________________
૧૧૭ ૧૮. હવે બંધ થવાથી જીવ અને કર્મ એક વસ્તુ થઈ જતી નથી, તેમજ તે બન્ને ભેગા થઈને કોઈ કાર્ય કરતાં
નથી એટલે જીવ અને કર્મ એ બન્ને ભેગાં થઈને આત્મામાં વિકાર કરતા નથી, તેમજ જીવ અને કર્મ
ભેગાં થઈને પુદ્ગલકર્મમાં વિકાર કરતા નથી. ૧૯. કર્મોનો ઉદય જીવમાં વિકાર કરતો નથી, જીવ કર્મોમાં વિકાર કરતો નથી પણ બન્ને સ્વતંત્રપણે
પોતપોતાના પર્યાયના કર્તા છે. જ્યારે જીવ પોતાની વિકારી અવસ્થા કરે ત્યારે જુના કર્મોના વિપાકને ‘ઉદય” કહેવામાં આવે છે. અને જો વિકારી અવસ્થા ન કરે તો તેને મોહકર્મની ‘નિર્જરા થઈ એમ
કહેવામાં આવે છે. ૨૦. પરલક્ષ વગર જીવમાં વિકાર થાય નહિ, જીવ જ્યારે પરલક્ષે પોતાની અવસ્થામાં વિકાર ભાવ કરે તે
ભાવ અનુસાર નવા કર્મો બંધાય છે – આટલો જીવ-પુગલનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ૨૧. શાસ્ત્રોમાં દ્રવ્યકર્મો જીવના ગુણોનો ઘાત કરે છે એવું કથન આવે છે તેથી તે કર્મોનો ઉદય જીવના
ગુણોનો ખરેખર ઘાત કરે છે એમ ઘણા માને છે અને તેનો તેવો અર્થકરે છેપણ તે અર્થ ખરો નથી. કેમ
કે તે કથન વ્યવહારનયનું છે માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવનારું કથન છે. તેનો ખરો અર્થ એમ થાય છે. ૨૨. જ્યારે જીવ પોતાના પુરુષાર્થના દોષ વડે પોતાના પર્યાયમાં વિકાર કરે છે - અર્થાતુ પોતાના પર્યાયનો
ઘાત કરે છે ત્યારે તે ઘાતમાં અનુકૂળ નિમિત્તરૂપ જે દ્રવ્યકર્મ આત્મપ્રદેશોથી ખરવા તૈયાર થયું છે તેને ‘ઉદય” કહેવાનો ઉપચાર છે એટલે કે તે કર્મ ઉપર નિમિત્તનો આરોપ આવે છે. અને જો જીવ પોતાના સત્ય પુરુષાર્થ વડે વિકાર કરતો નથી - પોતાના પર્યાયનો ઘાત કરતો નથી તો વ્યકર્મોના તે જ સમૂહને ‘નિર્જરા’ નામ આપવામાં આવે છે. આ રીતે નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરવા
પૂરતો તે વ્યવહાર કથનનો અર્થ થાય છે. ૨૩. આ સંબંધને બદલે જો કર્તા-કર્મનો સંબંધ માનવામાં આવે તો ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર
એકરૂપ થઈ જાય છે, અથવા તો એક બાજુ જીવદ્રવ્ય અને બીજી બાજુ અનંત પુગલ દ્રવ્યો(કર્મો)
તે અનંત દ્રવ્યોએ મળી જીવમાં વિકાર કર્યો એમ તેનો અર્થ થઈ જાય છે કે જે બની શકે નહિ. ૨૪. આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા કર્મના ઉદયે જીવને અસર કરી - નુકસાન કર્યું - પરિણમાવ્યો
વગેરે પ્રકારથી ઉપચારથી કહેવાય છે. આ બરાબર સમજવું જોઈએ. ૨૫. જીવ અને પુદ્ગલનો જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તે ત્રિકાળી દ્રવ્યમાં નથી માત્ર એક સમયની
અવસ્થા પૂરતો છે. જીવમાં કદી બે સમયનો વિકાર ભેગો થતો નથી તેથી તેનો કર્મ સાથેનો સંબંધ
પણ બે સમયનો નથી. હવે નીચેના નિયમો વિચારીએ. ૨૬. અનાદિથી જીવ કદી પણ શુદ્ધ થયો નથી પણ કષાયસહિત જ અને તેથી જીવ અને કર્મનો સંબંધ
અનાદિથી છે. ૨૭. કષાય ભાવવાળો જીવ કષાય કર્મના નિમિત્તે નવો બંધ કરે છે.