________________
૧૧૮
૨૮. કષાય કર્મને મોહકર્મ કહેવાય છે, આઠ કર્મોમાંથી એક મોહનીય કર્મ જ બંધનું નિમિત્ત થાય છે. ૨૯. જેવો તીવ્ર, મધ્યમ કે મંદ કષાય ભાવ જીવ કરે તે મુજબ જ કર્મોમાં સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે.
૩૦. કર્મના નિમિત્તે જીવ સકષાય થાય છે એટલે કે જીવની અવસ્થામાં વિકારી થવા યોગ્ય લાયકાત હોય તેને કર્મનું નિમિત્ત હાજર હોય છે અને જે જીવને કર્મનો સંબંધ ન હોય તે જીવની પોતાની લાયકાત પણ રાકષાયરૂપ થવાની હોતી નથી.
૩૧. એ ધ્યાનમાં રાખવું કે સામે કર્મ ઉદય હોય માટે જીવને કષાય કરવો જ પડે એમ નથી; કર્મ હાજર હોવા છતાં જીવ પોતે જો સ્વલક્ષમાં ટકીને કષાયરૂપે ન પરિણમે તો તે કર્મોને બંધનું નિમિત્ત કહેવાતું નથી. પોતાના સ્વભાવમાં રહેવું જીવની સ્વતંત્રતા છે.
૩૨. જીવને કર્મ સાથે જે સંબંધ છે તે પ્રવાહે અનાદિથી ચાલ્યો આવે છે, પણ તે એક જ સમય પૂરતો છે. દરેક સમયે પોતાની યોગ્યતાથી જીવ નવો નવો વિકાર કરે છે તેથી તે સંબંધ ચાલુ રહે છે. પણ જડ કર્મો જીવને વિકાર કરાવતા નથી. જીવ પોતાની યોગ્યતાથી વિકાર કરે તો થાય અને ન કરે તો ન થાય. વિકારની યોગ્યતા એક જ સમય પૂરતી હોવાથી સ્વભાવના લક્ષે તે ટળી શકે છે. વિકાર ટળતાં કર્મ સાથેના સંબંધ પણ ટળે છે.
૩૩. જીવ ત્યારે પોતાનું નિજ સ્વરૂપ પ્રગટ ન કરે - સાંસારિક દશાને વધારે ત્યારે મોહનીય કર્મ નિમિત્ત છે. પણ કર્મ જીવને કાંઈ પણ કરી શકે એમ માનવું તે તદ્ન મિથ્યા છે. સાંસારિક દશાનો અર્થ એ છે કે જીવમાં આકુળતા થાય - અશાંતિ થાય - ક્ષોભ થાય. એ અશાંતિમાં ત્રણ વિભાગો પડે છે. ૧) અશાંતિરૂપ વેદનનું જ્ઞાન ૨) તે વેદન તરફ જીવ ઝૂકે ત્યારે નિમિત્તકારણ ૩) અશાંતિરૂપ વેદન. હવે તે વેદનનું જ્ઞાન તો જ્ઞાનગુણમાં ગર્ભિત થઈ જાય છે. તે જ્ઞાનના કારણમાં જ્ઞાનાવરણનો ક્ષયોપશમ નિમિત્ત છે. તે વેદન તરફ જીવ લાગે ત્યારે વેદનીય કર્મ તે કાર્યમાં નિમિત્ત છે; અને વેદનમાં મોહનીય નિમિ છે. અશાંતિ, મોહ, આત્મજ્ઞાન-પરાન્મુખતા તથા વિષયાસક્તિ એ સર્વ કાર્ય મોહના જ છે. કારણના નાશથી કાર્ય પણ નષ્ટ થઈ જાય છે. તેથી વિષયાસક્તિ ઘટાડવા પહેલાં જ આત્મજ્ઞાન ઉત્પન્ન કરવાનો ભગવાન ઉપદેશ આપે છે.
૩૪. મોહના કાર્યને બે પ્રકારે વિભક્ત કરી શકાય છે.
(૧) દષ્ટિની વિમુખતા અને (૨) ચારિત્રની વિમુખતા.
બન્નેમાં વિમુખતા સામાન્ય છે. તે બન્ને સામાન્યપણે ‘મોહ’નામથી ઓળખાય છે. તેના બે વિભાગ ‘દર્શનમોહ’ અને ‘ચારિત્રમોહ’ કહ્યા છે.
દર્શનમોહ તે અપરિમિત મોહ છે અને ચારિત્રમોહ તે પરિમિત મોહ છે. મિથ્યાદર્શન તે સંસારની જડ છે. મિથ્યાદર્શનમાં દર્શનમોહ નિમિત્ત છે. દર્શનમોહનો અભાવ થતાં તે જ વખતે ચારિત્રમોહનો