________________
૧૧૨ ૫. મિથાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધના કારણો છે. આ સૂત્ર છે. ૬. ધર્મમાં પ્રવેશ કરવા ઇચ્છતા જીવો તથા ઉપદેશકો જ્યાં સુધી આ સૂત્રનો મર્મન સમજે ત્યાં સુધી એક
મહાન ભૂલ કરે છે. તે આ પ્રમાણે છે. ૭. બંધના પાંચ કારણોમાંથી સૌથી પહેલાં મિથ્યાદર્શન ટળે છે અને પછી અવિરતિ વગેરે ટળે છે, છતાં તેઓ પ્રથમ મિથ્યાદર્શનને ટાળ્યા વગર અવિરતિને ટાળવા મથે છે અને તે હેતુથી તેમણે માનેલા બાળવ્રત વગેરે ગ્રહણ કરે છે તથા બીજાને પણ તેઓ ઉપદેશ આપે છે; વળી આ બાળવ્રત વગેરે ગ્રહગ કરવાથી અને તેનું પાલન કરવાથી મિથ્યાદર્શન ટળી જશે એમ માને છે. તે જીવોની આ
માન્યતા સંપૂર્ણપણે જૂહી છે. ૮. બંધના કારણોના નામ જે કમથી આપ્યા છે તે જ ક્રમથી તે ટળે છે, પરંતુ પહેલું કારણ વિદ્યમાન
હોય અને ત્યાર પછીનું કારણ ટળી જાય એ રીતે ક્રમભંગ થતો નથી. તેમના ટળવાનો ક્રમ આ
પ્રમાણે છે. ૯. ૧) મેથ્યાદર્શન ચોથા ગુણસ્થાને ટળે છે.
૨) અવિરતિ પાંચમા-છઠ્ઠા ગુણસ્થાને ટળે છે. ૩) માદ સાતમાં ગુણસ્થાને ટળે છે. ૪) કષાય બારમા ગુણસ્થાને ટળે છે અને
૫) યોગ ચૌદમાં ગુણસ્થાને ટળે છે. ૧૦. વસ્તુસ્થિતિનો આ નિયમ નહિ સમજવાથી અજ્ઞાનીઓ પ્રથમ બાળવ્રત અંગીકાર કરે છે અને તેને
ધર્મ માને છે; એ રીતે અધર્મને ધર્મ માનવાના કારણે તેઓને મિથ્યાદર્શન અને અનંતાનુબંધી કષાયનું પોષાણ થાય છે. માટે જિજ્ઞાસુઓએ વસ્તુસ્થિતિનો આ નિયમ સમજવાની ખાસ જરૂર છે. આ નિયમ સમજીને ખોટા ઉપાયો છોડી પ્રથમ મિથ્યાદર્શન ટાળવા માટે સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો
પુરુષાર્થ કરવો યોગ્ય છે. વિસ્તારથી હવે કર્મનો સિદ્ધાંત સમજીએ. ૧૫ કર્મનો સિદ્ધાંત : ૧. છ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. આ છ દ્રવ્યોના નામ આ પ્રમાણે છે.
૧) જીવ ૨) પુગલ ૩) ધર્માસ્તિકાય ૪) અધર્માસ્તિકાય ૫) આકાશ અને ૬) કાળ. ૨. જીવ દ્રવ્ય : જેમાં ચેતના અર્થાત્ જ્ઞાન-દર્શનરૂપ શક્તિ હોય તેને જીવ દ્રવ્ય કહે છે. જીવ અર્થાત્
આત્મા તે સદા જ્ઞાતાસ્વરૂપ, પરથી ભિન્ન અને ત્રિકાળ ટકનારો છે. પુદ્ગલ દ્રવ્ય : જેમાં ચેતના જાણપણું નથી. જેમાં રસ, રંગ, ગંધ અને સ્પર્શ એ ગુણ હોય તેને પુદ્ગલ કહે છે. પુદ્ગલનો અર્થ જે પૂરે ભેગા થાય અને છૂટા પડે તે પુદ્ગલ.