________________
૧૩૯ ૨૩ હે જીવ! હે પ્રભુ! તું કોણ છો તેનો કદી વિચાર કર્યો છે? કયું તારું રહેઠાણ અને કયું તારું કાર્ય તેની તને
ખબર છે? પ્રભુ! વિચાર તો ખરો કે તું ક્યાં છો અને આ બધું શું છે? તને કેમ શાંતિ નથી? ૨૪ પ્રભુ! તું સિદ્ધ છો, સ્વતંત્ર છો, પરિપૂર્ણ છે, વીતરાગ છો. પણ તને તારા સ્વરૂપની ખબર નથી, તેથી
જ તને શાંતિ નથી. ભાઈ! ખરેખર તું ઘર ભૂલ્યો છે - ભૂલો પડ્યો છે, પારકા ઘરને તું તારું રહેઠાણ માની
બેઠો, પણ બાપુ! એમ અશાંતિનો અંત નહિ આવે ! ૨૫ ભગવાન! શાંતિ તો તારા સ્વ ઘરમાં જ ભરી છે. ભાઈ! એકવાર બધાયનું લક્ષ છોડીને તારા સ્વ ઘરમાં તો જા! તું પ્રભુ છે, સિદ્ધ છે.
પ્રભુ! તું તારા સ્વ ઘરને જો, પરમાં ન જો. પરમાં લક્ષ કરીને તો તું અનાદિથી ભ્રમણ કરી રહ્યો છે, હવે તારા અંતર સ્વરૂપ તરફ નજર કર ! એકવાર તો અંદર જો! અંદર પરમ આનંદના અનંતા ખજાના ભર્યા
છે, કોઈ અપૂર્વ પરમ સહજ સુખનો અનુભવ થશે. ૨૬ પોતાનું સ્વરૂપ સમજવું સુગમ છે. અનાદિથી સ્વરૂપના અણઅભ્યાસને કારણે તે અઘરું લાગે છે. પરંતુ જો યથાર્થ રુચિ કરીને સમજવા માંગે તો પોતાનું સ્વરૂપ સમજવું સહેલું છે.
બંગલો કરવો હોય તો ગમે તેવો હોશિયાર કારીગર હોય તો પણ બે ઘડીમાં ન થઈ શકે, પણ જો આત્મસ્વરૂપની ઓળખાણ કરવા માંગે તો તે બે ઘડીમાં પણ થઈ શકે છે. આઠ વર્ષનું બાળક મણિકા ન ઉપાડી શકે પરંતુ સાચી સમજણ દ્વારા આત્માનું ભાન કરી કેવળજ્ઞાન પામી શકે. આત્મા પરદ્રવ્યમાં કાંઈ જ ફેરફાર ન કરી શકે પણ સ્વ દ્રવ્યમાં તો પુરુષાર્થ દ્વારા સમસ્ત અજ્ઞાનનો નાશ કરી સમ્યજ્ઞાન પ્રગટાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. સ્વમાં ફેરફાર કરવા આત્મા પરિપૂર્ણ સ્વતંત્ર છે. આત્મામાં એવો બેહદ
સ્વાધીન પુરુષાર્થ છે કે જો તે ઉધો પડે તો બે ઘડીમાં સાતમી નરકે જાય અને સવળો પડે તો બે ઘડીમાં કેવળજ્ઞાન લઈ સિદ્ધ થાય. ૨૭ અનંતા જ્ઞાનીઓ કહે છે કે તું પ્રભુ છે. તારા પ્રભુત્વની એક વાર તો હા પાડ!
પરમ સત્ય સાંભળવા છતાં સમજાતું નથી તેનું કારણ, હું લાયક નથી, મને ન સમજાય એવી દષ્ટિ જ તેને સમજવામાં નાલાયક રાખે છે. જેને સન્ના એક શબ્દનો પણ અંતરથી પહેલે ધડાકે હકાર આવ્યો તે ભવિષ્યમાં મુક્તિનું કારણ છે. એકને સત્ સાંભળતાં જ અંતરથી ઉછળીને હકાર આવે છે અને બીજો હું લાયક નથી - આ મારે માટે નથી' એવી માન્યતાની આડ નાંખીને સાંભળે છે, તેને તે આડ જ સમજવા દેતી નથી. આવી વાત તો દુનિયા અનાદિથી કરી જ રહી છે, આજે નવી નથી. અંતર વસ્તુના ભાન વગર બહારમાં ત્યાગી થઈને અનંતવાર સૂકાઈ ગયો તો પણ અંતરથી સના હકાર વગર ધર્મ સમજ્યો નહિ. એક વાર તો પ્રભુ હા પાડ! હું ભગવાન આત્મા છું - જ્ઞાનાનંદ સ્વરૂપી છું અને સર્વથા
સર્વથી ભિન્ન છું. ૨૮ જ્ઞાનીઓ કહે છે કે “સર્વ જીવો સિદ્ધ સમ છે, તું પણ સિદ્ધ સમાન છો, ભૂલ વર્તમાન એક નમય પૂરતી છે