________________
૧૪૮
અનાકુલ આનંદનું ધામ, કેવળ એક, જાણે આખાય વિશ્વના ઉપર તરતો હોય તેવો વિશ્વથી ભિન્ન અખંડ પ્રતિભાસમય વસ્તુ આત્મા છે. પર્યાયમાં વસ્તુ પરિપૂર્ણ, અખંડ પ્રતિભાસમય પ્રતિભાસ થાય છે. આખી વસ્તુના પૂર્ણ સામર્થ્યનું પર્યાયમાં જ્ઞાન થાય છે. વિકલ્પથી છૂટીને અંતરમાં જાય છે તેને વર્તમાન જ્ઞાનની
દશામાં ત્રિકાળી એકરૂપ અખંડનો પ્રતિભાસ થાય છે. ૭૯ સમ્યગ્દર્શન શું ચીજ છે? તો કહે છે - ભાવબંધ અને ભાવમોક્ષની પર્યાયના ભેદથી રહિત જે ત્રિકાળી
શુદ્ધ અનંત વિજ્ઞાનઘન સ્વરૂપ નિજ પરમાત્મા દ્રવ્ય છે તેનો નિર્વિકલ્પ અનુભવ થવો તે સમ્યગ્દર્શન છે. ભાવબંધ અને ભાવમોક્ષ પર્યાય છે અને વસ્તુ આત્મા તો એનાથી રહિત ત્રિકાળી દ્રવ્ય છે. દ્રવ્યબંધની તો વાત જ શી ? જડ કર્મ તો તન્ન ભિન્ન છે. જડ કર્મ તો બાહ્ય નિમિત્ત છે. રાગમાં અટકવું તે ભાવબંધ છે અને રાગરહિત થવું તે ભાવમોક્ષ છે. બન્ને પર્યાય છે અને વસ્તુ આત્મા છે તે ભાવબંધ અને ભાવમોક્ષથી
રહિત સદાય અબંધ મુક્ત સ્વરૂપ જ છે. ૮૦ જન્મ મરણ રહિત થવાનો ભગવાન જિનવરદેવનો માર્ગ એકલો વીતરાગરૂપ છે. સમ્યગ્દર્શન એ આત્માની
શ્રદ્ધાગુણની પ્રતીતિરૂપ વીતરાગી પર્યાય છે. આત્મા શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ સદા વીતરાગ સ્વભાવી જ
છે. તેના શ્રદાનરૂપ જે ભવન - પરિણમન તે સમકિત છે. તે વીતરાગી પર્યાય છે. ૮૧ નિમિત્ત, રાડા અને અલ્પજ્ઞપણું એ બધાની ઉપેક્ષા અને પૂર્ણ સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માની અપેક્ષા
અને તે પૂર્વક શુદ્ધ આત્માનો અનુભવ થવો તે સમ્યગ્દર્શન છે. સમકિતી જાણે છે કે હું શરીર, મન, વાણી કે પુણ્ય-પાપ કે અલ્પજ્ઞ નથી, હું તો ચૈતન્ય રસકંદ પરિપૂર્ણ સર્વજ્ઞ સ્વભાવી ભગવાન છું. ભગવાનને પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ છે તે ક્યાંથી આવ્યું ? અંદર આત્મામાં સર્વજ્ઞપણાનો સ્વભાવ પડ્યો છે તો બહિર્મુખ વલણનો ત્યાગ કરી અંતર્મુખ વલણ વડે તેની પ્રતીતિપૂર્વક પરિપૂર્ણ અંતર એકાગ્રતા કરવાથી તે
પ્રગટ થયું છે. ૮૨ અહા ! જેની એક એક ગુણશક્તિ પરિપૂર્ણ છે એવા દ્રવ્યસ્વભાવનું અને સમયે સમયે સ્વતંત્ર રીતે થતી
પર્યાયોનું સમ્યગ્દષ્ટિને યથાર્થ જ્ઞાન હોય છે. જે રીતે દ્રવ્ય-ગુણ-પર્યાય છે તે રીતે એનું જ્ઞાન કરીને દ્રવ્યની દષ્ટિ - પ્રતીતિ કરવામાં આવે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. સમય સમયની પર્યાય પ્રત્યેક પોતાના કાળે પ્રગટ
થાય છે. એવો નિર્ણય કરનારની દષ્ટિ દ્રવ્યસ્વભાવમાં જાય છે અને એ સમ્યગ્દર્શન છે. ૮૩ અહાહા...! પોતાનો ભગવાન અતીન્દ્રિય આનંદના સ્વભાવથી સર્વાગ છલોછલ ભરેલો સચ્ચિદાનંદ
પ્રભુ છે. એની જેને દષ્ટિ થઈ, વલણ થયું તે સમ્યગ્દષ્ટિ છે. અહા ! સમ્યગ્દર્શન થતાં તેને જેની(શુદ્ધ ચૈતન્ય તત્વની) કિંમત કરવી હતી તેની કિંમત (દષ્ટિ) થઈ ગઈ અને જેની(-રાગની) કિંમત નહોતી તેની કિંમત(-રૂચિ) ગઈ, પછી ભલે થોડો અસ્થિરતાનો રાગ હો, એની કાંઈ કિંમત(વિસાત) નથી, આ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષનો અભાવ છે. અને આમ હોવાથી પૂર્વે બંધાયેલા જડ કર્મો તેને બંધનું
કારણ થતાં નથી. તેથી સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને બંધ થતો નથી. ૮૪. ‘પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ હું ત્રિકાળ આત્મા છું' એમ નિજ આત્મદ્રવ્ય પર દષ્ટિ કરે છે ત્યારે તેને દ્રવ્યદષ્ટિ