________________
૧૫ર છે એ બન્ને કોઈ જીવને તો સમ્યકત્વના કારણે થાય છે પણ તેનો સદ્ભાવ તો મિશ્રાદષ્ટિને પણ સંભવે છે તેથી તેને વ્યવહાર સમ્યકત્વ કહ્યા છે.
હવે સ્વ-પરના શ્રદ્ધાનમાં તથા આત્મશ્રદ્ધાનમાં તો વિપરીત અભિનિવેશરહિતપણાની મુખ્યતા છે અને આ શ્રદ્ધાન સમ્યગ્દષ્ટિને જ હોય છે તેથી તેને નિશ્ચય સમ્યકત્વજ કહ્યું છે. સમ્યકત્વ શબ્દપ્રશંસાવાચક છે, તે યથાર્થપણું સૂચવે છે. વિપરીત આદિ દોષોનો અભાવ તે સમ્યકત્વ છે.
ભગવાન તીર્થંકરના નિગ્રંથ શ્રાવક તથા શ્રાવિકાઓને કાંઈ સર્વેને જીવાજીવનું યથાર્થ જ્ઞાન સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત પોતાના આત્માનું તથા પરનું યથાર્થ જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કઈ જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેશક છે, જેમ જ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી અને નિશ્ચયથી તેને સમકિત કહ્યું છે.
તથારૂપ સત્પુરુષના યોગ વિના એ સમકિત આવવું કઠણ છે. તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી કોઈક પૂર્વે આરાધક હોય એવા જીવને સમકિત થવું સંભવે છે અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઇક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે.
આવા દષ્ટાંત પ્રથમાનુયોગના શાસ્ત્રોમાં આવે છે. ભગવાન મહાવીરના આત્માને પ્રથમ વખત નયસારના ભવમાં જંગલમાં મુનિનો ઉપદેશ ગ્રહણ કરીને સમ્યગ્દર્શન થયું હતું. તે જ ભગવાન મહાવીરના આત્માને એ શ્રદ્ધાન વધી જતાં ફરીથી સિંહની(સંજ્ઞી પંચેન્દ્રિયની પર્યાય)-તિર્યંચની પર્યાયમાં જંગલમાં બે મુનિ ભગવંતો આકાશમાર્ગે ગમન કરી-પ્રત્યક્ષપણે તેમના વચનના હેતુથી સમકિત પ્રાપ્ત કરાવે છે.
પાર્શ્વનાથ ભગવાનના આત્માને હાથીના ભવમાં આવા જ ઉપદેશનું નિમિત્ત મળતાં સમ્યગ્દર્શન થાય છે એવી વાત શાસ્ત્રમાં છે. આવી રીતે નિમિત્તાદીની અપેક્ષાઓથી શાસ્ત્રોમાં સમ્યકત્વના જુદા જુદા ભેદ કહ્યાં છે. મિથ્યાત્વ અનંતાનુબંધીના નિમિત્તે થતા વિપરીત અભિનિવેશ રહિત જે શ્રદ્ધા છે તે નિશ્ચય સમ્યકત્વ છે.
વર્ત નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.” પોતાના સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને અનુભવ વર્તે અને પોતાના ભાવમાં પોતાની વૃત્તિ રહે તે પરમાર્થ સમ્યકત્વ છે, તે નિશ્ચય સમ્યકત્વ છે. ૧. પાંચ અસ્તિકાય, છ દ્રવ્યો તથા જીવ-પુદ્ગલના સંયોગી પરિણામોથી ઉત્પન્ન આસવ, બંધ, પુષ્ય,
પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ એ રીતે નવ પદાર્થોના વિકલ્પરૂપ તે વ્યવહાર સમ્યકત્વ છે. ૨ જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વોની જેમ છે તેમ યથાર્થ અટળ
શ્રદ્ધા કરવી તે વ્યવહાર સમ્યગ્દર્શન છે. ૩. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા એ વ્યવહાર સમ્યકત્વ છે. પ્રથમ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે