________________
૧૪૯ પ્રગટ થાય છે. દ્રવ્યદૃષ્ટિ પ્રગટતાં, સ્વયં જ્ઞાની થયો થકી જીવ સદા સહજ એક જ્ઞાનને અનુભવે છે. દ્રવ્યદષ્ટિવંતને જગત આખું તુચ્છ ભાસે છે. અહા ! દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ. દ્રવ્યદૃષ્ટિવંતને ચક્રવર્તીની
સંપત્તિ ને ઇન્દ્રના ભોગ કાગડાની વિષ્ટા જેવા તુચ્છ ભાસે છે. ૮૫ સ્વ એટલે કોણ ? તો કહે છે કે એક પોતાનો સહજ સ્વાભાવિક ભાવ, એક જ્ઞાયકભાવ, નિત્યાનંદ
સ્વભાવ, ધ્રુવભાવ, એકરૂપ સામાન્ય સ્વભાવ તે સ્વ છે અને તે નિશ્ચય નયનો વિષય છે, અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે. તેથી જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેણે ત્રિકાળી એક જ્ઞાયકભાવનો આશ્રય
લેવો જોઈએ. ૮૬ શુદ્ધ ચૈતન્યપ્રભુ આત્માના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. એમાં પાંચે ય સમવાય આવી જાય છે. સ્વભાવ,
નિયતિ, કાળલબ્ધિ, નિમિત્ત અને પુરુષાર્થ. ૧) સ્વભાવનો આશ્રય થયો. ૨) નિયતિ - થવા યોગ્ય સમ્યગ્દર્શનની પર્યાય જ થઈ તે ભવિતવ્ય . (૩) કાળલબ્ધિ - કાળલબ્ધિ એ સમયે જ હોય છે. ૪) નિમિત્ત - કર્મના ઉપશમ આદિ પણ થઈ ગયા
૫) પુરુષાર્થ - વર્તમાન પર્યાયનો એકાગ્રતાનો પુરુષાર્થ થઈ ગયો. ૮૭ સહજ શુદ્ધ નિજ પરમાત્મા દ્રવ્યનું અંતઃશ્રદ્ધાન કરવું એનું નામ સમ્યગ્દર્શન છે. શું કીધું? ભગવાન
આત્મા અંદર સદા પરમાત્મા સ્વરૂપે બીરાજે છે, તેની સન્મુખ થઈને જેવી અને જેવડી પોતાની ચીજ છે તેવી અને તેવડી એની પ્રતીતિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને શેય બનાવી “હું આ છું' એવી પ્રતીતિ કરવી એનું નામ અંતઃ શ્રદ્ધાન છે. એને આત્માનું અંતઃશ્રદ્ધાન
કહો, રૂચિ કહો કે સમ્યગ્દર્શન કહો બધી એક જ વાત છે. ૮૮ આત્મા પરદ્રવ્યને જાણે છે એ વ્યવહાર કથન છે; આત્મા પોતાને જાણે છે એમ કહેવામાં પણ સ્વસ્વામી
અંશરૂપ વ્યવહાર છે; જ્ઞાયક જ્ઞાયક જ છે” એ નિશ્ચય છે. અહાહા..! દૃષ્ટિનો વિષય ચૈતન્યમૂર્તિ પ્રભુ જ્ઞાયક જ્ઞાયક જ છે. આ પરમાર્થ છે. પોતે પોતાને જાણે એવો ભેદ પણ જેમાં નથી એ જ્ઞાયક પ્રભુ જ્ઞાયક
જ છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે, અર્થાત્ એક જ્ઞાયકના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ૮૯ આ જગતમાં અનંત આત્માઓ છે; એનાથી અનંતગુણા પુદ્ગલ પરમાણુઓ છે, તેનાથી અનંતગુણા
ત્રણ કાળના સમયો છે, તેનાથી અનંતગુણા આકાશના પ્રદેશો છે, તેનાથી અનંતગુણા એક જીવ દ્રવ્યના ગુણ છે. આવો અનંત શક્તિવાળો ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કાર વસ્તુ છે. જેમાં રાગ નહિ, ભંગ ભેદ નહિ, અલ્પજ્ઞતા નહિ, એવો ચૈતન્ય ચમત્કાર! આનંદ ચમત્કાર, શાંતિ ચમત્કાર, પ્રભુતા ચમત્કાર, વીર્ય ચમત્કાર એમ અનંત અનંત શક્તિઓના ચમત્કારસ્વરૂપ ભગવાન આત્મા છે. આવો અનંતગણ મંડિત અભેદએક શુદ્ધ ચૈતન્યચમત્કાર વસ્તુ આત્મા દષ્ટિનો વિષય છે. તેના આશ્રયથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.