________________
૧૫૪
કોઈ આશ્રય હોતો નથી. એટલું જ નહિ પરના આશ્રયનો વિકલ્પ પણ હોતો નથી. ‘હું શુદ્ધ છું, બુદ્ધ છું' એવો પોતાના શુદ્ધ સ્વરૂપનો વિકલ્પ અસ્ત થઈ જાય છે અને નિર્વિકલ્પ દશામાં જ આત્માનું તે સમયે પ્રવર્તન હોય છે. તે સમયે આત્મા પરિણામોને નિજ સ્વરૂપમાં તલ્લીન કરીને, એકાગ્ર કરીને સ્વાનુભવના રસાસ્વાદને પ્રત્યક્ષપણે વેદે છે. આત્મા પોતે પોતામાં જ વ્યાપ્યવ્યાપકપણે પ્રવર્તે છે.
૨. અધિગમજ ઃ કોઈ જીવ આત્માજ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળે ત્યારે તુરત સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે - બાહ્ય નિમિત્તપૂર્વક પ્રગટ થાય તે અધિગમજ અથવા નૈમિત્તિક સમ્યગ્દર્શન કહેવાય છે.
જેમ વૈદક સંબંધીનું જ્ઞાન મેળવવું હોય તો વૈદકના જ્ઞાની ગુરુની શિક્ષા દ્વારા તે પ્રાપ્ત કરી શકાય છે, પણ વૈદકના અજ્ઞાની દ્વારા પ્રાપ્ત કરી શકાય નહિ; તેમ આત્મજ્ઞાની ગુરુના ઉપદેશ દ્વારા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકાય છે, પણ આત્માના અજ્ઞાની એવા ગુરુના ઉપદેશ દ્વારા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકાતું નથી. માટે સાચા સુખના ઉમેદવાર જીવોએ ઉપદેશકની પસંદગી કરવામાં કાળજી રાખવાની જરૂર છે. સદ્ગુરુના લક્ષણ બતાવતાં કહ્યું છે કે -
“આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.''
સદ્ગુરુની ઓળખાણ કરી, ઉપદેશ પ્રાપ્ત કરવો તો સમ્યગ્દર્શન પ્રગટે.
૨. સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ સમ્યક્ત્વના ભેદ :
નિશ્ચય સમ્યક્ત્વના સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ ત્રણ ભેદ છે. ૨) ક્ષાયોપશમિક ૩) ક્ષાયિક.
૧) ઔપશમિક
૧. ઔપમિક અથવા ઉપશમ સમકિત - સમ્યગ્દર્શન ઃ તે દશામાં મિથ્યાત્વ કર્મના તથા અનંતાઅનુબંધી કષાયના જડ રજકણો સ્વયં ઉપશમરૂપ હોય છે, જેમ મેલા પાણીમાંથી મેલ નીચે બેસી જાય છે તેમ અથવા જેમ અગ્નિને રાખથી ઢાંક્યો હોય તેમ; આત્માના પુરુષાર્થ વડે જીવ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે ત્યારે ઔપશમિક સમ્યગ્દર્શન જ હોય છે.
મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ એ કર્મોનો અનુદય એટલે ‘ઉપશમ’ અને ઉપશમ દ્વારા થતું સમ્યક્ત્વ તે ઔપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યક્ત્વ વખતે જીવને મિથ્યાત્વ વગેરે કર્મો સત્તામાં હોવા છતાં રાખોડીમાં ભારેલા અગ્નિની જેમ તેને ઉદય હોતો નથી.
આ સમ્યક્ત્વ અનાદિ મિથ્યાદષ્ટિ જીવને છેલ્લું યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ કરણલબ્ધિના દ્વારા થાય છે. તેનો કાળ અંતર્મુહતનો હોય છે અને ગ્રંથિભેદ થયા પછી તે પ્રગટે છે. અથવા ઉપશમ શ્રેણીમાં પણ જીવને તે હોય છે.
જીવને કર્મસ્થિતિ ધટાડવાના કોઈ આશય વિના પણ સંસારમાં કષ્ટ સહન કરતાં કેટલાક કર્મો