________________
૧૩૭ દરકાર નથી અને સમજવાની રુચિ નથી તેથી જ અઘરું લાગે છે અને નથી સમજાતું. પરંતુ ભાઈ ! આ સમજ્યા વગર અન્ય કોઈ પણ ઉપાય મુક્તિ માટેનો નથી.
અરે ભાઈ! સંસારના કામમાં ડહાપણ કરીને રાગને પોષે અને આત્માની સમજણનો પ્રયત્ન કરવાની વાત આવે ત્યાં કહે છે કે મને ન સમજાય; પણ ન સમજાય તે કોના ઘરની વાત છે ? તું આત્મા છો કે જડ? જો આત્માને નહિ સમજાય તો શું જડ સમજશે? ચૈતન્યના જ્ઞાનમાં ન સમજાય એવું કાંઈ છે જ નહિ. ચૈતન્યમાં બધુ સમજવાની તાકાત છે. ન સમજાય” એ વાત જડના ઘરની છે. ‘આત્માન સમજાય એમ કહેનારને આત્માની રુચિ જ નથી પણ જડની રુચિ છે. મુક્તિનો રસ્તો એક સમ્યજ્ઞાન જ છે અને
સંસારનો રસ્તો પણ એક અજ્ઞાન જ છે. ૧૬ જ્ઞાન ચેતનાર છે એટલે કે સદાય ચેતતું-જાગતું રહે છે. જે વૃત્તિ આવે તેને જ્ઞાન વડે પકડીને ફડાક તોડી
નાંખે છે, અને પર્યાયે પર્યાયે જ્ઞાનનું સામર્થ્ય વધતું જ જાય છે. એક પણ વૃત્તિને કદી પણ મોક્ષમાર્ગ તરીકે જે સ્વીકાર કરતું નથી એવું નિર્મળ ભેદજ્ઞાન વૃત્તિઓને તોડતું તોડતું, સ્વરૂપની એકાગ્રતા વધારતું વધારતું, મોક્ષમાર્ગ પૂર્ણ કરીને મોક્ષરૂપે પરિણમી જાય છે. આવા પૂરા જ્ઞાનસ્વભાવ સામર્થ્યનું જોર જેને પ્રતીતમાં બેઠું તેને અલ્પકાળમાં મોક્ષ જ છે. મોક્ષનું મૂળ ભેદવિજ્ઞાન જ છે. રાગને જાણીને રાગથી જુદું રહેનાર જ્ઞાન મોક્ષ પામે છે, અને રાગને જાણતાં રાગમાં અટકી જનારું જ્ઞાન બંધાય છે. જ્ઞાનીને પ્રજ્ઞાછીણીનું જોર છે કે આ લાગણીઓ તો ક્ષણે ક્ષણે ચાલી જ જાય છે અને લાગણી રહિત મારું જ્ઞાન વધતું જાય છે. અજ્ઞાનીને એમ થાય છે કે અરે ! મારા જ્ઞાનમાં આ લાગણી થઈ, અને લાગણી સાથે મારું જ્ઞાન પણ ચાલ્યું જાય છે. અજ્ઞાનીને રાગ અને જ્ઞાન વચ્ચે અભેદ બુદ્ધિ(એકત્વબુદ્ધિ) છે તે મિથ્યાજ્ઞાન છે, જ્ઞાનીએ પ્રજ્ઞાછીણી વડે રાગ અને જ્ઞાનને જુદા ઓળખ્યા છે તે સમજ્ઞાન છે. જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે અને જ્ઞાન જ મોક્ષ છે. જે સમ્યજ્ઞાન સાધક દશાપણે હતું તે જ સમ્યજ્ઞાન વધીને સાધ્ય દશા રૂપ થાય છે. આ રીતે જ્ઞાન જ સાધ્ય-સાધક છે. આત્માને પોતાના મોક્ષ માટે પોતાના ગુણ સાથે સંબંધ હોય કે પરદ્રવ્યો સાથે હોય ? આત્માને જ્ઞાન સાથે જ સંબંધ છે, પરદ્રવ્ય સાથે આત્માના મોક્ષનો સંબંધ નથી. આત્મા પરથી તો છૂટો જ છે, પણ અહીં તો વિકલ્પથી પણ છૂટો છે એમ અંતરમાં ભેદજ્ઞાન કરાવે છે. વિકારથી આત્માનો ભેદ પાડવો તે જ વિકારના નાશનો ઉપાય છે. રાગની ક્રિયા મારા સ્વભાવમાં નથી એમ સ્વભાવ સામર્થ્યનો સમ્યજ્ઞાન વડે સ્વીકાર કર્યો ત્યાં વિકારનો જ્ઞાતા જ થઈ ગયો. જેમ પર્વતમાં વીજળી પડતાં તિરાડ પડી જાય તેમ પ્રજ્ઞારૂપી છીણી પડતાં સ્વભાવ અને વિકાર વચ્ચે તિરાડ પાડીને જ્ઞાન સ્વમાં વળ્યું. અનાદિનું ઊંધું પરિણમન હતું તે અટકીને હવે સ્વભાવ તરફનું પરિણમન શરૂ થયું. અહો ! આમાં
સ્વભાવનો અનંત પુરુષાર્થ છે. ૧૭ રાગ-દ્વેષ વખતે અજ્ઞાનીને જ્ઞાન જુદું નહિ દેખાતું હોવાથી તેણે આત્મા અને બંધ વચ્ચે ભેદ જાણ્યા વગર
દ્રવ્યલિંગી સાધુ થઈને નવમી રૈવેયકે જાય તેવા ચારિત્ર પાળ્યાં અને એવા મંદ કષાય કર્યા કે બાળી મૂકે તો ય ક્રોધ ન કરે, છ છ માસ આહાર ન કરે છતાં ભેદજ્ઞાનના અભાવને લીધે તે અનંત સંસારમાં જ રખડ્યો. તેણે આત્માનું કાંઈ જ કર્યું નથી, માત્ર બંધભાવનો પ્રકાર ફેરવ્યો છે.