________________
૧૦૨
હુ કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે’ એવા ભ્રમથી આ જગતની બધી ક્રિયાઓનો કર્તા થાય છે, માન છે કે ‘હું કરું છું’ આ ‘કર્તૃત્વ બુદ્ધિ’ કહેવાય છે. પોતાને અને શરીરને નિમિત્ત-નૈમિત્તિક ઘનિષ્ઠ સંબંધ હોવાથી શરીરથી પોતાની ભિન્નતા યથાર્થપણે ભાસતી નથી. (આત્માના સ્થાનનું ચલન થતું હોય ત્યારે શરીરનું સ્થાન પણ ચલનરૂપ હોય જ - તેથી ઘનિષ્ઠ સંબંધ કહ્યો છે.) જીવ કોઈ પદાર્થના સદ્ભાવ તથ કોઈના અભાવને ઇચ્છે છે પણ તેનો સદ્ભાવ કે અભાવ આ જીવનો કર્યો થતો નથી કારણ કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કે તેની પર્યાયનું કર્તા છે જ નહિ, પણ સર્વ દ્રવ્યો પોતપોતાને સ્વરૂપે પોતાથી જ પરિણમે છે. છતાં જીવ તે બધાનો પોતાને કર્તા માને છે, આ ‘કર્તૃત્વ બુદ્ધિ’ છે.
અનાદિકાળથી જીવ જે જે દ્રવ્યોના - પદાર્થોના સંપર્કમાં આવે છે - તે એમ માને છે કે હું તેમને ભોગવું છું. હવે જોઈએ તો આ આત્મા પોતે તો જ્ઞાનસ્વરૂપ છે, પોતાનો સ્વભાવ તો જ્ઞાતા-દષ્ટા છે - છતાં પોતે કેવળ જાણવાવાળો હોવા છતાં એમ માને છે કે હું તેમનો ‘ભોક્તા’ છું. ખરેખર તો એ પદાર્થને ભોગવતો નથી પણ એ પ્રત્યેના રાગ-દ્વેષને ભોગવે છે. આ તેની ભોક્તા બુદ્ધિ છે તેને ‘ભોકતૃત્વ બુદ્ધિ’ કહેવાય છે.
જીવ । જે પદાર્થોને દેખે-જાણે છે તેમાં ઇષ્ટ-અનિષ્ટપણું માને છે; એ ઇષ્ટ-અનિષ્ટપણું માનવું તે મિથ્યા છે કારણ કે કોઈ પણ પરપદાર્થ ઇષ્ટ-અનિષ્ટરૂપ નથી. પદાર્થોમાં જો ઇષ્ટ-અનિષ્ટપણું હોય તો જે પદાર્થ ઇષ્ટરૂપ હોય છે તે સર્વેને ઇષ્ટરૂપ જ હોય તથા જે પદાર્થ અનિષ્ટરૂપ હોય તે પદાર્થ સર્વેને અનિષ્ટરૂપ જ થાય, પણ એમ તો થતું નથી; માત્ર જીવ પોતે જ કલ્પના કરીને તેને ઇષ્ટ-અનિષ્ટરૂપ માને છે. એ માન્યતા ખૂટી છે, કલ્પિત છે. ખરેખર વિચારીએ તો જીવ જે એમ પ્રથમ માને છે કે હું પર પદાર્થોને જાણું છું એ જ એની મિથ્યા માન્યતા છે. પર પદાર્થોને હંમેશા ઇન્દ્રિયો કે મનના માધ્યમથી જ જાણવાનું થાય છે. અને જે પદાર્થોને ઇન્દ્રિયના માધ્યમથી જાણે તે જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. ખરેખર આ જ્ઞાનની પર્યાય પોતાને જ જાણે છે - પર પદાર્થોને જાણતી નથી. પણ જે આ જીવ માને છે કે હું પરને જાણું છું એ એની ‘જ્ઞેયત્વ બુદ્ધિ’ છે. એ મિથ્યા બુદ્ધિ છે.
જ
આ પ્રમાણે પાંચ પ્રકારની બુદ્ધિઓ (૧) એકત્વ બુદ્ધિ (૨) મમત્વ બુદ્ધિ (૩) કર્તૃત્વ બુદ્ધિ (૪) ભોક્તત્વ બુદ્ધિ અને (૫) જ્ઞેયત્વ બુદ્ધિ - એ પાંચે બુદ્ધિઓ એ જીવની ભ્રમણારૂપ છે અને આ ભ્રમણા એ જ મિથ્યાદર્શન છે. આ પાંચ બુદ્ધિઓનો નાશ થતાં મિથ્યાદર્શન ટળે છે અને સમ્યગ્દર્શન પ્રગટે છે. આ પાંચે બુદ્ધિઓમાં એક સામાન્ય વાત જણાય છે બધામાં સૂક્ષ્મ રાગ છૂપાયેલો છે. એ રાગ મારો એ મહા મિથ્યાત્વ છે
૭. મિથ્યાદર્શનની ટૂંકી વ્યાખ્યાઓ :
૧. સ્વ -૧૨ એકત્વ દર્શન (એકત્વ બુદ્ધિ).
૨. મનુષ્ય અને તિર્યંચ પ્રત્યે મમત્વ બુદ્ધિથી કરુણા થવી તે (મમત્વ બુદ્ધિ).
૩. પરની કર્તૃત્વ બુદ્ધિ.