂપ જ્ઞાન અને ધ્યાન, પોતે જ જ્ઞાતા અને પોતે જ ધ્યાતા. આવી અભિન્ન
આરાધનાનું ફળ મોક્ષ છે. તેની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. ર૯ ભગવાને જેવો આત્મા જોયો તેવો આત્મા અંતરમાં જોવા આ જીવ જાય ત્યારે નિર્વિકલ્પ અવસ્થામાં
સમરસ સ્વરૂપ અતીન્દ્રિય આનંદના વેદન સહિત આત્મા દેખાય છે. શાંત ચિત્તરૂપ સમભાવમાં
આત્મા સાક્ષાત દેખાય છે, અનુભવાય છે. એ જ સમ્યગ્દર્શન છે. ૩૦ અભેદ સ્વભાવનું લક્ષ કહો, જ્ઞાતા સ્વરૂપનો અનુભવ કહો, સુખ કહો, ધર્મ કહો, સમ્યગ્દર્શન કહો,
સ્વાનુભૂતિ કહો, આત્માનુભૂતિ કહો તે બધું એક જ છે, આ જ છે. આવું નિશ્ચય સમ્યગ્દર્શનનું સ્વરૂપ જાણવું જરૂરી છે.