________________
૧૫૬
ઉદય બાવવા યોગ્ય સત્તા હોય તે ઉપશમ છે અને સમ્યકત્વ મોહનીય પ્રકૃત્તિનો ઉદય વર્તે છે એવી જે દશા છે તેને વેદક કે ક્ષયોપશમ સમ્યકત્વ કહે છે.
સમત્વ મોહનીય પ્રકૃત્તિ દેશઘાતી છે. તેનો ઉદય હોવા છતાં પણ સમ્યકત્વનો ઘાત થતો નથી. કિંચિત મલિનતા કરે પણ મૂળથી ઘાત ન કરે એનું નામ દેશઘાતી છે.
તેથી ચળ, મલિન, અગાઢ દોષો જેમાં હોય છે એવું જે સમળ તત્ત્વાર્થ શ્રદ્ધાન છે તે વેદક કે ક્ષયોપશમ સમકિત છે.
ક્ષયોપશમ સમકિતનો જઘન્યકાળ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટકાળ સાદિક ૬૬ સાગરોપમ છે. ચોથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાન સુધી આ સમ્યકત્વ હોય છે. ક્ષયોપશમ સમકિત ઉગતા સૂર્યની પેઠે કાંઈક મળસહિત હોય છે. ક્ષાયિક સમ્યકત્વ સંસારના નિદાનભૂત મિથ્યાત્વ મોહનીયના ત્રણે ય પુંજ અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ એ સર્વેનો સત્તામાંથી પણ ક્ષય થવાથી પ્રગટતું સમકિત ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે.
આ દશામાં ત્રણ પ્રકારના મિથ્યાત્વ પ્રકૃત્તિના રજકણો આત્મપ્રદેશોથી તદ્દન ખસી જાય છે તેથી મિથ્યાત્વ તથા અનંતાનુબંધીની સાતે ય પ્રકૃત્તિનો ક્ષય થયો કહેવાય છે. અને તેથી અત્યંત નિર્મળ તત્વાર્થ શ્રદ્ધાન થાય તે ક્ષાયિક સમ્યકત્વ છે. આ સમ્યકત્વ સાદિ અનંત જાણવું. તે પ્રગટ્યા પછી છૂટે નહિ. ક્ષાયિક સમ્યકત્વ એટલું દઢ હોય છે કે તર્ક તથા આગમની વિરુદ્ધ શ્રદ્ધાને ભ્રષ્ટ કરનાર વચનો કે હેતુ આ સમકિતને ભ્રષ્ટ કરે નહિ. વળી ભય ઉત્પાદક આકાર કે ગ્લાનિકારક પદાર્થો જોઈને ભ્રષ્ટ થાય નહિ, કારણ કે આત્માના શ્રદ્ધાગુણનો પરમ શુદ્ધ પર્યાય પ્રગટી ગયો છે. ક્ષાયિક સમ્યકત્વ શુદ્ધ સ્ફટિકમણિ સમાન કેવળ નિર્મળરૂપ હોય છે.
મિથ્યાત્વમાંથી સીધું ક્ષાયિક સમ્યકત્વ થતું નથી. સર્વ પ્રથમ ચોથે ગુણસ્થાને ઉપશમ સમ્યત્વ પ્રગટે છે અને ત્યાર બાદ ઉપશમમાંથી ક્ષયોપશમ થઈ ક્ષાયિક સમ્યક્ત થાય છે. | દર્શન મોહનીય કર્મના ક્ષય થવાનો પ્રારંભ કેવળી કે શ્રુતકેવળીના નિકટમાં જ થાય છે. તેનો આરંભ કરનાર કર્મભૂમિમાં જન્મેલો મનુષ્ય જ હોય છે. કદાચિત પૂર્ણ ક્ષય થયા પહેલાં મરણ થઈ જાય તો ક્ષપણની સમાપ્તિ ચાર ગતિમાંથી કોઈ પણ ગતિમાં થઈ શકે છે.
ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ્યા પહેલાં જો આગળના ભવનો આયુષ્યનો બંધ ન થયો હોય તો તે આત્મા તે જ ભવમાં સકળ કર્મોનો અંત કરીને અવશ્ય સિદ્ધપદ સંપ્રાપ્ત કરે છે. જો પૂર્વે આયુષ્યબંધ થયો હોય અને ત્યાર બાદ ક્ષાયિક સમકિત થયું હોય તો ત્રણ કે ચાર ભવમાં અવશ્ય સિદ્ધપદ સંપ્રાપ્ત કરે છે. જે ભવમાં ક્ષાયિક સમ્યત્વ પ્રગટે તે ભવ સહિત વધુમાં વધુ ચાર ભવ થાય. આ શાયિક સમ્યકત્વ ચોથાથી ચૌદમા ગુણસ્થાન સુધી હોય છે.