________________
૧૧૯ એક પેટા વિભાગ જે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ છે તેનો એક સાથે અભાવ થાય છે અને ત્યાર પછી ક્રમે ક્રમે વીતરાગતા વધતાં ચારિત્રમોહનો ક્રમે ક્રમે અભાવ થતો જાય છે. તે કારણે દર્શન કારણ અને ચારિત્ર કાર્ય એમ પણ કહેવામાં આવે છે.
આ રીતે મિથ્યાદર્શન અને મોહનીય કર્મનું સ્વરૂપ સમજવું. ૩૫. જીવ અને અજીવ દ્રવ્યો કથંચિત પરિણામી’ છે એનો અર્થ એ છે કે : જેમ સ્ફટિકમણિ જો કે તે
સ્વભાવથી નિર્મળ છે તો પણ જાસુદ પુષ્પ વગેરેની સમીપે(પોતાની લાયકાતના કારણે) પર્યાયાંતર પરિણતિ ગ્રહણ કરે છે, પર્યાયમાં સ્ફટિકમણિ જો કે ઉપાધિનું ગ્રહણ કરે છે, તો પણ નિશ્ચયથી પોતાનો જે નિર્મળ સ્વભાવ છે તેને તે છોડતો નથી; તેમ જીવનો સ્વભાવ પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી તો સહજ શુદ્ધ ચિદાનંદ એકરૂપ છે, પરંતુ અનાદિ કર્મબંધરૂપ પર્યાયને પોતે વશ થવાથી તે રાગાદિ પરદ્રવ્ય ઉપાધિ પર્યાયને ગ્રહણ કરે છે. પર્યાયમાં જીવ જો કે પર પર્યાયપણા પરદ્રવ્યના લક્ષે થતાં અશુદ્ધ પર્યાયપણે) પરિણમે છે તો પણ નિશ્ચય નયથી શુદ્ધ સ્વરૂપને છોડતો નથી. પુદ્ગલ દ્રવ્યનું પણ તેમ જ થાય છે. આમ જીવ-અજીવનું પરસ્પર અપેક્ષા સહિત પરિણમન હોવું તે જ ‘કથંચિત પરિણામીપણું' શબ્દનો અર્થ છે.
“કથંચિત પરિણામપણું’ સિદ્ધ થતાં જીવ અને પુગલના સંયોગની પરિણતિ(પરિણામ)થી રચાયેલા બાકીના આસ્રવાદિ પાંચ તત્ત્વો સિદ્ધ થાય છે. જીવમાં આસ્રવાદિ પાંચ તત્ત્વોના પરિણમન વખતે પુદ્ગલ કર્મરૂપ નિમિત્તનો સદ્ભાવ કે અભાવ હોય છે, અને પુલમાં આસ્રવાદિ પાંચ તત્ત્વોના પરિણમનમાં જીવના ભાવરૂપ નિમિત્તનો સદ્ભાવ કે અભાવ હોય છે. આથી જ સાત તત્ત્વોને ‘જીવ અને પુદ્ગલના સંયોગની પરિણતિથી રચાયેલા' કહેવાય છે. પરંતુ જીવ અને પુદ્ગલની ભેગી પરિણતિ થઈને બાકીના પાંચ તત્ત્વો થાય છે એમ ન સમજવું.
અનંત અક્ષય સુખ તે ઉપાદેય છે, તેનું કારણ મોક્ષ છે. મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે; તેનું કારણ જ્ઞાન-દર્શનસ્વભાવી નિજ આત્મસ્વરૂપમાં સભ્યશ્રદ્ધાન, જ્ઞાન તથા આચરણ લક્ષણ
સ્વરૂપ નિશ્ચય રત્નત્રય છે. તે સમજીને પરદ્રવ્યો તેમજ રાગ ઉપરથી પોતાનું લક્ષ ઉઠાવી લઈ નિજ
આત્માના ત્રિકાળી સ્વરૂપ તરફ પોતાનું લક્ષ લાગવું જોઈએ. ૩૬. મિથ્યાદષ્ટિ જીવ સાત તો સંબંધી કેવી રીતે ભૂલ કરે છે?: ૧) જીવ તો ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે. તેને
જીવ અજ્ઞાનવશ જાણતો નથી અને પરને સ્વસ્વરૂપ માનતા પોતાના સ્વતત્ત્વ(જીવ તત્વ)નો ઇન્કાર કરે છે. તેથી તે જીવ સંબંધી ભૂલ છે. ૨) મિથ્યા અભિપ્રાયવશ જીવ એવું માને છે કે એ અજીવની અવસ્થા પોતાની છે. આ તેની અજીવ તત્ત્વ સંબંધી ભૂલ છે, કારણ કે તે અજીવને જીવ માને છે અને અજીવ તત્ત્વનો અસ્વીકાર કરે છે. ૩) મિથ્યાત્વ, રાગ અને દ્વેષ શુભાશુભ ભાવ આસ્રવ છે; તે ભાવ આત્માને પ્રગટરૂપે દુઃખ દેવાવાળા છે, પરંતુ મિથ્યાદષ્ટિ જીવ તેમને હિતરૂપ માની નિરંતર તેમનું સેવન કરે છે. આ તેની આસ્રવ તત્ત્વ સંબંધી ભૂલ છે.