________________
૧૪૩ (વેદનની અપેક્ષાએ વાત છે) પરમાર્થ વસ્તુ જ આવી છે, પોતે પોતાથી જણાય તેવી ચીજ છે. ૪૭ સમ્યગ્દર્શનમાં રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા એકત્વ-વિભક્ત આત્માની જ દષ્ટિ હોય છે.
ત્યાં પણ અતીન્દ્રિય સુંદર આનંદનો સ્વાદ અલ્પ આવે છે, શ્રાવકને તે વિશેષ આવે છે. એના કરતાં
મુનિઓને તો પ્રચુર સ્વસંવેદન હોય છે એટલે પ્રચુર આનંદ હોય છે. ૪૮ અહાહા...! ભગવાન, તું અનાદિ અનંત નિત્યાનંદ સ્વરૂપ એક પૂર્ણ જ્ઞાયકભાવ છે ! જેમાં પર્યાયનો -
ભેદનો અભાવ છે. તેથી તું શુદ્ધ છે એમ કહેવાય છે. એટલે પરદ્રવ્ય અને તેના ભાવો તથા કર્મના ઉદયાદિનું લક્ષ છોડી જ્યાં દષ્ટિ ત્રિકાળી જ્ઞાયકભાવ ઉપર ગઈ કે પરિણતિ શુદ્ધ થઈ. એ શુદ્ધ પરિણામમાં જ્ઞાયક શુદ્ધ છે એમ જણાયું એને શુદ્ધ છે એમ કહે છે, ખાલી શુદ્ધ છે, શુદ્ધ છે એમ કહેવામાત્ર નથી, આ
જ્ઞાયકભાવને જાણવો, અનુભવવો એ સર્વ સિદ્ધાંતનો સાર છે. ૪૯ સમ્યગ્દર્શનનો વિષય કે નિર્વિકલ્પ ધ્યાનનો વિષય જે ત્રિકાળી ધ્રુવ એકરૂપ જ્ઞાયક તેમાં સમ્યગ્દર્શનાદિ શુદ્ધ
પર્યાયોના ભેદ નથી. એકલા અભેદ જ્ઞાયકમાં અશુદ્ધતા તો નથી પણ દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયના
ભેદ પણ નથી. ૫૦ સમ્યગ્દર્શન થતાં અનુભવ થાય એની મહોર - છાપ શું?
તો કહે છે આનંદનો સ્વાદ આવે તે સમ્યગ્દર્શનની મહોર - છાપ છે. પરથી લક્ષ હટાવી દય, દાનમાં જે વિકલ્પ રાગ છે ત્યાંથી લક્ષ હટાવી, દર્શન-જ્ઞાન-ચારિત્રના ગુણભેદનું લક્ષ છોડી જ્યાં અભેદસ્વભાવમાં લક્ષ જાય ત્યાં અનુભવ પ્રગટ થાય છે, તેનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન થતાં સુંદર આનંદ સહિત
જ્ઞાન તરંગો ઉછળે છે ત્યારે આત્મા” એનો યથાર્થ અર્થ સુંદર રીતે સમજાય છે. ૫૧ અહાહા...! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ વસ્તુ છે. એક સેકંડ આવું સમ્યગ્દર્શન થાય ત્યાં દષ્ટિ અપેક્ષાએ મોક્ષ
થઈ ગયો. આત્મા પોતે મોક્ષસ્વરૂપ - પરમાત્માસ્વરૂપ બીરાજે છે. એની દષ્ટિ અને અનુભવ થતાં પર્યાયમાં પરમાત્મા પદ પ્રગટ થાય છે. દેવ-ગુરુ-શાસ્ત્રને માને, નવ તત્ત્વોના ભેદ જાણે એ કાંઈ પણ સમ્યગ્દર્શન નથી. તે આત્માની પ્રતીતિરૂપ છે, સૂક્ષ્મ પર્યાય છે. આનંદના સ્વાદ ઉપરથી જ્ઞાનીને તેનો ખ્યાલ આવે છે. પહેલું સમ્યગ્દર્શન થાય, પછી સ્વરૂપમાં વિશેષ એકાગ્ર થઈ સ્થિર થાય તે સમ્યગ્વારિત્ર છે. સમ્યગ્દર્શન વિનાના વ્રત, તપ, ચારિત્ર બધા એકડા વિનાના મીંડા છે. એ ક્રિયાઓમાં રાગ મંદ હોય તો પુણ્ય બંધાય, પણ ધર્મન થાય. એક સમ્યગ્દર્શન વિના જીવને સંસારના અનંત ભવપરિભ્રમણની અકથ્ય વેદના ભોગવવી
પડી છે. પર આ આત્મા અખંડ, એકરૂપ, શુદ્ધ, સામાન્ય, ધ્રુવ, અનુભવગોચર વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેને
સ્વસંવેદન જ્ઞાન દ્વારા જે પ્રત્યક્ષ જાણે -અનુભવે તે સમ્યગ્દષ્ટિ જીવ છે. તેને કેવળી ભગવાન અને ઋષીશ્વરો
ભાવશ્રુત કેવળી કહે છે. ૫૩ જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. ત્રિકાળી પૂર્ણ આનંદસ્વરૂપ જે જ્ઞાયકભાવ,
છતો પદાર્થ, શાશ્વત ચીજ આત્મા છે તે ભૂતાર્થ છે. જે જીવ તેનો આશ્રય કરે એટલે કે તેની સન્મુખ થાય